👉 ચારકોલ એટલે કે લાકડાનો કોલસો. આ એક એવી વસ્તુ છે કે જે આપણને ઘણા જ ફાયદા આપે છે. જો તમે એવું વિચારતા હોય કે ચારકોલનો ઉપયોગ તમે માત્ર બાર્બેક્યુ માટે જ કરી શકો તો તમારી ભૂલ થાય છે. આ ઘણા જ સ્કીન પ્રૉબ્લેમમાં અસરકારક સાબિત થાય છે. ચારકોલ નેચરલ બ્યુટી ટ્રીટમેન્ટનું કામ કરે છે. તે એક ક્લીનઝર તરીકે અને ખીલ કે ફોડલીમાં ઘણો ઉપયોગી બને છે.
👉 આજે અમે તમે એ એક્ટીવેટેડ ચારકોલના ઉપયોગની તમામ માહિતી આપીશું. તે માત્ર સ્કીનને જ નથી ફાયદો આપતી પરંતુ તે વાળ અને દાંતને પણ ઘણો જ ફાયદો કરે છે. આ સાથે અમે તમને ખુબ જ જરૂરી એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ. તો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમે પણ માહિતી સભર બનો.
👉 (1) ત્વચાને નિખારે છે : એક્ટીવેટેડ ચારકોલ સ્કીન માટે બેસ્ટ ઉપાય છે. તે સ્કીનમાંથી તમામ પ્રકારની અશુધ્ધીઓને ખેચીને બહાર ફેકે છે. હવાના પ્રદૂષણથી જે સ્કીનને નુકશાન થયું હોય તેને પણ ઠીક કરે છે. એક્ટીવેટેડ સ્કીન પર લગાવવાથી તે ત્વચાના છિદ્રોમાંથી અશુધ્ધીઓને દૂર કરે છે.
👉 જે લોકોની સ્કીન ઓઈલી છે તેમના માટે આ એક્ટીવેટેડ ખૂબ જ સારો ઈલાજ છે. ઓઈલી સ્કીનવાળા લોકો આ એક્ટીવેટેડનો વીકમાં 2 વાર ઉપયોગ કરી શકે છે. પરંતુ જો સ્કીન ડ્રાય છે તો આ ના વાપરવું. સ્કીન પર લાગેલા ઘા માટે તેમજ ડેંડ્રફને દૂર કરવા માટે ઉપયોગી બને છે.
👉 (2) અંડરઆર્મ્સની કાળાશને દૂર કરે : ઘણી લેડિસને અંડરઆર્મ્સના ભાગમાં કાળાશ થઈ જાય છે. તો તેને દૂર કરવા માટે ચારકોલ એક્ટીવેટેડ ઉત્તમ ઉપાય છે. જો તમે પણ અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માંગો છો તો તેના માટે તમારે 1 ચમચી મધમાં 3 કેપ્સૂલ એક્ટીવેટેડ ચારકોલ ખૂબ જ સારી રીતે મિક્સ કરીને તેને અંડરઆર્મ્સ પર લગાવો. તેને 20 મિનિટ તેમ જ રાખીને ત્યાર બાદ તેને સાદા પાણી વડે ધોઇલો. આ એવો ઉપાય છે કે જેનાથી તમારી અંડરઆર્મ્સની કાળાશ તો દૂર થશે જ સાથે તે ભાગ નિખરશે.
👉 (3) દાંતને ચમચમાતા સાફ કરે : દાંતની જે પણ ગંદકી છે તેને દૂર કરવા અને દાંત પરની પીળાશને દૂર કરવા માટે એક્ટીવેટેડ ચારકોલનો ઉપયોગ ખૂબ જ ઉત્તમ મનાય છે. દાંતની સફાઈમાં તમે એક્ટીવેટેડ ચારકોલને ટૂથટેસ્ટમાં મિક્સ કરીને તેનાને દાંત પર ધસી શકો કે પાણીમાં એક્ટીવેટેડ મિક્સ કરીને તેના કોગળા પણ કરી શકો. આમ કરવાથી જે લોકોને પાન-માવાનું વ્યસન છે અને તેના કારણે જે દાંત ખરાબ થાય છે તો તેવા દાંત પણ એકદમ ચોખ્ખા બને છે.
👉 (4) બ્લોટિંગ (ગેસની સમસ્યા) ને દૂર કરે છે : જે લોકોને વિશેષ બેઠાડું જીવન છે તે લોકોને ગેસ જેવી તકલીફ વધારે થાય છે. તેમના માટે આ ચારકોલ એક્ટીવેટેડ ખૂબ જ સારું પરિણામ આપે છે. આ લોકોએ 1 ગ્લાસ પાણીમાં માત્ર એક ચપટી જેટલો એક્ટીવેટેડ ચારકોલ ઉમેરીને પીવાથી તે તકલીફ દૂર થાય છે. આ સાથે તે પેટમાં રહેલ વધારાની ગંદકીને પણ સાફ કરે છે. તેનાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમનું ફંક્શન પણ સુધરે છે. જ્યારે પણ ગેસની તકલીફ જણાય કે તરત જ તમે એક્ટીવેટેડ ચારકોલનો પ્રયોગ કરી શકો. આ પ્રયોગ કરતાં પહેલા એક વાર ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.
👉 (5) જીવાત કરડી છે તો તેનો ઈલાજ : ઘણી વાર જીવાત કરડવાનું વધારે બનતું હોય છે તેમાં પણ ખાસ ચોમાસામાં તો જીણી જીવાતના કરડવાના કારણે ખંજવાળ અને જલન વધારે થાય છે. તો તે માટે એક્ટીવેટેડ ચારકોલ બેસ્ટ ઈલાજ છે. તેના માટે તમારે કોપરેલ તેલમાં એક્ટીવેટેડ ચારકોલ બરાબર મિક્સ કરીને જીવાત કરડેલા ભાગ પર લગાવવાથી તેની જલન અને ખંજવાળ દૂર થાય છે.
👉 (6) પીવાના પાણીને શુધ્ધ કરવા માટે : ચારકોલ એક્ટીવેટેડ પાણીને શુધ્ધ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી બને છે તે પાણીમાં રહેલ અશુધ્ધિને દૂર કરીને પાણીને ફિલ્ટર કરી શકે છે. આ એક્ટીવેટેડ પાણીને ઘણી રીતે શુધ્ધ કરીને તેના સ્વાદને પણ સુધારે છે.
👉 (7) ટોક્સિનને દૂર કરવા માટે : ટોક્સિનને શરીરમાંથી બહાર ફેકવા માટે આ બેસ્ટ ઉપાય છે. ચારકોલ શરીરમાંથી ટોક્સિનના અવશેષોને શોષીને બહાર કરે છે. આથી જો તમારું બાળક ભૂલથી પણ કોઈ બ્લીચિંગ હોટર કે કિટનાશક જેવા લિક્વીડનું સેવન કરે છે તો આ એક્ટીવેટેડ ચારકોલ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે. આ એક્ટીવેટેડને હંમેશા પાણીમાં મિક્સ કરીને જ પીવું જોઈએ. જો તમારે કોઈ બીજી રીત મુજબ આ પ્રયોગ કરવો છે તો તમે બે ચમચી દહીમાં એક ચમચી ચારકોલ મિક્સ કરીને પણ પિય શકાય.
જો એક્ટીવેટેડ ચારકોલ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.