👉 દરેક મહિલાને લાંબા વાળનો શોખ હોય છે. વાળની લંબાઇ વધારવા માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે. જો કે વાળના વિકાસ માટે સૌથી જરુરી છે. તમે હેલ્ધી ડાયટ લો અને વાળની કાળજી રાખો. પરંતુ તેમ છતા આજકાલ વાળ ખરતા હોય છે. પુરુષો અને સ્ત્રી બંનેને આ સમસ્યા થતી હોય છે.
👉 એકવાર વાળ ખરવા લાગે તે નવા ઉગતા હોતા નથી. દિવસે અને દિવસે આ સમસ્યા ગંભીર થતી જાય છે. તેના માટે તમારે વધારે ટાઇટ વાળ ન બાંધવા જોઇએ. માનસિક સ્ટ્રેસ પણ ન હોવો જોઇએ. નિયમિત તેલ નાંખવું વગેરે જેવી વસ્તુનું ધ્યાન રાખવાથી તમે વાળ ખરતા રોકી શકો છો.
👉 ઘણી સ્ત્રીઓને હોર્મોન્સના કારણે પણ હેર ફોલ થવા લાગે છે. તો આજે તમને એવો ઉપાય જણાવીશું જે જાણી તમને નવાઇ લાગશે. વેસેલિનનો ઉપયોગ શરુ કરો. જેનાથી તમારા વાળ લાંબા, કાળા, શાઇની અને સુંદર દેખાવા લાગશે.
👉 વેસેલિન મોઇશ્યુરાઇઝર કેવી રીતે બનાવશોઃ
👉 સામગ્રીઃ 1 ચમચી વેસેલિન, 1 વિટામિન ઇની કેપ્સ્યુલ, આ બંને સાથે તમે એક ચમચી એલોવેરા જેલ પણ લઇ શકો છો. ઘણા લોકો ઘરે જ એલોવેરાનો પ્લાન્ટ ઉગાડતા હોય છે તો તેમાંથી ફ્રેશ એલોવેરા જેલ પણ લઇ શકો છો.
👉 – વિટામીન ઇની કપ્સ્યુલ ઘણી મહિલાઓ તેલમાં મિક્સ કરીને નાખતી હોય છે. જેનાથી તમારા વાળને પોષણ મળી રહેતુ હોય છે. એલોવેરાથી તમારા વાળ શાઇની ગ્રોથમાં પણ વધારો થશે. વેસેલિન તમારા વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે. વાળનો ગ્રોથ કરવો હોય તો તેના વાળને મૂળમાંથી મજબૂત બનાવવા પડશે. તે વેસેલિન ખૂબ સારુ કામ કરશે.
👉 બનાવવાની રીતઃ
👉 સૌથી પહેલા એક નાની વાડકીમાં વેસેલિન કાઢી લો. ત્યારબાદ તે વાડકીને એક મોટા પાણી ભરેલા વાડકામાં મૂકી બરાબર પાણી ઉકળે તે રીતે ગરમ કરો. તે વેસેલિન ચમચી વડે હલાવતા રહો ધીમે ધીમે તે મેલ્ટ થવા લાગશે.
👉 – હવે આ મેલ્ટ થયેલા વેસેલિનમાં તમે 1 ચમચી એલોવેરા જેલ અને એક ચમચી વિટામીન ઇ કેપ્સ્યુલ નાખો. આ બધી વસ્તુને બરાબર હલાવો. બરાબર મિક્સ થઇ જાય એટલે વેસેલિન પહેલા જેવું થવા લાગશે.
👉 – ફરી પહેલાની જેમ વેસેલિનને ગરમ કરો. જો તમારી ઇચ્છા હોય તો ગરમ કરી શકો છો. નહીંતર એમ જ તમે વાળમાં લગાવી શકો છો.
👉 કેવી રીતે વાળમાં લગાવશોઃ
👉 આ મિશ્રણ તમારે રાત્રે વાળમાં લગાવવું. જેથી બરાબર વાળને પોષણ મળી રહે. વાળના મૂળમાં લાગે તે રીતે વેસેલિનનું મિશ્રણ લગાવવું ધ્યાન રહે કે તેને હળવા હાથે લગાવવું. લગાવ્યા બાદ ઓશિકુ ન બગડે તે માટે માથા નીચે કપડું રાખી સૂઇ જવું. સવારે ઉઠો ત્યારે હર્બલ શેમ્પુ વડે વાળ ધોઇ લો તેના માટે થોડું પાણી ગરમ કરીને પણ તમે હેર વોશ કરી શકો છો.
👉 – આ પ્રયોગ અઠવાડિયામાં એકવાર જરુર કરવો. જેથી વાળમાં ફરક દેખાવા લાગશે. ધીમે ધીમે તમે વેસેલિનનો ઉપયોગ કરશો તો વાળમાં જાણે નવા મૂળ ઉગતા હોય તેવું લાગશે. તે સાથે કાળા ઘાટ્ટા અને શાઇની વાળ થઇ જશે. આ રીતે વેસેલિન પણ તમારા વાળને સુંદર બનાવશે.
જો આ વાળ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.