આ સ્ટાઈલીશ જમાનામાં બધાને સુંદર અને આકર્ષક દેખાવું ખુબ ગમે છે. તેના માટે આપણે બધા ઘણાં ખોટા ખર્ચા કરતા હોઈએ છીએ. ખાલી ચહેરો સુંદર હોય તેનાથી આપણે આકર્ષક દેખાતા નથી જો ચહેરાની સાથે વાળ પણ લાંબા, કાળા અને સિલ્કી હોય તો ખુબસુરતીમાં ચાર ચાંદ લાગી જાય છે. પણ અત્યારે બધા પાસે કામ એટલા બધા છે કે વાળની કાળજી લેવાનો કોઈ પાસે સમય નથી રહેતો જયારે આપણે વાળનું ધ્યાન રાખવાનું છોડી દઈએ એટલે વાળ વધારે ખરવા લાગે છે.
વાળના ખરવાનું મુખ્ય કારણ હોય છે વાળનું ડ્રાય થઈ જવું અને ડ્રાય થયેલા વાળ જલ્દી તુટવા લાગે છે.લગભગ બધા વ્યક્તિના વાળ ખરતા હોય છે. પણ ખરવાની સાથે નવા વાળ પણ ઉગી જતા હોય છે. પણ સમસ્યા ત્યારે ઉભી થાય છે. જયારે વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે અને નવા વાળ ઉગતા નથી. આપણા શરીરના બદલાતા હાર્મોન્સના કારણે પણ વાળ ખરવા લાગે છે.
વાળ બીજા ઘણા કારણોથી ખરતા હોય છે. જેમકે વધારે પડતું ટેન્શન લેવાથી અથવા વાળમાં રેગ્યુલર તેલ ના નાખતા હોય આવા અનેક કારણો વાળ ખરવા પાછળ જવાબદાર હોય છે. વધારે પડતું બહારનું ખાવાથી વાળ અને સ્કીનને પ્રોબ્લમ થાય છે. જે લોકોનું પેટ ખરાબ રહેતું હોય જેને કબજિયાત જેવી બીમારી હોય તેવા લોકોના વધારે પ્રમાણમાં વાળ ખરે છે.
વાળને વધુ પોષણ આપવા અને વાળની હેલ્થ સુધારવા આજે અમે તમારા માટે એક વેસેલીનનો પ્રયોગ લઈને આવ્યા છીએ. વેસલીનના આ ઘરેલું ઉપાયથી તમારા વાળ થઈ જશે લાંબા અને કાળા ગ્રોથમાં પણ વધારો થવા લાગશે.તો આવો જાણીએ વેસલીનના ઉપાયો વિશે થોડી માહિતી.
સૌ પ્રથમ ડબ્બી વેસલીનને એક લોખંડના વાસણમાં લઈને ઓગાળવું. પછી તેમાં બે ચમચી નારીયાલનું તેલ મિક્સ કરવું તેમાં એક વિટામીન E ની એક કેપ્સુલ પણ એડ કરવી આ ત્રણ વસ્તુને બરાબર હલાવી મિક્સ કરી લેવી આ મિશ્રને રાત્રે સુતા પહેલા માથા પર લગાવવું અને 8 થી 10 મિનીટ સુધી હલ્કા હાથે મસાજ કરવું અને સવારે શેમ્પુથી વાળ ધોઈ લેવા તેનાથી તમારા વાળ ખરતા બંધ થશે અને ગ્રોથ પણ વધવા લાગશે પણ આ મિશ્ર અઠવાડિયામાં એક વાર જ યુઝ કરવું..
આ ઉપાયમાં જે પણ વસ્તુ યુઝ કરવામાં આવી છે. જેમકે વેસલીન તે ડ્રાય વાળને સુંદર બનાવે છે. વેસલીનમાં રહેલ તૈલીય પદાર્થ વાળને ડ્રાય થતા અટકાવે છે. જયારે વિટામીન E ની કેપ્સુલ વાળમાં જરૂરી પોષણ પૂરું પડે છે. અને નાલીયાર તેલથી વાળ સિલ્કી અને મજબુત બને છે. જેની કોઈ આડ અસર વાળમાં થતી નથી. તો જે લોકોના વાળ વધારે પ્રમાણમાં ડ્રાય હોય તેને આ ઉપાય જરૂર અપનાવવો જોઈએ.
બીજો ઉપાય – વેસલીનના બીજા ઉપાય માટે પણ નાલીયાર તેલ, વિટામીન E ની કેપ્સુલ અને એલોવેરા જેલની જરૂર પડશે. એલોવીરા વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરશે તો આવો જાણીએ વેસલીનના બીજા ઉપાય વિશે માહિતી.
સૌથી પહેલા એક બાઉલ કે વાટકામાં એક ચમચી કે દોઢ ચમચી વેસલીન લેવું. તે જામેલું હોય તો ધીમા તાપે કે તડકે ઓગાળી લેવું. તે બરાબર ઓગળ્યા બાદ તેમાં એક ચમચી એલોવીરા જેલ, એક ચમચી નાળીયરનું તેલ અને એક વિટામીન E ની કેપ્સુલ એડ કરવી આ બધી વસ્તુને બરાબર મિક્સ કરવું અને બરાબર મિશ્રણ બનાવવું.
આ મિશ્રણને રાત્રે માથા પર લગાવવું અને હળવા હાથે મસાજ પણ કરવું સવારે ઉઠીને કોઈ આયુર્વેદિક શેમ્પુથી હેર વોશ કરવા આ ઉપાય પણ અઠવાડિયામાં એક વાર કરવો જોઈએ જો તમારે સારું રીઝલ્ટ મેળવવું હોય તો એક કે દોઢ મહિનો આ પ્રયોગ કરતા રહેવો જોઈએ. ધીમે-ધીમે તમારા વાળ લાંબા, કાળા અને સુંદર દેખાવા લાગશે. તમને લાગશે કે વાળના ગ્રોથમાં પણ વધારો થયો છે.
બીજા પ્રયોગમાં એલોવેરા જેલ એડ થવાથી વાળની તંદુરસ્તી તેમજ તેની શાઈન ખુબ વધી જશે.. પણ મોટા ભાગની સ્ત્રીઓ પાસે એલોવેરા જેલ ના હોય તો, પહેલો પ્રયોગ કરી શકો છો. તેમાં એલોવેરા જેલની જરૂર નથી પડતી. અને એલોવેરા જેલ બની શકે તો કુદરતી જ લેવું.
વેસલીન વાળ માટે ઘણું ફાયદાકારક પણ છે, ઘણા લોકો તેલમાં વેસેલીન એડ કરીને પણ વાળમાં લગાવે છે, પણ એ યાદ રાખવું કે ફક્ત વેસલીન ક્યારેક વાળમાં લગાવવું નહી કેમ કે તે વાળમાં ચોંટી જાય છે. અને ધોવામાં મુશ્કેલી પડે છે. વેસલીનને હંમેશા તેલ સાથે મિક્સ કરીને લગાવવું જોઈએ. વેસલીનના પ્રયોગથી વાળ સુંદર અને આકર્ષક બનશે.
પણ જો તમે ઉપર જણાવેલા બંનેમાંથી કોઈ એક પ્રયોગ કરી રહ્યા છો તો, વાળમાં વેસેલીન લગાવવાની કોઈ જરૂર નથી. સામાન્ય દિવસોમાં તમે ફક્ત તેલ લગાવી શકો છો. ઉપરના બંને પ્રયોગો જો ના સમજયા હોય તો ફરીથી વાંચી લો અથવા લખી લો.. જેથી કોઈ ગરબડ ના થાય.. આ પ્રયોગ તમને ગમ્યો હોય તો, કોમેન્ટમાં “Thank you” જરૂર લખજો જેથી અમને પણ કૈંક નવું લખવા મોટીવેશન મળે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.