👉 કોઈપણ વ્યક્તિ હોય તે લાંબાગાળાની બીમારીથી પરેશાન થઈ જતો હોય છે. ઘણી વખત દવાઓ પણ સાથ આપતી હોતી નથી. ત્યારે આપણે કેટલાક મંત્ર કે ટોટકા કરતાં હોઈએ છીએ. તે ઉપરાંત ઘરમાં રહેલો વાસ્તુદોષ તમારી બીમારીનું કારણ હોઈ શકે છે તે ક્યારેય વિચાર્યું છે?
👉 જો તમારે આ વાસ્તુદોષ દૂર કરવો હોય અને તેના પ્રભાવથી દૂર રહેવું હોય તો કેટલાક ઉપાયો કરી શકો છો. વાસ્તુદોષને લગતાં કેટલાક નિયમો છે તેનાથી ઘરની દરેક વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેશે. તેના વિશે માહિતી મેળવીએ.
👉 માથાનો દુખાવો- ઘણી વખત ચક્કર, બેચેની કે માથાનો દુખાવો થવાનો અનુભવ થતો હોય તો વાસ્તુદોષ હોઈ શકે છે. તેમાં ગૃહ સ્વામી અગ્નિકોણ અથવા વાયવ્ય કોણમાં સુવાનું રાખતાં હોય કે ઉત્તર દિશામાં માથું અને દક્ષિણ દિશામાં પગ રાખીને સુતા હોય તો પણ આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો હોય છે. તેના લીધે અમુક સમયે થાકનો અહેસાસ થતો હોય છે. જો ઘરમાં ધનનું આગમન જોયતું હોય તો ઉત્તર કે પશ્ચિમ તરફ પગ રાખવા જોઈએ.
👉 હાર્ટ એટેક, લકવો કે હાડકાંના રોગ- અમુક સમયે ઘરમાં પ્રવેશતી વખતે ખાલી જગ્યા હોય છે અથવા વાસ્તુ મુજબ દક્ષિણ, પશ્ચિમ દિશામાં મુખ્ય દરવાજો કે તેની પાસે નાની એવી પણ ખાલી જગ્યા હોવી અશુભ મનાય છે. તેનાથી હાર્ટ એટેક, લકવો, હાડકાંની તકલીફ કે સ્નાયુઓનો રોગ થાય છે.
👉 સાંધાનો દુખાવો હોય- જો તમારા ઘરની દીવાલ પર તિરાડ, રંગ જતો રહેલો કે ડાઘ ધબ્બા હશે તો સંધિવા કે સાંધાનો દુખાવો થશે. એટલું જ નહીં વાસ્તુ દોષ એમ પણ કહે છે કે તેનાથી કમરનો દુખાવો, સાયટિકા અથવા બીજી ઘણી બીમારી થઈ શકે છે. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
👉 રક્ત વિકાર-બ્લડ પ્રેશર હોય- કેટલીક વખત ઘરમાં રહેલો દીવાલનો કલર પણ તમારી બીમારીનું કારણ બની શકે છે. જેમ કે કાળો અને ડાર્ક નીલો રંગ વાયુ કે પેટમાં ગેસ કરે અથવા હાથ-પગમાં દુખાવો લાવે છે. નારંગી-પીળો કલર બ્લડ પ્રેશર, ઘેરો લાલ કલર હોય તો રક્ત વિકાર થાય અથવા દુર્ઘટનાનું કારણ બની રહેતું હોય છે. જો આ તકલીફથી દૂર રહેવું હોય તો તમારે હળવા અને સાત્વિક લાગે તેવા કલર ઘરમાં કરાવવા જોઈએ.
👉 વારંવાર મહિલા બીમારી માટે- ઘણાં ઘરોમાં આપણે જોઈએ છીએ કે મુખ્ય મોભી ગણાતી મહિલા બીમાર પડી જતી હોય છે. તો કેટલીક મહિલા રસોઈ બનાવે ત્યારે તેમનું મુખ દક્ષિણ દિશા તરફ હોય તો સ્કીન અને હાડકાના રોગ થાય છે. એટલું જ નહીં આ દિશામાં મુખ રાખીને રસોઈ બનાવવાથી પગનો દુખાવો પણ થતો હોય છે.
👉 જો તમે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને રસોઈ બનાવો છો તો આંખ, નાક, કાન અને ગળાની તકલીફ થશે. પૂર્વ દિશા તરફ મો રાખીને જ રસોઈ બનાવવી લાભદાયી નીવડે છે. એટલું જ નહીં બને તો વાસ્તુ પ્રમાણે યોગ્ય દિશામાં સૂવું જોઈએ. જેથી અનિદ્રા જેવી કોઈપણ બીમારી સતાવે નહીં.
જો આ વાસ્તુદોષ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.