🦶અત્યારના સમયમાં પૈસો લોકોની મુખ્ય જરૂરિયાત બની ગયો છે. ઘરમાંથી બહાર નીકળો કે તરત પૈસા જોઇતા હોય છે. ગમે તે કામ હોય પૈસા વગર થતું હોતું નથી.
🦶હાલનો સમય એવો છે કે સામાન્ય માણસ માટે ઘર ચલાવવું ઘણું અઘરું થઈ પડે તેમ છે. તેને ગમે તેમ કરીને પૈસા કમાવવા પડે તેમ જ છે.
🦶તેના માટે તમારી કેટલીક ટેવો ધનવૃદ્ધિ થવા પર અસર કરતી હોય છે. કેટલાક કાર્યો એવા હોય છે જેની જાણ ન હોવાથી તેની શુભ અને અશુભ અસર આપણા જીવન પર થતી જોવા મળે છે.
🦶જેના કારણે ઘણી વખત સુખ-સમૃદ્ધિ મળતી હોતી નથી. તેમાંથી એક આદત પગ ધોવાની. ઘરમાં તમે કેટલાક કામ કરો ત્યારે અચૂક પગ ધોવાની ટેવ પાડવી જોઈએ. જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે.
🦶-જ્યારે પણ બહારથી ઘરમાં આવો ત્યારે પગ ધોવા જોઈએ. આ કામ કરવાથી ઘરની બહારની નકારાત્મક ઉર્જા અંદર પ્રવેશી શકશે નહીં. અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
🦶-તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે તેના માટે મંદિરની પૂજા કરો અથવા મંદિરની અંદર જાવ તે પહેલા પગ ધોવા જોઈએ. જેથી માતા લક્ષ્મી તમારા પર રાજી રહેશે.
🦶-દરેક વ્યક્તિ જમવા બેસે ત્યારે હાથ ધોઈને બેસતાં હોય છે. પરંતુ હાથની સાથે પગ પણ ધોવા જોઈએ. જો તમે પગ ધોઈને જમવા બેસશો, તો પાચન સંબંધી મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. જેટલો પગની નીચેનો ભાગ સાફ રહે છે, તેટલી પાચનશક્તિ મજબૂત બનતી હોય છે.
🦶-કેટલાક લોકો એક પગ પર બીજો પગ ઘસતાં હોય છે. તો આ રીતે પગ ધોવા ન જોઈએ. માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાં પણ ભારે નુકસાન થતું હોય છે.
🦶-ઘણાં લોકોને રાત્રીના સમયે ડરાવના સપનાં આવતાં હોય છે. તો સૂતાં પહેલા પગ ધોઈને સુવે તો કોઈપણ પ્રકારનો ડર લાગતો કે સપનાં આવતાં નથી.
🦶-બીજી ખાસ વાત એ પણ છે કે રાત્રે સૂતાં પહેલા અચૂક પગ ધોવા જોઈએ, તેનાથી ઉંઘ સારી આવે છે અને તમારા શરીરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે.
🦶-સવારે જ્યારે કસરત કે યોગા કરવા જાવ તે પહેલાં પણ પગ જરૂર ધોવા જોઈએ. જેથી તમારા શરીરને ફાયદો થાય છે. આટલા કામ કરો ત્યારે પગ ધોવાથી તમારું શરીર તંદુરસ્ત રહે છે. અને માતા લક્ષ્મીની કૃપા તમારા રહેવાથી ધનની કમી વર્તાતી નથી.
જો જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.