ઋતુ પ્રમાણે જે ફાળો આવતા હોય છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થતા હોય છે. એવું જ એક ફળ ઠંડીની ઋતુમાં આવે છે, સિંઘોડા. આ ફળ સ્વાદમાં સારું હોય છે. પરંતુ આ સામાન્ય દેખાતા ફળનું સેવન આપણા માટે અનેક રૂપે ફાયદાકારક હોય છે. સિંઘોડા પૌષ્ટિક તત્વો અને વિટામીનથી ભરપુર હોય છે. સિંઘોડા પાણીમાં થતું ફળ છે. તળાવ નદી વગેરેમાં સિંઘોડાની ખેતી કરવામાં આવે છે. આ સિંઘોડાના ફાયદાની સાથે તેનું સેવન કરવામાં અમુક સાવધાની પણ રાખવાની છે જે તમને અંતમાં જણાવી છે તે પણ જરૂર વાંચજો.
- શરીરમાં શક્તિ પ્રદાન કરે છે
સિંઘોડામાં કાર્બોહાઈડ્રેટની સારી એવી માત્રા હોય છે. 100 ગ્રામ સિંઘોડામાં 115 કેલેરી હોય છે, જે ઓછી ભૂખમાં પર્યાપ્ત ભોજનનું કામ કરે છે. જે શરીરમાં શક્તિ પ્રદાન કરે છે. જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જે આપણને રોગ સામે લડવાની તાકાત પ્રદાન કરે છે. પણ સિંઘોડા કેટલા ખાવા જોઈએ તે નીચે અંતમાં આપેલું છે તે ધ્યાનથી વાંચી લેજો.
- ગળાની ખારાશ દુર થશે અને થાયરોડ રોગમાં લાભદાયી
સિંઘોડામાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે. જે ગળાની ખારાશ અને કફ વગેરે દુર કરવામાં ખુબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત શરદી ઉધરસમાં પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. માટે ઠંડીની ઋતુમાં શરદી ઉધરસ માટે સિંઘોડા વરદાન સ્વરૂપ સાબિત થાય છે. સિંઘોડાના લોટને દૂધમાં મિક્સ કરી તેનું સેવન કરવાથી ગાળાની દરેક સમસ્યામાં રાહત મળે છે. સિંઘોડામાં રહેલ અયોડીન, મેગ્નીઝ જેવા મિનરલ્સ થાયરોડ જેવા રોગને અટકાવવા ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.
- ગર્ભવતી મહિલાઓ માટે
ગર્ભવતી મહિલાઓએ દૂધ સાથે સિંઘોડાનું સેવન કરવું જોઈએ. સિંઘોડાનું સેવન જો ગર્ભવતી મહિલાઓ કરે છે તો લ્યુકોરિયા નામની બીમારી હોય તો તે પણ દુર થઇ જાય છે. આ ઉપરાંત જે મહિલાઓને ગર્ભ ન રેહતો હોય એટલે કે ગર્ભવતી થયા બાદ ગર્ભપાત થઇ જતું હોય તેવી મહિલાઓએ સિંઘોડાનું સેવન કરવું જોઈએ. સિંઘોડાના સેવનથી ભ્રુણને પોષણ મળે છે અને માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
- પેટની સમસ્યા દુર કરે છે
સિંઘોડાના સેવનથી પેટની સમસ્યાઓ જેવી કે ગેસ, એસોડીટી,અપચો વગેરે જેવી સમસ્યા દુર થાય છે. પેટ સંબંધી સમસ્યા માટે સિંઘોડા એક રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત જે લોકોના આંતરડામાં આંતરિક ગરમી હોય છે. તો તેવા લોકોએ સિંઘોડાનું ખાસ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત પિત્ત તેમજ કબજીયાત જેવી સમસ્યાથી સિંઘોડા છુટકારો અપાવે છે.
- વાળ માટે
સિંઘોડાના સેવનથી સ્વાસ્થ્ય તો સારું રહે છે પરંતુ સિંઘોડા વાળને પણ સુંદર બનાવે છે. સિંઘોડામાં રહેલા તત્વો વાળને ખરાબ થતા અટકાવે છે. સિંઘોડાના સેવનથી વાળ મજબુત બને છે આ ઉપરાંત સિંઘોડાના સેવનથી દરેક પ્રકારનું પોષણ મળે છે. જેનાથી વાળ કાળા, લાંબા અને મજવુત બને છે.
- અનિંદ્રાની સમસ્યા દુર કરવી
સિંઘોડામાં પોલીફેનોલીક, ફ્લેવેનોઈડ અને એન્ટીઓક્સીડન્ટ રહેલા છે. આ ઉપરાંત આ એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીકેન્સર ગુણોથી ભરપુર હોય છે. જે લોકોને અનિંદ્રાની સમસ્યા સતાવે છે તો સિંઘોડાનું સેવન કરવાથી ઊંઘ ન આવવાની સમસ્યા દુર થાય છે.
- ત્વચા માટે
સિંઘોડા જે રીતે સ્વાસ્થ્ય અને વાળ માટે ફાયદાકારક હોય છે તેવી જ રીતે તે આપણી ત્વચા માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. સિંઘોડાનું સેવન કરવાથી આપણા શરીરમાંથી વિષેલા તત્વો બહાર નીકળે છે માટે શરીરમાં રહેલી ગંદકી દુર થવાથી ત્વચા ચમકવા લાગે છે. મોંઘા બ્યુટીપાર્લરમા જવાનો ખર્ચો પણ બચે છે.
- ખંજવાળની સમસ્યા દુર કરે છે
ખંજવાળની સમસ્યા માટે પણ સિંઘોડા ખુબ જ સારો ઉપચાર છે. ખંજવાળની સમસ્યામાં સુકેલા સિંઘોડાને ઘસીને તેમાં લીંબુ મિક્સ કરવું. ત્યાર બાદ તે મિશ્રણને દાદ ખંજવાળની જગ્ય્યાએ લગાવવું. આ ઉપચારથી ખંજવાળમાં મળે છે. એક વાતની નોંધ લેવી કે તમે જયારે આ મિશ્રણ લગાવશો ત્યારે તમને શરૂઆતમાં બળતરા થશે ત્યાર બાદ ઠંડક મળશે.
- સિંઘોડાનું સેવન કરતી વખતે આ ખાસ ધ્યાન રાખવું.
સિંઘોડાનું વધુ પડતું સેવન કરવાથી નુકશાન થાય છે. વધારે માત્રામાં સિંઘોડાનું સેવન કરવાથી પાચનતંત્ર બગડવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ક્યારેય સિંઘોડાના સેવન બાદ પાણી ન પીવું જોઈએ. કારણ કે તેવું કરવાથી શરદી ઉધરસની સમસ્યા થાય છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ બાદ સિંઘોડાનું સેવન કરવું જોઈએ. કેમ કે, અમુક મહિલાઓને આનું સેવન નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે. સિંઘોડા કેટલા ખાવા જોઈએ તે તમારી તાસીર પર આધાર રાખે છે. પણ ક્યારેય પેટ ભરીને સિંઘોડા ના ખાવા. સામાન્ય રીતે 2-5 સિંઘોડા ખાવ તો પણ યોગ્ય જ કહેવાય.
આવી જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. તેમજ આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.