મહાભારતમાં પાંડવ ભાઈઓની અને કૌરવોની વાત આવે છે. તેમાં કૌરવો કરતાં પાંડવો વધારે બળવાન માનવામાં આવતા હતા. તે ભલે પાંચ હતા, પરંતુ તેમની પાસે પાંચસો લોકો જેટલું બળ હતું. સો કૌરવોને તેમણે યુદ્ધમાં પાછા પાડ્યા હતા. એ વાત સૌ કોઈ જાણે છે. પાંચ પાંડવોમાં દુર્યોધન, ભિમ, અર્જુન, નકુલ અને સૌથી નાનો ભાઈ તે સહદેવ. આ બધાની પાસે અલગ અલગ પ્રકારની શક્તિ હતી. તેમાં ખાસ કરીને સહદેવ પાસે જે શક્તિ હતી તેને આપણે સિક્સ્થ સેન્સ કહીએ છીએ.
સહદેવને ત્રિકાળ જ્ઞાની માનવામાં આવતો હતો. તેને ભવિષ્યમાં કઈ ઘટના બનવાની છે તેની જાણ થઈ જતી હતી. એવી જ રીતે ઘણા માણસો પાસે સિક્સ્થ સેન્સ હોય છે. ભગવાને આપણને પાંચ ઇન્દ્રિયો આપી છે. આંખ, કાન, નાક, જીભ, અને તેમાં ત્વચાનો સમાવેશ થાય છે. તે સિવાય પણ એક વધારાની ઇન્દ્રિ હોય તેને આપણે છઠ્ઠી ઇન્દ્રિ. એટલે કે સિક્સ્થ સેન્સ કહીએ છીએ. જે આપણને દેખાતી હોતી નથી. પણ તેનો ભાસ અહેસાસ આપણને થતો હોય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરેક માણસની અંદર આ ઈન્દ્રિય હોય છે અને તે શરીરની માનસિક ચેતના સાથે જોડાયેલી હોય છે. તેનાથી માણસને ભવિષ્યમાં જે પણ ઘટના બને છે તેનો પૂર્વાભાસ એટલે કે આભાસ થઈ જતો હોય છે. સપનું આવવું કે બીજા કોઈપણ સંકેત દ્વારા તેમને જાણ થતી હોય છે. સિક્સ્થ સેન્સ વિશે આપણે વાંચ્યું હશે, સાંભળ્યું હશે વગેરે વગેરે. હવે તે શરૂ છે તે કેવી રીતે જાગૃત થાય છે તેના વિશે માહિતી મેળવીએ.
- શરીરમાં આ જગ્યા પર હોય છે છઠ્ઠી ઇન્દ્રિય-
છઠ્ઠી ઇન્દ્રિય વિશે ઘણી વાતો સાંભળી હશે પણ તે ક્યાં હોય છે તે કોઈ જાણતું નથી. તો આજે તમને જણાવીએ કે છઠ્ઠી ઇન્દ્રિય કપાળની નીચે એક નાનકડું છીદ્ર જેવું હોય છે. જ્યાંથી સુષુમ્ના નાડી કરોડરજ્જુથી થઈને મુળાધાર સુધી જાય છે. આ સુષુમ્ના નાડી સાત ચક્રો અને છઠ્ઠી ઇન્દ્રિયનું કેન્દ્ર ગણવામાં આવે છે. છઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરવી હોય તો ઘણી રીતે કરી શકાય છે. જે કોઈ વ્યક્તિ પાસે આ ઇન્દ્રિય જાગૃત થઈ તે ભવિષ્યમાં જે થવાનું હોય તે સરળતાથી જાણી લે છે. તેવી શક્તિ તેની પાસે આવી જાય છે.
- જ્યારે છઠ્ઠી ઇન્દ્રિય સચેત થાય છે ત્યારે તમારી સાથે શું શું થાય છે તે જાણો.
છઠ્ઠી ઇન્દ્રિ પૂર્વાભાસ સાથે જોડાયેલી હોય છે. તે જ્યારે જાગૃત થાય છે. ત્યારે માણસને ભવિષ્યમાં શું થવાનું છે તેની જાણ થતી હોય છે. ઘણી વખત તો અવું પણ બનતું હોય છે કે માઇલો દૂર કોઈ વ્યકિત બેઠી હોય અને તે શું વાત કરી રહી છે તે સાંભળે અથવા સામેની વ્યક્તિના મનમાં શું ગડમથલ થઈ રહી છે તે સહેલાઈથી આપણને કહે છે.
છઠ્ઠી ઇન્દ્રિ જે માણસ પાસે હોય છે તે નકારાત્મક શક્તિને સારી રીતે સમજી અને અનુભવી શકે છે. કેમ કે તે ઇન્દ્રિ જાગૃત થવા પર વ્યક્તિનું મગજ દસ ગણું વધુ કામ કરતું થઈ જાય છે. જો કોઈ વ્યક્તિની છઠ્ઠી ઇન્દ્રિય પૂર્ણ રૂપથી જાગૃત થઈ જાય તો સંસારમાં તેનાથી કશું છુપું રહી શકતું નથી. તેવા વ્યક્તિમાં અનંત શક્તિ આવી જાય છે.
- છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવાની પધ્ધતિ નીચે મુજબ છે તેમાથી તમે કોઈ પણ પધ્ધતિ અપનાવી શકો છો.
મૌન ક્ષમતા દ્વારા- મૌનને સૌથી મોટું શસ્ત્ર માનવામાં આવે છે. આ રીતે છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવા માટે પણ મૌન જરૂરી છે. મૌનથી મનની ક્ષમતાનો વિકાસ થાય છે અને તેનાથી આપણને જે ઘટના બનવાની છે તેનો આભાસ થવા લાગે છે. મૌનની ક્ષમતાથી પૂર્વાભાસમાં જે ઘટના બને તેની પહેલેથી જાણ થઈ છે. એટલે સમજી લેવું કે સિક્સ્થ સેન્સ જાગૃત થઈ રહી છે.
ધ્યાન દ્વારા- બંને ભ્રમરોની વચ્ચે નિયમિતરૂપથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એવામાં આજ્ઞા ચક્ર જાગૃત થવા લાગે છે. જેને આપણે સિક્સ્થ સેન્સનો વિકાસ થાય છે. જો તમે દરરોજ 30થી 40 મિનિટ સુધી આવી રીતે ધ્યાન કેન્દ્રિત કરો તો છઠ્ઠી ઇન્દ્રિય જરૂર જાગૃત કરી શકો. શરૂઆતમાં ધ્યાન ઓછો સમય કરી શકો તો પણ ચાલે ધીમે ધીમે અભ્યાસ વધારતા જાવ.
ત્રાટક દ્વારા- આ એક અલગ પ્રકારની રીત છે. જે દરેક વ્યક્તિ કરી શકતું નથી. ઘણા વ્યક્તિ આંખનો પલકારો માર્યા વગર કોઈ વસ્તુ જેમ કે બિંદુ, મીણબત્તી અથવા તો કોઈ દીવો કર્યો હોય તેની સામે આંખનો પલકારો માર્યા વગર થોડો સમય જોઈ શકે છે. અને થોડા સમય સુધી તે વસ્તુની આંખો બંધ કરી શકે છે.. આમ કરવાથી તમારી એકાગ્રતામાં વધારો થશે અને આ ક્રિયા કરવાથી છઠ્ઠી ઇન્દ્રિય પણ જાગૃત થશે. ઘણા લોકોને તરત જ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થતી નથી હોતી, સમય જતાં ધીમેધીમે તે જાગૃત થવા લાગે છે.
પ્રાણાયામ- શરીરમાં માનસિક બીમારી થઈ હોય તો આપણે પહેલા પ્રાણાયામ અને યોગ દ્રારા તેને દૂર કરવાની કોશિશ કરીએ છીએ. કેમ કે પ્રાણાયામથી ઘણાં રોગો દૂર થાય છે. મનની શાંતિ મળે છે. અને તે મોટાભાગના લોકો જાણતા પણ હશે. આ રીતે છઠ્ઠી ઇન્દ્રિ જાગૃત કરવા માટે પ્રાણાયામ મદદરૂપ થાય છે. પ્રાણાયામથી સુષુમ્ના નાડીને સક્રિય કરી છઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરી શકાય છે. કહેવાય છે કે જ્યારે નાકના બંને સવાર ચાલવા લાગે છે ત્યારે સમજી જવું કે તમારી પાસે છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઈ ગઈ છે.
ઉપરના બધા અભ્યાસની વધુ જીણી વિગત તમે યુ ટ્યુબ અથવા કોઈ અનુભવી ગુરુ પાસેથી પણ મેળવી શકો છો. તેમજ ઉપરના માથી કોઈ એક રસ્તો પસંદ કરો અને તેમાં આગળ વધો. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરી ને અમને જણાવો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, ..