🤲શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શરીરને બધી રીતે ફિટ રાખવા માટે આપણે પોષણ યુક્ત આહારનું સેવન કરીએ છીએ. તેવી જ રીતે હાથ પગની પણ માવજત કરવી જરૂરી બની રહે છે. તેમાં ખાસ કરીને ઘણી ગૃહિણીઓના હાથની ત્વચા રફ થઈ જતી હોય છે. જે તેને પોતાને જોવી ગમતી હોતી નથી. ઘણી વખત તેમના પતિ હાથ જુવે તો કહેતા હોય છે. બહુ રફ થઈ ગયા તો આ રફ, રૂખી, સૂકી સ્કીનને મુલાયમ બનાવવા માટે તમારે ઘરે કેટલાક ઉપાય કરવાના છે.
🤲દરેક મહિલા ઘરના કામમાંથી નવરી પડતી હોતી નથી. ઘણી વખત એવું પણ બને છે કે ડિશ વોશર, પાઉડર કે અન્ય વસ્તુના ઉપયોગના કારણે શિયાળામાં તેમના હાથ વધારે રફ થઈ જાય છે. તેના પર વધારે ધ્યાન ન આપવામાં આવે તો નુકસાન પહોંચે છે. એટલા માટે તમને એક એવો ઉપાય જણાવીએ જેનાથી તમારી હાથની સ્કીન સોફ્ટ અને સુંદર બનશે.
🤲દિવસે દિવસે રફ અને સૂકી ત્વચા પર લોશન કે ઓઇલ લગાવવામાં આવે તો પણ કોઈ પ્રકારનો ફાયદો થતો હોતો નથી. તો તમારા આ રફ હાથને સોફ્ટ બનાવવા માટેનો ઉપાય આ રહ્યો.
🤲સ્કીન ડ્રાય રહેવાનું કારણ- દરેકને એટલી ખબર હોય છે કે સ્કીન વધારે સમય પાણીમાં કામ કરવાના કારણે રફ થઈ જાય છે. ઘણાને એવો પણ વિચાર આવે કે નવા નવા ક્રિમ, લોશન, કે ઓઇલ લગાવવાથીસ્કીન સોફ્ટ રહે છ. પરંતુ તેમની આ જાણકારી અધૂરી છે એમ સમજવું, કેમ કે હાથ પર ક્રિમ કે લોશન લગાવ્યા બાદ હાથની સ્કીન પર અવશોષણ સારી રીતે થતું હોતું નથી. એટલે કે જે અંદરથી નમી મળવી જોઈએ તે મળતી હોતી નથી. જેના લીધે હાથ પર ક્રિમ કે લોશન લગાવીએ ત્યારે બરાબર લાગે છે, પરંતુ જેવો હાથ પાણીમાં જાય કે ઉપરથી તેની ચીકાશ નીકળી જતી હોય છે. અને અંતે સ્કીન રફ થતી જાય છે.
🤲કેવી રીતે કરશો સમાધાન- જો તમારી પત્નીના હાથ વધારે સોફ્ટ અને સુંદર દેખાય તે માટે તમારે થોડી મહેનત કરવી પડશે. જે પણ ઓઈલ કે લોશન છે તે અંદર સુધી પહોંચે તે રીતે માલિશ કરવી. અને બને તો લોશન કે ક્રિમની જગ્યા એ તેલની માલિશ કરવી. જેતુનનું તેલ, કેસ્ટર તેલ અથવા એરંડાનું તેલ, સરસવનું તેલ જેવા ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ.
🤲જ્યારે પણ તમને હાથ વધારે રફ દેખાવા લાગે તરત ઓઇલની મસાજ કરવા લાગો તે વધારે અસરકારક નીવડશે. ખાસ કરીને પોતાના કરતાં આ મસાજ બીજા દ્વારા કરવામાં આવે તો વધારે સારું રહેશે.
🤲કયો સમય બેસ્ટ છે- જો તમે હાથમાં તેલની માલિશ કરો છો તો બે કલાક સુધી પાણીમાં જરાપણ હાથ ન નાખવો. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ દિવસે પાણીમાં થોડો તો હાથ જાય જ. એટલા માટે રોજ રાત્રે સૂવાના 20 મિનિટ પહેલાં તમારી પત્નીને હાથની માલિશ કરી આપવી. બંને હાથમાં 10-10 મિનિટ માલિશ કરવી. પાણીનું જે પણ કામ હોય તમારે પહેલા કરી નાખવું. માલિશ કર્યાના થોડા સમય બાદ સુઈ જવું. 5થી 7 દિવસમાં તમારા હાથમાં ફેરફાર થતો દેખાશે.
🤲જો તમારી પત્નીને તમે કોઈ લોશન કે ક્રિમ શિયાળામાં ગિફ્ટ કરશો તો તેને વધારે ગમશે. સૌથી વધારે તો તમે આપેલું ક્રિમ તમારા જ હાથે મસાજ કરી આપશો તો સોને પે સુહાગા બની જશે.
જો આ હાથ સુંદર બનાવવાની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.