🚗 કીડીઓનું નાક સૌથી સતેજ હોય છે તેને ખોરાકના નાના એવા કણની પણ સુગંધ આવી જાય છે. ઘણીવાર આપણે મોટરકારમાં કોઈ નાસ્તો કરતાં હોઈએ અને તે ભૂલથી કારની સીટ પર કે નીચે પડતાં ઘણીવાર કિડીઓ કે બીજી કોઈ જીવાત પણ અંદર આવી જાય છે અને પછી તે આપણને હેરાન પરેશાન કરે છે. તો આવી કિડાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકાય ચાલો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીએ કે જે તમારી કારની મુસાફરી સરળ બનાવી દે.
🚗 કારમાં કિડીઓ કેવી રીતે પ્રવેશે છે : મોટા ભાગે આપણે કારમાં બેઠા-બેઠા જે નાસ્તો કરીએ તેના કણોની સુગંધ ગાડીમાં હોય છે. અને આપણે કોઈ પણ સ્થાને ગાડીને પાર્ક કરીએ એટલે સુગંધ તેને ગાડી તરફ આકર્ષે છે અને તે તુરંત જ ગાડીમાં પ્રવેશે છે. ગાડીમાં તે જુદી-જુદી જગ્યા જેવી કે કારના ખાંચાઓ અને કાર્પેટ વગેરેની નીચે ખોરાકના કણો લઈને તે ત્યાં પોતાનું સ્થાન બનાવે છે. આ રીતે કિડીઓ મોટરકારમાં પ્રવેશે છે.
🚗 કિડીઓને કારમાં આવતી અટકાવવા માટે શું કરવું જોઈએ : કીડીઓનાં ત્રાસથી બચવા માટે આપણે કેટલીક તકેદારી ખૂબ જ જરૂરી છે. જેમ કે જ્યારે પણ આપણે કારમાં કોઈ પણ પ્રકારનો નાસ્તો કરીએ એટલે તેના તમામ પ્રકારના રેપર કારની બહાર જ ફેકવા જોઈએ. જો નાસ્તા દરમ્યાન કોઈ ખોરાક ગાડીમાં નીચે પડ્યો છે તો તેને સારી રીતે ભરીને કારની બહાર કરો.
🚗 કારના સીટ કવર અને કાર્પેટને થોડા- થોડા સમયે વોશ કરતાં રહો. કારની સાવરણી અને ડસ્ટ પેન નો ઉપયોગ કરીને બચેલા ખોરાકના ટુકડાને, ધૂળ-માટીને, કીડીઓનાં ઇંડાને વગેરેને કાર્પેટની નીચેથી સારી રીતે સાફ કરો.વેક્યૂમ ક્લીનર જેવા સાધનની મદદથી તમે કારના ખૂણે-ખૂણે થી ખોરાક અને તમામ પ્રકારની ગંદકી દૂર કરી શકો છો.
🚗 કારની અને તેના વ્હિલની સફાઇ : તમારે તમારી કારને કિડીઓ અને બીજી જીવાતથી બચાવવા માટે કારની બહારની સફાઇ પણ ખૂબ જ જરૂરી છે. કારના વ્હિલને બરાબર સાફ કરો. કેમ કે આ વ્હિલ દ્વારા જ કિડીઓ કારની અંદર એન્ટર થાય છે. બ્રેક પેડ સિવાય કારના વ્હિલ અને મેંગ પર જંતુનાશક દવાનો છંટકાવ કરો. આ દવા કિડીઓને કારમાં પ્રવેશતા અટકાવે છે.
🚗 હોમ મેડ ક્લીનર : તમે કિડીને અટકાવવા માટે ઘરે જ જંતુનાશક બનાવી શકો છો. તેના માટે અડધો લિટર પાણીમા 2 કપ ડિશ વોશ લિક્વિડ અને બે મોટી ચમચી જેટલું મીઠું નાખીને બરાબર મીક્ષ કરો. આ મિશ્રણમાં વધારે ફીણ ના થાય તેના માટે ધ્યાન રાખો કે ધીમે હલાવો. હવે તેને એક સ્પ્રેમાં ભરો. આ સ્પ્રે તમારે કારના ઇન્ટિરિયલ પર કરીને તેને સાફ કરવાનું છે. આ સિવાય તમે સંતરાના તેલ દ્વારા પણ કિડીઓને ભગાવી શકો છો. સંતરામાં ડી-લીમોનેન હોય છે જે પોતાની તીવ્ર ગંધને કારણે જંતુને દૂર રાખવા માટે સક્ષમ છે.
🚗 અન્ય તેલ : જેવી રીતે આપણે નારંગી તેલ વાપરીએ તેમ ચાના વૃક્ષનું તેલ, લીંબુ તેલ અને લવિંગનું તેલ પણ વાપરી શકાય છે. આ તમામ તેલ કિડીઓ માટે ઝેરી છે જેની સ્મેલ માત્રથી કીડી કે અન્ય જીવજંતુ તેની નજીક આવતા નથી અને આ તેલનો છંટકાવ કરવાથી તમારી ગાડીમાં એક સુંદર મહેક પણ પ્રસરી જશે અને કિડીનો ત્રાસ પણ દૂર થશે.
🚗 તમારું પોતાનું DYI તેલ પણ કીડી ભાગવવા માટે ઉપયોગી તેના માટે 1 કપ પાણીને ઉકાળીને તેમાં અ ચમચી લિક્વિડ ડિશ ડિટર્જન્ટ ઉમેરો હવે તેમાં ટી ટ્રી ઓઇલના 4 થી 6 ટીપાં ઉમેરો તેને બરાબર હલાવીને એક સ્પ્રેમાં ભરો. આજે સ્પ્રે છે તેને ગાડીમાં છાંટીને ગાડીને બરાબર સાફ કરો. આ ટ્રિક ખૂબ જ કારગત છે. તેના વડે કિડીઓ થોડી જ મિનિટમાં પલાયન કરે છે. આ તમામ ટ્રિક તમને ખૂબ જ ઉપયોગી બને તેવી છે, આમ તમે કિડીઓથી છુટકારો મેળવી શકો છો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.