👉 આપણાં ઘરની શોભા વધારવા આપણે ઘરમાં ફર્નિચર, બારી-બારણાંને અલગ-અલગ ડિઝાઇનથી ક્રિએટ કરાવતા હોય છે. જેથી ઘરની સુંદરતામાં વધારો થાય છે. પરંતુ આપણાં ઘરમાં અમુક જીવ-જંતુ પણ આવી જતા હોય છે. જે ઘણું નુકશાન કરી નાખે છે. જેમાં ગરોળી અને ઉંદર જેવા જીવોને તો આપણે દવાઓથી દૂર કરી નાખતા હોય છીએ.
👉 પરંતુ ઘરના ફર્નિચર અથવા બારી-બારણાંમાં ઊધઈ થઈ જતી હોય છે. જેને આપણે લાખ કોશિશ કર્યા બાદ પણ તે દૂર થતી નથી. પરિણામે ઊધઈ આપણાં ફર્નિચરને અંદરથી ખોખલું કરી નાખે છે. જેથી તેનું આયુષ્ય ઘટી જાય છે. ઉપરાંત તેનો દેખાવ પણ ખરાબ થઈ જાય છે. આજે અમે તમારા માટે એવા ઉપાયો લઈને આવ્યા છીએ. કે, જે ઊધઈ તમારા ઘરમાંથી હંમેશા માટે દૂર કરી દેશે. તો આવો જાણીએ આ ઉપાયો વિશે.
👉 ઊધઈને દૂર કરવાના કારગર ઉપાયો :-
👉 બોરિક એસીડ :- બોરિક એસિડ જીવ-જંતુના નાશ અથવા તેને દૂર ભાગવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અમુક જંતુનાશક પ્રોડક્ટ્સમાં પણ બોરિક એસિડનો ઉપયોગ થયેલો હોય છે. તેથી જંતુઓ સામે બોરિક એસિડ પ્રતીકાત્મક અસર કરે છે. જે જગ્યાએ ઘરમાં ઊધઈનો વધારે ત્રાસ હોય ત્યાં તમે બોરિક એસિડને છાંટીદો. આ એવું કેમિકલ છે કે, જંતુઓના નર્વસ સિસ્ટમ પર સીધો અટેક કરે છે. જેથી તેને પેરાલીસીસ જેવી સમસ્યા આવી જાય છે. તેથી તે ઘરમાંથી દૂર થાય છે અથવા તો તે મરી જાય છે. આ ઉપાય તમારે ઊધઈ ઘરમાંથી દૂર થઈ જાય ત્યાં સુધી કરવાનો રહેશે.
👉વિનેગર :- ઘરના ફર્નિચર અથવા અન્ય વસ્તુ પર થયેલ ઊધઈને વિનેગરનો ઉપાય હંમેશા માટે દૂર કરે છે. આ ઉપાય કરવા માટે તમારે એક પાત્રમાં પાણી અને તેની સાથે વિનેગર મિક્સ કરી અને ઘરમાં જ્યાં ઊધઈ છે ત્યાં તેનો છંટકાવ કરવાથી તે દૂર થઈ જાય છે. તમે વિનેગર સાથે લીંબુના રસને પણ ઉપયોગમાં લઈ શકો છો.
👉 આ ઉપાય તમે 2 દિવસ કરશો એટલે ઊધઈ દૂર થઈ જશે. પરંતુ તે ફરી પાછી ન આવે તેના માટે તમારે 2 દિવસ ફરી આ ઉપાય કરતો રહેવો જોશે. જેથી તમારા ઘરમાં ઊધઈની સમસ્યા ફરી ક્યારેય નહીં આવે. આ ઉપાય તમે ઓછા ખર્ચે કરી શકો છો. ઉપરાંત માનવ શરીરને આ ઉપાયથી કોઈ પણ જાતનું નુકશાન થતું નથી.
👉 મીઠું :- આપણે બધાં મીઠાનો ઉપયોગ રસોઈને સ્વાદ આપવા માટે કરતાં હોઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે, મીઠું એક જંતુનાશક તરીકે પણ કામ આવે છે. મીઠાના ઉપયોગથી ઘરમાં રહેલી ઊધઈ આસાનીથી દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાં માટે તમારે મીઠાને લઈ અને જ્યાં વધારે ઊધઈ થતી હોય ત્યાં મીઠાનો છંટકાવ કરવાનો રહેશે. આ ઉપાયથી ઘરમાંથી ઊધઈ નાબૂદ થઈ જશે.
👉 કારેલાનો રસ :- કારેલાંના રસથી પણ ઊધઈ ભાગી જાય છે. કારણ કે, કારેલાંની પ્રકૃતિ કડવા સ્વાદની હોય છે. તેથી ઊધઈને આ પસંદ આવતું નથી તેથી ઊધઈ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવા માટે તમારે કારેલાનો રસ કાઢી અને જ્યાં વધારે ઊધઈ થાય છે. ત્યાં આ રસનો છંટકાવ કરવો. આ ઉપાયથી ઊધઈ આસાનીથી ઘરમાંથી ભાગી જશે અને તમને વધારે મુશ્કેલી પણ નહીં થાય.
👉 લીમડાનું તેલ :- આપણાં આયુર્વેદમાં લીમડાના અનેકો ફાયદા દર્શાવામાં આવ્યા છે. લીમડો આપણાં સ્વાસ્થ્ય માટે જેટલો ફાયદાકારક છે. એટલું જ જંતુનાશક તરીકે પણ ખૂબ ઉપયોગી છે. જેમાં લીમડો ઊધઈને દૂર કરવા માટે પ્રબળ ઉપાય છે. આ ઉપાય કરવા માટે તમારે ઘરમાં જે જગ્યાએ ઊધઈનો ત્રાસ સૌથી વધારે છે તે જગ્યાએ લીમડાના તેલ ને લેગાવી લેવું. જેથી ઊધઈ આ તેલને પોતાનો ખોરાક માનીને સેવન કરશે. જેથી ઊધઈ તેના સેવનથી મરી જશે અને તમારા ઘરમાં ઊધઈથી થતી સમસ્યા નાબૂદ થઈ જશે.
👉 તો મિત્રો, આ રીતે તમે ઝેરી અને માનવ શરીરને નુકશાનકારક તત્વોના ઉપયોગ વગર કુદરતી વસ્તુથી ઊધઈને તમારા ઘરમાંથી દૂર કરી શકો છો. એ પણ માત્ર 2 અથવા 3 દિવસોમાં, આ ઉપાય કરવા માટે જોઈતી સામગ્રી પણ તમને તમારા ઘરમા આસાનીથી મળી રહશે. જેથી તમને તેના માટે પણ કોઈ વધારે ખર્ચ કરવો નહીં પડે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.