💁♀️લગ્ન બાદ આપણે જોઈએ છીએ કે દરેકના જીવનમાં બદલાવ આવતાં હોય છે. તે સ્ત્રી હોય કે પુરુષ નાન-મોટા ફેરફાર દરેકના વ્યક્તિત્વ અને રહેણીકરણીમાં આવવા લાગતા હોય છે. કેમકે લગ્ન કોઈપણ વ્યક્તિને એક અલગ રસ્તે લઈ જાય છે. વ્યક્તિનું લગ્ન જીવન પછી નવા રસ્તા પર ચાલતું હોય છે. પરંતુ સૌથી વધારે ફેરફાર દરેક સ્ત્રીના જીવનમાં આવતો હોય છે.
💁♀️કેમ કે તે પોતાના પિયરમાં રહેતી હતી તેના કરતાં કંઈક અલગ રીતે અહીં રહેવાનું હોય છે. તેમાં ખાસ કરીને તેનું વજન વધવા લાગતું હોય છે. લગ્ન પહેલા પાતળી કમર અને ખૂબસુરત લાગતી કોઈપણ છોકરી લગ્ન પછી અચાનક કમર અને વજન બંનેમાં વધારો થવા લાગે છે. ઘણાં લોકો એવું માનતાં હોય છે કે તેના શરીર પ્રત્યે બેદરકાર થઈ ગઈ છે. કેર સરખી રીતે કરતી નથી વગેરે વગેરે..પરંતુ તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. તો ચાલો એ કારણો પર કરીએ નજર…
💁♀️સ્ટ્રેસમાં વધારો- લગ્ન પહેલા કોઈપણ છોકરી ખુશ રહેતી હોય છે. કેમ કે તેને કોઈ પ્રકારની જવાબદારી હોતી નથી. તે પોતાના લગ્નને લઈને પણ એટલી જ એક્સાઈટેડ હોય છે. પરંતુ લગ્ન બાદ એટલી જ સ્ટ્રેસમાં જીવવા લાગતી હોય છે. કેમ કે તે વહુ તરીકે એક ઘરમાં જાય છે એટલે બધાને ખુશ રાખવા, ઘણી જવાબદારી તેના પર આવી જવી, લાઇફ સ્ટાઈલમાં બદલાવ. ઘણું બધું તેના માટે એક પડકારરૂપ હોય છે. આ બધી વસ્તુના કારણે તેને સ્ટ્રેસ રહેતો હોય છે અને તે સ્ટ્રેસ ઓછો કરવા માટે અનહેલ્ધી ખાવાનું શરૂ કરે છે, જેના લીધે વજન વધવા લાગે છે.
💁♀️મેટાબોલિક રેટ- દરેક મહિલાના શરીરમાં 30 વર્ષ પછી મેટાબોલિક રેટ ઘટવા લાગતો હોય છે. જેના લીધે તે ઓછું ખાય તો પણ વજન વધે છે. આજકાલ લગ્નની ઉંમર 30ની આસપાસ હોય છે. અને તે સમયમાં દરેક સ્ત્રીના જીવનમાં ફેરફાર આવવા લાગે છે. જેથી વજન વધતું એ સામાન્ય બાબત બની જાય છે.
💁♀️વિચારસરણી બદલાવવી- દરેક છોકરી લગ્ન પહેલા સ્લીમ, ફિટ હોય છે. જો વજન વધવા લાગે કે તરત કસરત, યોગ, જિમ કરવા લાગતી હોય છે. ખાણીપીણીમાં પણ વિશેષ ધ્યાન આપે છે. પરંતુ લગ્ન બાદ બધી જ વસ્તુ વિપરીત થવા લાગે છે. તે વિચારે છે કે હવે લગ્ન થઈ ગયા, ફિટનેસ જરૂરી નથી. અને તે પોતાનું જે ડાયેટ અને કસરત કરતી બંધ થઈ જાય છે. જેના કારણે વજન વધવા લાગે છે.
💁♀️પ્રેમ મળવો- નવા પરિવારમાં વહુનું સ્વાગત લોકો હરખ ભેર કરતાં હોય છે. તેના માટે નવી નવી વાનગી, ફંક્શન, પાર્ટી, ફેન્ડ્સ સાથે ફરવા જવું, સગાં-સંબંધીઓના ઘરે જમવા જવું વગેરેને કારણે કોઈપણ છોકરી પોતાના ડાયેટ પર ધ્યાન આપી શકતી નથી અને તે ધીમેધીમે કેરલેસ બનતી જાય છે. જેના લીધે વજન વધે છે. પરિવારના દરેક વ્યક્તિ તેને વધારે જમડાતાં હોય છે, જેના કારણે પણ વજન વધતું હોય છે.
💁♀️ પર્સનલ લાઈફનો આનંદ – સ્ત્રીઓ માટે લગ્ન બાદ પતિનો પ્રેમ પણ મળવા લાગે છે, જેના લીધે ઘણી સ્ત્રીઓ એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ જાય છે, અને મનભરીને તે લાઇફનો આનંદ માણે છે જેના લીધે મન રિલેક્સ થઈ જાય છે, અને બોડીમાં ઘણી વખત આ કારણે પણ તમને શરીર વધતું જોવા મળે છે.
💁♀️ડાયેટમાં બદલાવ- કોઈપણ છોકરી લગ્ન કરીને સાસરે જાય એટલે તે ઘરની રીત પ્રમાણે રહેવાનું શરૂ કરી દેતી હોય છે. એટલું જ નહીં તે રસોઈમાં પણ બધાનું મનપસંદ બનાવવાની કોશિશ કરતી હોય છે. નમકિન, નાસ્તા દરેક વસ્તુ તે ચટપટું બનાવે જેના કારણે તે પણ સાથે અનહેલ્ધી ખાવાનું શરૂ કરે છે. પિયરમાં જેટલું સારી રીતે ડાયેટ ફોલો કરતી હોય છે એટલું સાસરીમાં કરી શકતી નથી.
💁♀️ઘણી વખત તે ઘરનું કામ કરીને એટલી થાકી જાય કે તે પોતાની માટે હેલ્ધી વાનગી બનાવવાનો કંટાળો આવવા લાગે છે. અને અનહેલ્ધી ખાવાના કારણે વજન વધતું જાય છે.
💁♀️જો તમારે લગ્ન પછી પણ સુંદર અને ફિટ રહેવું હોય તો પ્રોપર ડાયેટ ફોલો કરવું અને તમારા શરીરનું લગ્ન પહેલા ધ્યાન રાખતાં હતાં એમ જ ચાલુ રાખવું.
જો આ કાચાં કેળાં વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.