🍋શિયાળાની ઋતુમાં દરેક શાકબાજી સસ્તાં થતાં હોય છે. તેમાં પણ ખાસ કરીને લીલાં શાકભાજી તો એટલા આવતાં હોય છે કે તે ખાવાની મજા પડી જતી હોય છે. તેવી જ રીતે ઉનાળાની સીઝનમાં વધારે ઉપયોગ લીંબુનો થતો હોવા છતાં તે સસ્તાં થતાં નથી, જેથી અમુક લોકો લીંબુને સ્ટોર કરતાં હોય છે.
🍋ઘણાં લોકો રોજ લીંબુનો રસ પીતાં હોવાથી પણ 250 ગ્રામની જગ્યાએ 500 ગ્રામ લેતા હોય છે. પરંતુ ફ્રિઝમાં સ્ટોર કર્યા બાદ થોડા સમયમાં બગડવા લાગતાં હોવાથી આપણને અંતે તો નુકસાન થતું હોય છે.
🍋તમને એવી ટ્રિક જણાવીશું જેનાથી સ્ટોર કરેલા એકપણ લીંબુ બગડશે નહીં અને લાંબા સમય સુધી તાજા રહેશે.તમને 4 ટિપ્સ જણાવીશું, તેમાં એક વસ્તુ લીંબુ સ્ટોર કરતાં પહેલા તમારે દરેક ટિપ્સમાં અપ્લાય કરવાની રહેશે.
🍋લીંબુ ઘરે લાવ્યા બાદ વિનેગરવાળા પાણીથી ધોઈ લેવા અને તેને કોરા કરી નાખવા જોઈએ. પછી નીચે જણાવેલ કોઈપણ ટિપ્સનો ઉપયોગ કરશો તો લીંબુ એક મહિના સુધી પીળા અને રસ પણ ફ્રેશ નીકળશે.
🍋1-લીંબુ ડબ્બામાં ભરો તે પહેલાં તેમાં પેપર કે ટિસ્યૂ પાથરી દેવું પછી બધા લીંબુ ડબ્બામાં ભરી લેવા. પછી તેના પર ફરીથી પેપર કે ટિસ્યૂ પાથરી લેવું. હવે એર ડાઈટ ડબ્બો બંધ કરી દેવો. તમારા લીંબુ એક મહિના સુધી એવા જ રહેશે. તેની છાલ પણ કાળી નહીં પડે.
🍋2-બજારમાંથી વધારે લીંબુ લાવ્યા હોવ અને સ્ટોર કરવાથી બગડવાનો ભય રહેતો હોય તો. તમે બધા લીંબુનો રસ એક વાસણમાં કાઢી લો. પછી તેને આઈસ ટ્રેમાં ભરી લો. હવે આ આઈસ ટ્રેને ફ્રીઝરમાં મૂકો. લીંબુનો રસ જામી જશે જેથી બગડવાનો ડર નહીં રહે. જ્યારે પણ લીંબુના રસનો ઉપયોગ કરવો હોય ત્યારે આઈસ ક્યુબ થોડા સમય પહેલા બહાર કાઢી લો.
🍋3- લીંબુને આગળ જણાવ્યું તે રીતે વિનેગરથી પહેલા ધોઈ નાખવા કોરા કરી. એક ન્યુઝ પેપરમાં પાથરી વ્રેપ કરી લેવા. પછી તે વ્રેપ કરેલા લીંબુને કોરી પોલિથિનમાં ભરી ઉપરથી ગાંઠ વાળી લેવી. હવે આ લીંબુ લાંબો સમય સ્ટોર રહી શકશો. પરંતુ એક વાત યાદ રાખવી કે સ્ટોર કરેલા પેપરને અઠવાડિયા જરૂર બદલવું જોઈએ.
🍋4- એક પેપર લેવું તેમાં લીંબુ વીંટાળી લેવું, ત્યાર બાદ ટિસ્યૂ પેપર લઈ તેમાં ફરી વીંટાળી લેવું જોઈએ. આ રીતે જેટલા પણ લીંબુ લાવ્યા હોવ તે બધા જ વીંટી લેવા. અને એક ડબ્બામાં ભરી લેવા જોઈએ. એક અઠવાડિયા પછી ફરી આ રીતે પેપર કે ટિસ્યૂ પેપર ચેન્જ કરવા.
🍋જેથી લીંબુ બગડશે નહીં. તમારી પાસે ટિસ્યૂ પેપર ન હોય તો માત્ર પેપરથી પણ લીંબુને કવર કરીને સ્ટોર કરી શકો છો. એક મહિના સુધી આ લીંબુ બગડતા નથી, પરંતુ તમે લીંબુ સ્ટોર કરવા માટે જે ડબ્બો લો તે એર ટાઈટ હોવો જરૂરી છે.
જો લીંબુને સાચવવા આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.