💸 આજકાલ દેખાદેખી વધી ગઈ છે, જેના કારણે સામાન્ય માણસ પણ વધુ ખર્ચ કરતો થઈ ગયો છે. બીજી બાજુ મોંઘવારી પણ એટલી હદે વધી રહી છે કે કોઈપણ માણસ તેના બજેટ પ્રમાણે જીવી શકતો નથી. વધુ કમાણી વાળા વ્યક્તિને ક્યારેય મુશ્કેલી પડતી હોતી નથી, પરંતુ ઓછી કમાણીમાં ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે.
💸 તો આજે તમને એવી ટિપ્સ જણાવીશું જેનાથી તમે ઓછા પૈસામાં આરામથી બચત કરી શકશો અને તમારા શોખ પણ પૂરા થઈ શકશે. એક નજર કરીએ ટિપ્સ પર….
💸 કોઈ વસ્તુ શોખ ન બનાવો- અમુક મહિલાને એવો શોખ હોય છે કે થોડો સમય થાય અને તે શોપિંગ ન કરે તો કંઈપણ વસ્તુ લેવાનો નિર્ણય કરે, પરંતુ તેનાથી તમારા પૈસા વેડફાય છે. તમારે ખરેખર કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે જ શોપિંગ કરવી જોઈએ.
💸 સકેંડ હેન્ડ- અત્યારે દેખાદેખીમાં માણસ ગમે તે વસ્તુ ગમે તેટલા પૈસામાં લાવી દેતા હોય છે. તો આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ. સેકન્ડ હેન્ડ વસ્તુ લાવીને પણ તમે જરૂરિયાત પૂરી કરી શકો છો. તો આ રીતે ખરીદી કરશો તો પૈસા બચશે અને તમારી જરૂરિયાત પૂરી પણ થશે.
💸 ખોરાકનો બગાડ- કેટલાક ઘરમાં આપણે જોઈએ છીએ કે જમવાનું એટલું બધું બનાવી દે કે અંતે ફેંકી દેતા હોય છે. તો તેનાથી પણ પૈસાનો બગાડ થતો હોય છે. તે સિવાય જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બહારથી મંગાવાની જગ્યાએ તમે ઘરે થોડું વધારે બનાવો. જેથી તેનો સાંજે નાસ્તા કે સવારે ચા સાથે ખાઈ શકો, અને બને તો ઘરે નમકિન નાસ્તા બનાવવા, જેથી પૈસાનો વ્યય ન થાય અને ઘરનું શુદ્ધ વસ્તુ ખાઈ શકો.
💸 કેશબેક એપ- કેટલીક એપ અત્યારે શોપિંગ કરો તો કેશબેકનું ઓપ્શન આપતી હોય છે. તો તેનો ઉપયોગ વધારે કરવો જોઈએ. ઓછા પૈસામાં તમે આ પ્રકારની એપ યુઝ કરી સરળતાથી પૈસા બચાવી શકો છો.
💸 શોપિંગ માટે સીમા- જ્યારે પણ શોપિંગ કરવા જાવ ત્યારે સમય નક્કી કરવો જરૂરી છે. કારણ કે સમય મર્યાદા નક્કી ન હોવાથી તમે ન કામની વસ્તુ જોવામાં સમય બગાડશો સાથે પૈસાનો પણ વ્યય થશે. એટલે ઘરની બહાર શોપિંગ કરવા નીકળો ત્યારે સમય જરૂર નક્કી કરો.
💸 સેલેરીમાંથી બચાવ- મહિને સેલરી આવે ત્યારે તમે તેનો થોડો ભાગ સાઈડ પર રાખી શકો છો, ઘર ખર્ચ માટે એક બજેટ નક્કી કરો. બાકીના જે પૈસા સાઈડમાં મૂક્યા છે તેને કોઈ બચતમાં મૂકી દો.
💸 ખરીદીનું લિસ્ટ- દર મહિને જે વસ્તુની જરૂર હોય તેનું લિસ્ટ બનાવો. જેથી તમને ખ્યાલ આવશે કે કેટલી વસ્તુ માટે કેટલા પૈસા ખર્ચ થશે. બાકીના પૈસા વધે તેને બાજુ પર રાખો અને પછી થોડા પૈસા વાપરો.
💸 ન્યુ કાર- નવી કાર સૌ કોઈને ગમતી હોય છે અને તેનાથી પૈસા પણ બરબાદ થતા હોય છે. હવે એમ વિચારશો કે નવી કાર તમે ઇએમઆઈ વડે લઈ લેશો, પણ છેવટે પૈસા તો તમારા ખિસ્સામાંથી જતાં હોય છે. તો તેના બદલે જૂની કાર 6 મહિના કે 1 વર્ષ સુધીની લઈ, પૈસા બચાવી શકો છો.
💸 વધુ પૈસા ખર્ચ કરવાથી બચવું- અમુક સમયે એવું પણ બનતું હોય છે કે ઓછા પૈસામાં તમારી મનપસંદ વસ્તુ લાવી શકો છો, તેનાથી તમારા પૈસાનો પણ બચાવ થશે. પરંતુ અમુક વ્યક્તિને મોલ કે મોંઘી દુકાનોનું ઘેલું લાગ્યું હોય છે કે તે વધારે પૈસા ખર્ચ કરીને વસ્તુ લઈ આવતા હોય છે. તો આ ભૂલ ન કરવી ઓછા પૈસામાં વધારે સારી વસ્તુ ખરીદવાનો પ્રયત્ન કરવો.
💸 ફોનનું બિલ- દરેક જણા પાસે પોતાનો પર્સનલ મોબાઈલ હોય છે, જેની ગણતરી કરીએ તો ખ્યાલ આવે કે આપણો અડધો પગાર તો ફોનનું બિલ અને ઇન્ટરનેટમાં જ ખર્ચ થઈ જાય છે. મોબાઈલની કંપની વાળા ઘણા પ્રકારના પ્લાનની સ્કિમ રાખે છે, તેમાં જરૂર હોય તેટલાનો પ્લાન કરાવી પૈસા બચાવવા જોઈએ. આમ તમે ઓછી બચતમાં વધારે પૈસા બચાવી શકશો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.