🌿 દોસ્તો, કોથમીરનો ઉપયોગ આપણે દરેક વાનગીમાં ટેસ્ટ અને ફ્લેવર લાવવા માટે કરવામાં આવે છે. આ કોથમીરનો ઉપયોગ માત્ર સ્વાદમાં જ વધારો નથી કરતી પણ તે એક ઔષધ છે અને તેમાં ઘણા જ ગુણો સમાયેલ છે.
🌿 કોથમીરમાં અનેક એવા તત્વો સમાયેલ છે જે આપણા શરીરને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કોથમીરમાં વિટામિન- એ, પોટેશ્યમ, કેલ્શિયમ, વિટામિન-સી તેમજ મેગ્નેશયમ જેવા ગુણ ભરપૂર માત્રામાં સમાયેલા છે.
🌿 ગુણનો ખજાનો કહી શકાય તેવી કોથમીર વિના રસોઈ સાવ ફિક્કી જ લાગે છે. તે ભોજનને ખૂબ જ સારી રીતે ગાર્નિશ કરી શકે છે. પરંતુ આ કોથમીરને લાંબો સમય સાચવવી મુશ્કેલ છે કેમ કે તેને આપણે ફ્રીજમાં રાખીએ તો પણ તે વધીને 7 દિવસમાં જ ખરાબ થઈ જાય છે તેની સુગંધ અને કલર બને જતાં રહે છે.
🌿 કોથમીરને કેમ લાંબો સમય સુધી ગાર્ડન જેવી તાજી જ રાખી શકાય તે સવાલ દરેક ગૃહિણીનો હોય છે. તો હવે ચિંતા છોડો આજે અમે તમારા માટે એવી સુંદર ટિપ્સ લઈને આવ્યા છીએ કે તમે ઘરે જ કોથમીરને 15 થી 20 દિવસ તાજી અને લીલી રાખી શકશો.
🌿 કોથમીરને લાંબો સમય ફ્રીજમાં કેમ સ્ટોર કરવી : કોથમીરને સ્ટોર કરવા માટે તમારે ટીસ્યુ પેપર અને એરટાઈટ એવું કન્ટેનર આ બે વસ્તુની આવસ્યકતા પડશે તેની મદદથી તમે બે અઠવાડિયા જેવો સમય કોથમીર એકદમ તારો તાજા જ રાખી શકશો. તેના માટે તમારે શું કરવું ?
🌿 સૌથી પહેલા તો તમારે બજારમાંથી લાવેલી કોથમીરને ખૂબ જ સારી રીતે ધોઈ લેવી. હવે કોથમીરને કોટનમાં નાખીને કોરી કરી લો. થોડીવાર પંખા નીચે રાખો અને કોથમીરના જે ખરાબ પાન હોય તેને દૂર કરો વધારાની ડાંડલીને પણ દૂર કરો બાદ જે એકદમ લીલી કોથમીર વધે છે તેને એક કન્ટેનરમાં ટીસ્યુ મૂકીને પછી તેમાં કોથમીરને મૂકો. આ ડબ્બાને તમે લાંબો સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.
🌿 પોલીથીન બેગમાં કોથમીર સ્ટોર કરો : કોથમીરને વધારે સમય સાચવવા માટે તેને પોલીથીન બેગમાં પણ સ્ટોર કરી શકાય છે. કોઈપણ ટિપ્સમાં તમારે કોથમીરને સ્ટોર કરવી છે તો તેનો સૌથી પહેલો સ્ટેપ છે તેને સારી રીતે ધોવી તો અહી પણ તમારે તેને ધોઈને કોરી કરવાની છે બાદ તેને વીણીને ખરાબ પાન દૂર કરવા અને પછી આ કોથમીરને ટીસ્યુમાં સારી રીતે વિટીને તેને પોલીથીન બેગમાં મૂકો બેગને જો જીપ હોય તો તે બંધ કરી લો જો નથી તો બહારની હવા અંદર ના જાય તે રીતે તેને પેક કરીને ફ્રિજમાં મૂકો.
🌿 મલમલના કપડામાં રાખો : કોથમીરને લાંબો સમય સાચવવા માટેની આ રીત પણ એકદમ ઉત્તમ છે. તેને મલમલમાં પણ 15 થી 20 દિવસ સાચવી શકાય છે. તેને પ્રથમ જે સ્ટેપ છે તે મુજબ ધોઈને કોરી કરીને આ ટ્રિકમાં કોથમીરને કાપીને માત્ર પાન જ સ્ટોર કરવાના છે. કોથમીરના પાનને મલમલમાં સારી રીતે વિટી લેવા અને તેને ફ્રીજમાં સ્ટોર કરી દેવા.
🌿 પાણીમાં રાખી શકાય કોથમીરને તરો તાજા : જો તમારે કોથમીરને ફ્રિજ વગર જ સાચવવી છે તો તેને પાણીમાં પણ લાંબો સમય તાજી ને ફ્રેશ રાખી શકાય છે. તેના માટે તમારે તેના મૂળથી થોડા અડધા પાણીમાં રાખવાની છે. આ રીત એવી છે કે તે મુજબ તમને કોથમીરને જોતાં એવું લાગશે કે જાણે આજે જ તમે તે કોથમીરને ઘરે લાવ્યા છો. તેવી જ તાજી રહે છે. આ રીતે કોથમીરને સાચવવા માટે તમારે તે પાણીને રોજ બદલવાની જરૂર પડી શકે છે. જો તમારે કોથમીરને પાણીની સાથે ફ્રીજમાં રાખવી છે તો પણ રાખી શકાય છે.
જો કોથમીર સ્ટોર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.