💁 દોસ્તો, આપણે કોઈ પણ કપડાંને હંમેશા ચોક્કખા જ પસંદ કરીએ છીએ. તે પછી આપણે રોજ ઉપયોગમાં લેતા હોઈએ કે પછી ક્યારેક જ ઉપયોગમાં લેવાતા હોય. ઘણી વાર જે કપડાં આપણે રોજ વોશ નથી કરતાં તેવા કપડાં વધારે ગંદા અને બદબૂવાળા થઈ જાય છે તેથી તેને વોશ કરવા ઘણા જ મુશ્કેલ થઈ જતાં હોય છે.
💁 આપણે ઓછાડ, ટુવાલ, પડદા, સોફા વગેરેના કવર જેવા કપડાઓને રોજ ધોતાં નથી અને તેથી તેને જ્યારે ધોઈએ ત્યારે ખૂબ જ મહેનત કરવી પડે છે આમ છતાં તેમાં બદબૂ જતી નથી. ટુવાલ એક એવા કપડાં છે જેને આપણે ઉપયોગમાં રોજ લઈએ છીએ પરંતુ તેને 8 કે 10 દિવસે ધોવામાં લઈએ છીએ ત્યારે તેમાંથી બદબૂ દૂર કરવી મુશ્કેલ બને છે તો તેના માટે અમારી પાસે એક સુંદર આઇડિયા છે જે અમે તમારી સાથે શેર કરવા જઇ રહ્યા છીએ તો આ આર્ટિકલને ખૂબ જ ધ્યાનથી પૂર્ણ વાંચો.
💁 વાઈટ વિનેગર, બેકિંગ સોડા અને લીંબુનો રસ : નિત્ય ન ધોવાતા એવા ટુવાલને એકદમ સાફ બનાવવા માટે તમે વાઈટ વિનેગર, બેકિંગ સોડા અને લીંબુના રસને ઉપયોગમાં લઈ શકો છો, તેનાથી ટુવાલ એકદમ સાફ અને કીટાણુ મુક્ત થઈ શકે છે. વીનેગરમાં રહેલ એસિટીક એસિડ તેમજ લીંબુમાં રહેલ એસિડ સૂક્ષ્મ એવા કિટાણુઓને મારવાનું કામ કરે છે. જ્યારે બેકિંગ સોડાનો ઉપયોગ કરીને ટુવાલને સાફ બનાવી શકાય છે.
💁 ટુવાલને સાફ કરવા માટેની યોગ્ય રીત : જો તમે વોશિંગ મશીનનો ઉપયોગ કરવાના છો તો મશીનમાં ટુવાલ અને એક કપ વાઈટ વિનેગર નાખો. જો ટુવાલ વધારે બદબૂ મારે છે તો તેને પહેલા જ ગરમ પાણીમાં પલાળી રાખો. જો ટુવાલ વધારે મેલો છે તો તેની સાથે અન્ય કપડાં ના નાખો.
💁 એક વોશ સાઈકલ પૂર્ણ થયા બાદ પણ ટુવાલને મશીનમાં જ રાખીને તેના પર અડધો કપ બેકિંગ સોડા છાંટો. આમ કરીને તમે ફરી હોટ હોટર વોશ સાઇકલ ચાલુ કરો. આ પછી ટુવાલમાં રહેલા કીટાણુ મારવા માટે યોગ્ય તાપમાન સિલેકટ કરો. આ રીતે જ્યારે તમે ટુવાલને વોશ કરશો એટલે તે કીટાણુ મુક્ત બનશે. અને જો તમારું મશીન વોટર વોશ ફીચર નથી તો તેના માટે તમે અલગ થી જ ગરમ પાણી મિક્સ કરી શકો છો.
💁 આ રીત મુજબ ટુવાલનને વોશ કર્યા પછી તેને ડ્રાયરમાં નાખો અને તેને સૂકવી લો. મશીનની બહાર લઈને તેને થોડીવાર સુર્યના તડકામાં ચોક્કસ સુકાવવો. જેનાથી ટુવાલ એકદમ હળવો અને સાફ લાગશે. આ વાત આપણે મશીન ના વૉશની વાત કરી પરંતુ તે મુજબ જ તમે હાથથી પણ ટુવાલને ધોઈ શકો છો. બસ યાદ એટલું જ રાખવું કે પહેલા એક કપ વિનેગર અને ત્યાર બાદ જ બેકિંગ સોડા ઉપયોગમાં લેવો. આ દરમ્યાન તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો જેની ખૂબ જ સુંદર મહેક ટુવાલમાં આવશે.
💁 ટુવાલને સાફ રાખવા માટે તેને ઉપયોગમાં લઈને તુરંત જ સન લાઇટમાં સુકવવાનું રાખો. બને તો તેને 5 થી 6 દિવસે જ વોશ કરવાનું રાખો. જો તેને આ રીતે થોડા જ દિવસે વોશ કરવામાં આવશે તો તે ઓછો મેલો થવાથી ઝડપથી સાફ થઈ શકશે. આમ જો તમે થોડી કાળજી રાખશો તો તે એકદમ સાફ રહેશે અને તમને તે વાપરવા ગમશે.
💁જો તમારો ટુવાલ સાફ હશે તો તમને સ્કિનને લગતા કોઈ રોગ જ થવાની ક્યારેય તકલીફ ઊભી નહિ થાય. તેથી હંમેશા સાફ ટુવાલ જ વાપરો અને સ્વસ્થ રહો.
જો આ ટુવાલ ધોવાની ટ્રીક વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.