👉 દોસ્તો, આજના લોકોની લાઈફ સ્ટાઈલ એવી છે કે તેમનું વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. આજે લોકોનું જીવન ફાસ્ટ છે પરંતુ તેને કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો પડતો નથી તે પોતાનું દરેક કામ મશીન પાસે જ કરાવે છે. આમ આરામદાયક જીવન હોવાથી વજન વધવાનો પ્રશ્ન દરેક સ્ત્રી પુરુષને સતાવે છે. તેને કેવી રીતે કંટ્રોલ કરવો તે લોકો વિચારે છે. તો આજે અમે તમારા આ પ્રશ્નનું નિરાકરણ લઈને આવ્યા છીએ. તો ચાલો જોઈએ વજનને કેવી રીતે કંટ્રોલ કરી શકાય.
👉 સામાન્ય રીતે જેમ જેમ મનુષ્યની ઉંમર વધે છે તેમ તેનું વજન પણ વધતું જોવા મળે છે. વજન વધવા માટે વિશેષજ્ઞ એવું કહે છે કે જીવનના મધ્ય સુધીમાં શરીરનું મેટાબોલીઝમ ઘટવા લાગે છે. આ જ કારણ છે કે વજન વધવા લાગે છે. આ ઉંમરમાં શ્રમનો અભાવ, અનહેલ્ધી ફૂડનું સેવન વગેરે પણ કારણો છે કે જેના લીધે વજન વધે છે. આ બધા કારણોની વચ્ચે ખૂબ જ જરૂરી છે કે શરીરનું મેટાબોલીઝમ બુસ્ટ રહે.
👉 આ તમામ સવાલોની વચ્ચે એક જ વાત સૌથી મહત્વ પૂર્ણ છે કે આખરે શરીરનું વજન કંટ્રોલ કરવા માટે અને પૂરી એનર્જી મેળવવા માટે શું થઈ શકે. તો આ વાત કદાચ સૌ જાણે જ છે કે શરીરને હેલ્ધી અને ફિટ રાખવા માટે ડાયેટ અને એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. આ આર્ટિકલમાં અમે તમને ખૂબ જ બેસ્ટ એવી વજનને કંટ્રોલ કરવા માટેની 5 ટીપ આપવા જઈ રહ્યા છીએ તો ચાલો જોઈએ એ 5 ટિપ્સ શું છે.
👉 40ની ઉંમર બાદ અપનાવવા જેવી મહત્વની 5 ટિપ્સ :
👉 (1) રૂટિનને વળગી રહો : જો તમે તમારા જીવનમાં નિયમિત હશો તો તમારી હેલ્થ સારી રહેશે. સવારે નિયમિત થોડી કસરત કરો સારો એવો વિટામીન્સ યુક્ત નાસ્તો લો. સવારનો નાસ્તો ખૂબ જ મહત્વ પૂર્ણ હોય છે આ ખોરાક જ તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. માટે નાસ્તામાં નટ્સ અને ફ્રૂટનું વધારે સેવન કરવાનું રાખો. દિવસભર સક્રીયતાથી કાર્ય કરો અને રાત્રે પૂરતી ઊંઘ લો. જો આ મુજબનું રુટીન હશે તો વજન કયારેય નહિ વધે અને તમે હેલ્ધી લાઈફ જીવી શકશો.
👉 (2) મેટાબોલિઝમ વધે તેવો ખોરાક લેવાનું રાખો : શરીરના ઘટતા જતાં મેટાબોલિઝમ માટે ખૂબ જ જરૂરી છે કે તે બુસ્ટ થાય તેવો ખોરાક લઈએ. તેના માટે ગ્રીન ટી ખૂબ જ ઉત્તમ છે. એક રિસર્ચ અનુસાર એવું સામે આવેલું છે કે જો દિવસના 4 થી 5 કપ ગ્રીન ટી પીવામાં આવે તો સિસ્ટોલીક બ્લડ પ્રેશરને અને વજનને ઘટાડવા માટે મદદ કરે છે. ગ્રીન ટી સિવાય તમે માછલી અને મરી પણ લઈ શકો છો તે પણ શરીરની વધારાની ચરબીને બાળીને વજનને કંટ્રોલમાં રાખે છે. માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ છે જે ભૂખને ઘટાડે છે. આ રીતે તમારું મેટાબોલિઝમ બુસ્ટ થવાથી વજન કંટ્રોલમાં રહે છે.
👉 (3) મેટાબોલિઝમ બુસ્ટિંગ માટે પાણી : આ વાત કદાચ તમે નહિ જાણતા હોવ કે શરીરના મેટાબોલિઝમને બુસ્ટ કરવામાં પાણી ખુબ જ મહત્વ ધરાવે છે. જો તમે જમતા પહેલા પાણી પીઓ છો તો તમે ખોરાક પણ થોડો ઓછો લેશો આમ પણ તમારું વજન કંટ્રોલમાં રહે છે. અર્ધો લિટર પાણી પીવાથી 1 કલાક સુધી 25% મેટાબોલિઝમને બુસ્ટ કરી શકાય છે. આ રીતે પૂરતું પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે.
👉 (4) દિવસભર કાર્યરત રહો : જે લોકોનું જીવન ગતિહીન છે તેઓના શરીરમાં ઘણા જ પ્રકારના રોગો ઘર બનાવે છે. માટે જો હેલ્ધી લાઈફ જીવવી છે તો હંમેશા કાર્યરત રહો. પૂરો દિવસ જો આપણે બેઠા બેઠા જ પસાર કરીએ તો શરીર સ્થૂળ થવાનું જ અને તેના કારણે ઘણા દર્દ થવાની સંભાવના વધે છે. શરીરને સુડોળ અને હેલ્ધી બનાવી રાખવા માટે નિયમિત એક્સરસાઈઝ કરો સાથે જો સવાર સાંજ ચાલવાનું રાખો તો તે ખૂબ જ ઉત્તમ છે. તેના કારણે તમારું શરીર ફિટ અને હેલ્ધી રહેશે.
👉 (5) ડોક્ટરના સંપર્કમાં રહો : જો તમે હંમેશા સ્વસ્થ રહેવા માંગો છો તો વર્ષમાં એક વાર ચોક્કસ ડૉક્ટરી ટ્રીટમેન્ટ જરૂરી છે. 40ની ઉંમર બાદ વજન સાથે સાથે બીજી પણ ઘણી તકલીફો ઊભી થતી હોય છે જો તમે ડૉક્ટર પાસે વર્ષમાં એક વાર તપાસ કરવો છો તો જે પણ દર્દ હશે તે થતાં જ તમને તેનો ખ્યાલ આવી જશે અને તેની યોગ્ય સારવાર કરીને તેને દૂર કરી શકાશે.
👉 આ 5 ટ્રિક ફોલો કરીને તમે તમારા વધતાં વજનને કંટ્રોલ કરી શકો છો. સાથે મેટાબોલિઝમને પણ બુસ્ટ કરી શકો છો. આ રીતે તમે 40 બાદ પણ એક હેલ્ધી, ફિટ એવી લાઈફ જીવી શકો છો.
જો આ 40 પછી વજન ઘટાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.