💁♀️ દોસ્તો, મોટા ભાગે મહિલાઓનું વજન તેની ડિલેવરી બાદ ખૂબ જ વધતું હોય છે. અને એકવાર આ વજન વધ્યું એટલે તેને કંટ્રોલ કરવું એ ખૂબ જ મોટી વાત છે. પરંતુ તે નામુમકિન તો નથી જ જો તમે મનથી નક્કી કરો કે વજન ઓછું કરવું જ છે તો તેને માટે કસરત અને ડાયેટ દ્વારા તે કરી શકાય છે.
💁♀️ આજે અમે તમને મહિલાઓ માટે પ્રેરણા બની રહે તેવી પ્રીતિ ચૌધરીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને પોતાની ડિલેવરી બાદ માત્ર એક જ વર્ષમાં 32 કિલો વજન ઓછું કર્યુ.
💁♀️ પ્રીતિ ચૌધરી એક સોફ્ટવેર એન્જિનિયર મહિલા છે. તે એકદમ ફિટ અને હેલ્ધી ફિગરની માલકીન હતી. પરંતુ તેની ડિલેવરી બાદ તેનું વજન ખૂબ જ વધી ગયું. પ્રીતિએ ઘણા લોકોની પાસેથી એવું તો સંભાળયું જ હતું કે ડિલેવરી બાદ વજન વધે છે તેને કંટ્રોલ કરવું ના મુમકિન છે તો પ્રીતિ આવા તમામ લોકોને એક ચેલેન્જ આપતી હોય એ મુજબ તે પોતાનું 32 કિલો વજન એક જ વર્ષમાં ઘટાડીને બતાવે છે.
💁♀️ પ્રીતિએ પોતાનો વજન માત્ર વર્ક આઉટ અને ડાયેટના આધારે જ ઘણું ઓછું કરીને બતાવ્યું એ પોતાના ઉદાહરણ દ્વારા અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડે છે. તો ચાલો જોઈએ કે તેની ડાયેટમાં એવું તે શું છે.
💁♀️ પ્રીતિના જીવનનો ટર્નિંગ પોઈન્ટ : પ્રીતિ જણાવે છે કે પોતે ગર્ભાવસ્થા પહેલા ખૂબ જ ફિટ એન્ડ હેલ્ધી હતી પરંતુ પ્રેગ્નેન્સી બાદ તેનું શરીર ખૂબ જ વધવા લાગે છે અને આ જ તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. તે જાણતી હતી કે ફિટ બોડીના શું લાભ છે અને તેથી તે પ્રેગ્નેન્સી બાદ થોડા જ સમયમાં પોતાનું વજન ઓછું કરવા માટે પ્લાન કરવા લાગી. તે પોતે જ થોડું જાણતી હતી વેઇટ લોસ કરવા માટે સૌથી પહેલા તો ફૂડ કેલેરી ઘટાડવી ખૂબ જ જરૂરી છે અને તેના પર તે પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરે છે.
💁♀️ દિવસ ભરનો પ્રીતિનો ડાયેટ પ્લાન
💁♀️ (1) સવારનો નાસ્તો : રોટલી, ઉપમા કે પૌવા જેવો એકદમ લો કેલેરી નાસ્તાથી તે દિવસની શરૂઆત કરે છે.
💁♀️ (2) બપોરનું ભોજન : રોટલી, દાળ અને છાસ જેવી વસ્તુ લઈને તે બપોરનું ભોજન લે છે. આ સાથે તે એ વાતનો પણ ખ્યાલ રાખે છે કે ક્યારેય પણ ભરપેટ ભોજન ના લેવું.
💁♀️ (3) સાંજનું ભોજન : કોઈ એક લીલોતરી શાક અને રોટલી જ સાંજના ભોજનમાં તે લેતી હતી.
💁♀️ પ્રીતિની ફિટનેસ સિક્રેટ : પ્રીતિએ પોતાના મનથી જ મક્કમતાથી નક્કી કરેલું એટલે એ વર્ક આઉટ માટે 10 હજાર સ્ટેપ ચાલવાની શરૂઆત કરે છે. સાથે તે યોગ પણ કરે છે. આવું તે 6 થી 7 મહિના જેટલો સમય ચાલુ રાખે છે. અને તે બાદ તે પાવર યોગાની સાથે પોતાની ડાયેટમાં આગળ વધે છે.
💁♀️ હવે પોતાની દિલેવરીને દોઢ વર્ષ જેટલો સમય પણ થઈ ચૂક્યો હતો. અને તેથી તે જિમમાં જઈને વેઇટ લિફ્ટ પણ કરે છે. વેઇટ લિફ્ટિંગ સાથે તે જોગિંગ પણ તે કન્ટીન્યુ જ રાખે છે. તે ઓછામાં ઓછું 5 થી 6 કિમી તો દોડે જ છે. પોતાની ફિટનેસને કાયમ બનાવવા માટે તે હંમેશા કેલેરી ઇન્ડેક્ષ પર પૂરું ધ્યાન આપતી રહે છે.
💁♀️ વજન વધારાના કારણે થતી મુશ્કેલીઓ : પ્રીતિ ખુદ જણાવે છે કે ગમે તે હોય પણ વેઇટ વધવાના કારણે તેને ખુદ ને જ ઘણી મુશ્કેલી પડતી હતી. તેનાથી વધારે ચાલવાનું, વધારે કામ કરવાનું જરા પણ થઈ શકતું ના હતું. અને તેને કારણે તેને ખૂબ જ તકલીફ પડતી હતી. એટલું જ નથી પણ પોતાના વજન ના કારણે તેને અમુક ડ્રેસ પણ સુટ થતાં ના હતા. આવી તકલીફનો તેને ઘણો સમય સામનો કરવો પડે છે.
💁♀️ વેઇટ લોસ કરવા લાઈફ સ્ટાઈલમાં શું ફેરફાર કરવા : સૌથી પહેલા જો તમારે તમારો વજન ઓછો કરવો જ છે તો તમારી દિનચર્યામાં તફાવત લાવો. દિવસની શરૂઆત વહેલી પરોઢથી કરો. પૂરા દિવસનું ટાઈમ ટેબલ સવારે જ ગોઠવી દો અને તે મુજબ ચાલો. બને તેટલો ઓછો સમય સોશિયલ મીડિયા પર પસાર કરો.
💁♀️ પ્રીતિ જણાવે છે કે પોતે એક નાનકડા બાળકની માતા છે માટે તેનું રોજનું શિડ્યુઅલ એક સરખું નથી રહેતું અને તેમાં ઘણીવાર ફેરફાર પણ આવી જતાં હોય છે. પરંતુ પોતાના ડાયેટ પ્લાનમાં તે ક્યારેય કોઈ ફેરફાર ચલાવતી નથી.
💁♀️ પ્રીતિ જણાવે છે કે જો તમારે એક એક્ટિવ માઇન્ડ જોઈએ છીએ તો તેને માટે એક હેલ્ધી શરીરની પણ જરૂર છે અને તેના માટે ફિટ એવું બોડી હોવું ખૂબ જ જરૂરી છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.