⏳આત્મહત્યા કે પછી આપઘાત એટલે કોઈ વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક પોતાનો જીવ લેવાની ક્રિયા કે પછી અકુદરતી રીતે પોતે જાતે જ વહોરેલું મૃત્યુ. આત્મહત્યા કરવા માટે લોકો અલગ-અલગ પદ્ધત્તિ આપનવે છે. જેવી કે, ગળે ફાસો લગાવવો, ઝેર પીવું, પાણીમાં ડૂબીને મરવું, બળી જવું વગેરે જેવી રીતોથી લોકો પોતાનો જીવ આપે છે. આપઘાત કરવો એ એક ગુનો છે. આપઘાત કરાવવો કે આપઘાત કરવા માટે કોઈને પ્રેરવું તે પણ ભારતમાં IPCની કલમ 302 મુજબ ફોજદારી ગુનો કહેવાય છે.
⏳આત્મહત્યા શબ્દ જ ખોટો છે, પરંતુ લોકો આ શબ્દ જ બોલે છે. આવા કેસમાં હત્યા તો શરીરની થાય છે, આત્માની હત્યા ક્યારેય થઈ ના શકે. આને આપણે દેહ હત્યા ચોક્કસ કહી શકીએ. ધર્મ અનુસાર અનેક યોની પછી આ માનવનો અવતાર મળે છે. આ જીવનને વ્યર્થ જવા દેવું એ સૌથી મોટી મૂર્ખતા અને આપરાધ છે.
⏳આત્મહત્યા બાદ એ આત્માની સાથે શું થાય છે :આપઘાત કરનાર વ્યક્તિની આત્મા આપણી વચ્ચે જ હોય છે. આ જીવને નથી સ્વર્ગ મળતું કે નથી નર્ક મળતું. આવી પરિસ્થિતિમાં એ આત્મા બંનેની વચ્ચે જ ભટકતી રહે છે. આવું ત્યાં સુધી તેની સાથે થાય છે જયા સુધી તે જીવનું સમયચક્ર પૂર્ણ ના થાય, ત્યાં સુધી તેને કોઈ નિશ્ચિત ઠેકાણું નથી મળતું. અને આ જે સમય હોય છે તે તેને માટે ખૂબ જ કષ્ટદાયી હોય છે.
⏳આપણા જીવનના ચક્રને સમજવું ખૂબ જ જરૂરી છે. જેમ કોઈ ફળ પૂરી રીતે પાકેલું ના હોય ત્યાં સુધી તે ખાવાને લાયક નથી હોતું, ફળ પાકી જાય ત્યારપછી તે વૃક્ષ બનવાની પ્રક્રિયામાં આગળ વધે છે. આવી જ રીતે વ્યક્તિ પણ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને પછી જ મૃત્યુ પામે તો તે જીવની ગતિ સારી રીતે આગળ વધી શકે છે.
⏳શ્રી રામ શર્મા જણાવે છે કે, મૃત્યુ બાદ નવો જન્મ મળે તે પહેલા તેને પોતાનો અધૂરો સમય સૂક્ષ્મ શરીરમાં રહેવું પડે છે. અને જે જીવ અશાંત હોય તેણે ભૂત, પ્રેત બનીને રહેવું પડે છે. આ પ્રકારના આત્મા પોતાના મિત્રો, દુશ્મનો અને પરિવારજનોની વચ્ચે જ તેનું અસ્તિત્વ હોવાના સંકેતો મળે છે. આત્મહત્યા કરનારા જીવને જલ્દીથી મુક્તિ નથી મળતી.
⏳સંતોને પણ મોક્ષ નથી મળતો તો સામાન્ય જીવાત્માને કેમ મળે. અસંતોષી એવા આત્માને મુક્તિ નથી મળતી અને તે ભૂત, પિશાચના રૂપમાં ભટક્યા કરે છે. તે પોતાના શરીરના નિર્ધારિત સમય સુધી તે ભટકે છે.
⏳ભૂત આપણે કોને કહીએ છીએ : જે જીવનું કોઈ વર્તમાન ના હોય તેનો માત્ર અને માત્ર ભૂતકાળ જ હોય છે, તેને ભૂત કહેવાય છે. જે વ્યક્તિ ભૂતકાળમાં જ જીવે તે ભૂત કહેવાય. ભગવાને આપણને વર્તમાનમાં જીવન આપ્યું છે. અને જે લોકો આ વર્તમાનમાં પોતાનું જીવન પૂર્ણ કરે તેને મુક્તિ ખૂબ જ જલ્દી મળે છે. ભૂત, પ્રેત, ડાકણ, પિશાચ જેવા ઘણા નામો છે જે આ પૃથ્વી પર અકાળ મૃત્યુથી એ રીતે ભટકતું જીવન ગાળવું પડે છે.
⏳ઈશ્વરે આપણને આ સુંદર મનુષ્ય જીવન આપ્યું છે તો તેનો જે સમય છે ત્યાં સુધી તેને આપણે જીવી લેવું જોઈએ. જીવનમાં સુખ અને દુઃખની પરિસ્થિતિ તો આવવાની જ છે. તેને જીવન થકી જ ઉકેલવી જોઈએ. મુશ્કેલીનો રસ્તો આત્મહત્યા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં આપણા મન પર પૂરો કાબૂ હોવો જોઈએ.
⏳જો તમને કોઈ આવી વ્યક્તિ મળે જે જીવનની મુશ્કેલીઓથી પરેશાન હોય તો તેને સાંત્વના આપો, ધીરજ રાખવાની સાચી સલાહ આપો એમ તેની હિંમત વધારવાના પ્રયત્ન કરો. અને કહો કે આત્મહત્યા એનો ઉપાય ના કહેવાય. અને બને તો તેની તકલીફને દૂર કરવાની કોશિશ કરો. જેથી તે કોઈ ખોટું પગલું ભરતા અટકી જાય.
જો આત્મહત્યા કર્યા બાદ શું થાય છે એ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.