💀મિત્રોં આજે અમે તમને જણાવી રહ્યા છીએ, એક એવું રહસ્ય જેને જાણી ને તમે પણ ચોંકી જશો. ભારતમાં અને તેમાં આપણાં ગુજરાતની વાત કરીએ તો આપણાં રીતિ રિવાજો વિદેશ કરતાં અલગ છે. જેમાં આપણે મૃત્યુની વાત કરીએ કે મૃત્યુ પછી આત્માનું શું થાય વગેરે, આ પ્રશ્ન આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.
💀ઘણા વૈજ્ઞાનિકો પણ આ વસ્તુનું વિજ્ઞાનમાં કોઈ પ્રમાણ સાબિત કરી શક્યા નથી. પરંતુ આપણાં ગ્રંથો અને ઋષિમુનિઓ ઘણા વર્ષો પેહલા આ વાતને જાણતા હતા અને આપણાં ગ્રંથમાં પણ તેના પુરાવા છે. તેથી આપણે જાણીએ કે મૃત્યુ બાદ આત્માનું શું થાય છે.
💀તમે અવાર-નવાર ઘણી જગ્યાએ જોયું હશે કે, જે ઘરમાં બાળકનો જન્મ થાય એટલે આખા ઘરમાં, કુટુંબમાં અને અડોશ-પડોશમાં એક ખુશીની લહેર છવાય જાય છે. તેનાથી વિપરીત જો કોઈ ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય એટલે બધા દુ:ખી થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર શરીરમાંથી તેની આત્મા નિકળી જાય એટલે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. પણ તમે જાણો છો કે આ આત્મા કયા જાય છે?
💀આત્મા એક શરીર છોડી અને તુરંત બીજા શરીરમાં પ્રવેશ કરે છે. પણ એવું હકીકતમાં થતું નથી, શાસ્ત્રો અનુશાર આત્મા શરીર છોડીને તરત બીજા શરીરમાં જતી નથી .
💀આપણા ગ્રંથો અનુશાર આત્મા શરીર છોડીને તરત બીજા શરીરમાં પ્રવેશ કરતાં પહેલા 14 દિવસ સુધી પોતાના ઘરમાં અને તેની આસપાસ રહે છે . આત્માને કોઈ રંગ, રૂપ કે આભાસ ન હોવાથી આપણે તેને મહેસુસ કરી શકતા નથી.
💀અમુક લોકો પાસે એવી શક્તિની જાણકારી હોય અથવા તે વ્યક્તિ પ્રત્યે વધારે મોહ હોય તેમને એવો અહેસાસ થાય છે. કે, મૃત વ્યક્તિની આત્મા તેની પાસે જ છે.
💀તમે જોયું હશે કે જે વ્યક્તિ વધું બીમાર હોય અને તેના છેલ્લા શ્વાસ લઈ રહી હોય છે. તો ઘરના બધા સભ્યો તેની પાસે બેસીને ગીતા વાંચતાં હોય છે . તેનો અર્થ એવો થાય કે, વ્યક્તિની આત્માને મોક્ષ મળી રહે અને તે ભટકે નહીં. જ્યારે મોતની ઘડી નજીક આવી ગઈ હોય ત્યારે ભગવાનના નામ લેવાતા હોય તો આત્માને સારા લોકમાં વાસ મળે છે અને તેના કર્મો મુજબ તેને પાછું શરીર પણ મળે છે.
💀એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિના અંતિમ શ્વાસ ચાલતા હોય અને મૃત્યુ તેની સાવ નજીક હોય ત્યારે જો તે વ્યક્તિ કોઈ ખરાબ શક્તિ અથવા શૈતાની શક્તિનું સ્મરણ કરે તો તેની આત્મમાં ભટકતી રહે અને તે ભૂત બની જાય છે.
💀ગીતામાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે વ્યક્તિના છેલ્લા શ્વાસ લેવાતા હોય ત્યારે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ . તેથી આત્મા ભટકતી નથી અને તેને મુક્તિ મળે છે.
💀પરંતુ આપણાં પૌરાણિક ગ્રંથો અનુસાર મૃત્યુ બાદ આત્મા તેના ઘરમાં અને તેની આસપાસ 14 દિવસ સુધી રહે છે. તે વાત બિલકુલ સાચી છે. પરંતુ તેને કોઈ જોઈ શકતું નથી. ઘણીવાર અમુક પ્રાણીઓ પણ આત્માની હાજરી પારખી લેતા હોય છે.
જો મોત પછી આત્મા સાથે શું થાય આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.