🏷️ભારતમાં લોકોને હંમેશાં શોપિંગ કરવાનું વધારે ગમતું હોય છે. તેમાં પણ ખાસ કરીને સ્ત્રીઓને શોપિંગ કરવામાં વધારે રસ હોય છે. આપણે જ્યારે પણ કોઈ મોલ કે શો રૂમમાં જઈએ ત્યારે એક બાબત ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ કે કોઈપણ વસ્તુની કિંમતમાં 1 રૂપિયો ઓછો હોય છે. 49, 99, 199, 4999 જેવી જ હોય છે. રાઉન્ડ ફિગર હોતી નથી. તેની પાછળનું કારણ શું હોય છે? તે જાણ્યું છે ક્યારેય.
🏷️આ લોકો રાઉન્ડ ફિગર રાખે તો એક રૂપિયાની ઝંઝટ જ નીકળી જાય છે. એવું ક્યારેય બનવાનું નથી કેમ કે તેની પાછળ કારણ જવાબદાર છે. જેનાથી મોટાભાગના ગ્રાહકો અજાણ હોય છે. શો રૂમ હોય કે, મોલ, દુકાનોમાં પણ અત્યારે દરેક વસ્તુ પર એક રૂપિયો ઓછો જ હોય છે. જે દુકાનદાર કે વિક્રેતા માટે જ ફાયદાકારક હોય છે. જેનાથી ગ્રાહક સદાય અજાણ રહેતો હોય છે. તો આજે જણાવીશું તમને તેની પાછળનું કારણ.
- 🏷️ચાલો જણીએ તમે કેવી રીતે છેતરાવ છો મોલમાં-
🏷️-જ્યારે આપણે કોઈપણ વસ્તુ ખરીદવા જઈએ છીએ તે મોલ હોય કે દુકાન. પહેલી નજર આપણી પ્રઈઝ ટેગ પર પડતી હોય છે. તેમાં જે તે વસ્તુ કેટલાની છે તે ખ્યાલ આવતો હોય છે. જેમ કે આપણે કોઈ વોચના શો રૂમમાં ગયા અને તેની કિંમત જોઈ તેમાં 1499 લખેલું હશે.
🏷️-હવે આપણને ઘડિયાળ ગમતી હોય તો તેની આગળના અંક જ વંચાતા હોય છે. તેની પાછળના 99 રૂપિયામાં કોઈ ધ્યાન આપતું હોતું નથી. નજર ખાલી 1400 પર જ પડતી હોય છે. જેને મનોવૈજ્ઞાનિક અભિગમ તરીકે પણ જોવામાં આવે છે. જેના દ્વારા ગ્રાહકો આકર્ષી શકાય છે.
🏷️-એટલું જ નહીં આપણે જ્યારે પણ પ્રાઈઝ કોઈને કહેતા હોઈએ છીએ ત્યારે પાછળના આંકડા બોલતા હોતા નથી. એટલે કે સાઇલેન્ટ થઈ જતા હોય છે. અને આગળના આંકડા જ બોલતા હોઈએ છીએ. કોઈપણ વ્યક્તિ હોય તેની નજરમાં આગળના આંકડા પહેલા આવતા હોય છે.
🏷️-આપણા મગજમાં પણ એવી જ ટેવ હોય છે. ડાબી બાજુ લખેલી કિંમત પહેલી વાંચવી. અને તે આંખો સામે પહેલી નજરમાં આવે છે. માટે કોઈપણ વસ્તુ પ્રત્યે વધારે આકર્ષણ જન્મે છે. જેનો લાભ જે વસ્તુ વેચી રહ્યો છે તેને સારો મળતો હોય છે.
🏷️-બજારમાં કોઈ પણ વસ્તુ માટે કિંમત ઓછી રાખવાનો ધ્યેય ગ્રાહકને તે વસ્તુ પ્રત્યે આકર્ષવાનો હોય છે.ઘણા લોકો તો એક રૂપિયાની કિંમત ઓછી રાખીને ખાસ્સા એવા પૈસા ભેગા કરતા કરતા હોય છે. આપણે એક વાર વિચાર આવે કે એક રૂપિયામાં શું કમાવાનું અને કેવી રીતે આટલા બધા પૈસા ભેગા થતા હશે?
🏷️-બિલ બન્યા પછી મોટાભાગના લોકો એક રૂપિયો જે તેમનો બચેલો છે તે લેતા હોતા નથી. અથવા નિષ્કાળજી રાખે છે. ઘણી વખત મનમાં એમ થાય કે આટલા મોટા શો રૂમમાં એક રૂપિયો માંગતા શરમ આવે.
🏷️-ઘણા મોલમાં આપણને એક રૂપિયાના બદલામાં ચોકલેટ આપતા હોય છે. હવે તે ચોકલેટનું બોક્સ હોલસેલમાં સાવ સસ્તા ભાવમાં આવતું હોય છે. તો તેમાંથી તેમને નફો થતો હોય છે.
🏷️-બીજી રીતે જેમાં એક રૂપિયો માંગવામાં નાનપ અનુભવતા જે કપડાં કે વસ્તુની કિંમત હોય તેમાં એક રૂપિયો લીધા વગર જ નીકળી જતા હોય છે.
🏷️-આ એક રૂપિયા દ્વારા વસ્તુ વિક્રેતાને લાખો રૂપિયાનો ફાયદો થતો હોય છે. આખા ભારતમાં 100 એવા આઇટલેટ હોય અને આ દરેક આઉટલેટમાં રોજના 50 ગ્રાહકો એવા આવતા હોય જે લોકો એક રૂપિયો લેતા હોતા નથી. એક દિવસ લેખે 200x 50=10,000 રૂપિયા ભેગા થતા હોય છે. એટલે કે મહિને 3,00,000 લાખ વર્ષના 36,00,000 થતા હોય છે.
🏷️-આ રીતે બ્રાન્ડેડ કપડાં જે લોકો પહેરતા હોય છે. ત્યાં રોજના આ પ્રકારના અનેક ગ્રાહકો આવતા હોય છે. આ ગ્રાહકો રૂપિયા પાછો લેતા હોતા નથી. એને તેનો ચોપડે હિસાબ પણ તમને મળશે નહીં, કેમ કે તમે ભલે એક રૂપિયો છોડી દીધો પણ બિલ સામે તમને એક રૂપિયા ઓછાનું જ મળશે. આ રીતે પૈસા ભેગા થતા હોય છે.
🏷️-આજે તમે જાણ્યું ને કે એક રૂપિયો ઓછઓ લેવામાં વસ્તુ વિક્રેતાને કેટલો મોટો ફાયદો થાય છે. આ રીતે રોજના કેટલાય લોકો એવા હશે જે રૂપિયો ઓછો લેતા હશે અને પૈસા ભેગા થતા હશે.
🏷️-ઓનલાઈનમાં આ એક રૂપિયાનો હિસાબ છે. તેની બચત થવા લાગી છે. એટલે ઓનલાઈન શોપિંગમાં ગ્રાહકને આકર્ષવા માટે એક રૂપિયાનો ઘટાડો રાખવામાં આવે છે, પરંતુ તેમનું પેમેન્ટ જે મૂળ કિંમત હોય તે જ ચૂકવામાં આવતી હોય છે. તમે પણ આજથી લેવાનું શરૂ કરી દો એક રૂપિયો. અને તમારી પાસે એક રૂપિયો બચાવીને બચત કરો.
જો પ્રાઇઝ ટેગ પાછળની હકીકત વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.