🤰 દરેક સ્ત્રી માટે માતા બનવુંએ એક જીવનનો ખૂબસુરત અહેસાસ છે, પરંતુ આ સમય દરમિયાન વિશેષ પ્રકારનું ધ્યાન રાખવું પડતું હોય છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓ પોતાને અને આવનાર બાળકને લઈ વધુ સતર્ક રહેતી હોય છે. તે સમયે મહિલાના શરીરમાં કેટલાક પ્રકારના હોર્મોનલ અને શારીરિક ફેરફાર પણ જોવા મળતા હોય છે. વજન વધવાથી લઈ બોડી ફિગરમાં પણ બદલાવ જોવા મળતો હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જવાબદારી વધી જાય છે.
🤰 તેનું કારણ છે કે તેમને પોતાની સાથે સાથે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આ સમયગાળામાં વધારે પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સ વગેરે મળી રહે તેવા ખોરાક અને ફળોનું સેવન કરવાનું હોય છે, પરંતુ કેટલાક ફળો એવા છે જેનું સેવન કરે તો બાળકના વિકાસ માટે નડતરરૂપ બની શકે છે. તેનાથી ગર્ભપાત થવાનો પણ ડર રહેતો હોય છે. તો ચાલો માહિતી મેળવીએ તેવા ફળો વિશે….
🤰 આંબલી- સ્વાભાવિક છે કે ગર્ભાવસ્થા દરમિયાન અમુક સ્ત્રીઓને ખાટું ખાવાનું મન થતું હોય છે. ઘરમાં કોઈ ખાટી વસ્તુ પડી હોય તો તે જોઈને મન પર કંટ્રોલ રાખી શકાતો નથી હોતો. કેટલીક વખત તો બહાર નીકળે ત્યારે તેને આંબલી ખાવાની ઇચ્છા થતી હોય છે. મોટાભાગની સ્ત્રીઓ આંબલીનું સેવન કરતી પણ હોય છે. પરંતુ તેને ખ્યાલ નથી હોતો કે આંબલીનું સેવન માતા અને બાળક બંને માટે ખતરો ઉભો કરી શકે છે.
🤰 કારણ કે આંબલીમાં વિટામિન-સીની માત્રા વધારે હોય છે. જો તેનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો શરીરમાં પ્રોજેસ્ટેરોનના ઉત્પાદકને દબાવે છે. અને પ્રોજેસ્ટેરોન નિમ્ન થવાના કારણે ગર્ભપાતનું જોખમ વધી જાય છે. એટલે બને તો આંબલીનું સેવન ઓછું કરવું અને શરૂઆતના ત્રણ મહિલા સુધી તો બિલકુલ તેનું સેવન ન કરવું જોઈએ.
🤰 પાઈનેપલ- પાઈનેપલ ગર્ભાવસ્થામાં સ્ત્રીએ ન ખાવું જોઈએ. તેના સેવનથી ગર્ભ સંકોચાય છે અને મિસકેરેજ થવાની સંભાવના વધી જાય છે.
🤰 ટામેટાં- ગર્ભાવસ્થામાં કોઈ પણ પ્રકારની ફ્રોઝન વસ્તુનું સેવન ન કરવું જોઈએ. કારણ કે પ્રિજેર્વેટિવ વસ્તુ તમારા અને બાળક માટે ઝેર સમાન બની રહે છે. તેમાં ખાસ કરીને ફ્રોઝન કરેલા ટામેટાં કે તેની પ્યુરીનો ઉપયોગ ન કરવો જોઈએ. તે સિવાય પણ કેટલાક ફળો કે શાકભાજી ફ્રોઝન કરેલા હોય તેનું સેવન ન કરવું જોઈએ.
🤰 તે ઉપરાંત ફ્રોઝન કરેલી બેરીઝનું પણ કેટલીક પ્રેગ્નેન્ટ મહિલા સેવન કરતી હોય છે. પરંતુ તે ખાવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કેમ કે તેને ફ્રોઝન કરેલા ફાળોમાં પોષક તત્વો અને ઓરિજિનલ સ્વાદ હોતો નથી. તેથી ગર્ભાવસ્થામાં તાજા ફળોનું સેવન કરવું બેસ્ટ ઓપ્શન છે.
🤰 ખજૂર- મોટાભાગના લોકો ખજૂરનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન વધારે કરતાં હોય છે. પરંતુ તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. કેમ કે ગર્ભવતી મહિલા જો ખજૂરનું સેવન કરે તો ગર્ભાશય સંકોચાય છે અને તેના લીધે ગર્ભપાત થવાનો ભય પણ રહે છે. કારણ કે ખજૂરની તાસીર ગરમ હોવાથી શરીરમાં ગરમાવો ઉત્પન્ન કરે છે. તેથી વધારે ખજૂર ખાવાથી પ્રોબ્લેમ થઈ શકે છે. દરેક મહિલાએ ગર્ભાવસ્થા દરમિયાન સપ્રમાણમાં ખજૂરનું સેવન કરવું જોઈએ.
🤰 કેળા- ગર્ભવતી મહિલાને શરૂઆતથી લઈ રોજ એક કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે, જેના લીધે કેલ્શિયમની ઉણપ ઉભી ન થાય. કેળાથી શરીર મજબૂત બને છે. તેનાથી સ્વાસ્થ્ય પણ સારું બને છે, પરંતુ કોઈ મહિલાને એલર્જી થતી હોય અથવા ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોય તો કેળું ન ખાવું જોઈએ. કારણ કે કેળામાં સીટીનેજ હોય છે, જે એક પ્રકારે લેટેક્સ જેવો પદાર્થ હોય છે,જે એલર્જેન છે. તેના સેવનથી ગરમીનો વધારો થાય છે.
🤰 તેમાં પણ જો કોઈ મહિલાને કાઈટીનેઝથી એલર્જી છે તો તેણે કેળાનું સેવન ન કરવું જોઈએ. બીજું કે કેળામાં શુગરની માત્રા ઘણી વધારે હોય છે. તો ડાયાબિટિસ રહેતું હોય તો કેળાનું સેવન કરવું જોઈએ.
🤰 પપૈયું- દરેક સ્ત્રી જાણતી હોય છે કે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયાનું સેવન ન કરવું જોઈએ. તેનું કારણ છે કે તે લેટેક્સથી ભરપૂર હોય છે. જેના લીધે ગર્ભાશયનું સંકોચન, ગર્ભપાત કે રક્તસ્ત્રાવ થતો હોય છે. એટલું જ નહીં તેના સેવનથી ગર્ભનો વિકાસ થતો નથી. પપૈયું શરીરના તાપમાનમાં વધારો કરે છે. તેથી પ્રેગ્નેન્ટ મહિલાએ પપૈયાના સેવનથી દૂર રહેવું જોઈએ. પાકું કે કાચું પપૈયું ન ખાવું જોઈએ.
🤰 તરબૂચ- તરબૂચ આપણા શરીરને હાઈડ્રેડ કરવાનું કામ કરે છે. તેનાથી ટોક્સિક પદાર્થો બહાર નીકળે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તેના સેવનથી બચવું જોઈએ. તેના વધારે સેવનથી શુગરની માત્રામાં વધારો થાય છે. એટલું જ નહીં લોહીમાં શુગરનું પ્રમાણ વધે છે. તે એક ઠંડુ ફળ ગણાય છે તેથી કોઈપણ મહિલાએ તેનું વધારે સેવન ન કરવું જોઈએ.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.