💸આજનો દરેક માણસ પૈસાનો ભુખ્યો થઈ ગયો છે. ગમે તેમ કરીને વધારે ધન મળે તેની લાલસામાં ફરતો જ રહે છે. પહેલા કરતાં સમય બદલાય ગયો છે તે માણસની જગ્યાએ પૈસાને વધારે મહત્ત્વ આપતો થઈ ગયો છે. તેના માટે તે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા પોત પોતાના ધર્મ પ્રમાણે ભગવાન પાસે શીશ ઝુકાવા જતો હોય છે.
💸પરંતુ આજે તમને એક ઉપાય જણાવશું જે તમારે માત્ર શુક્રવારે જ કરવાનો રહેશે. તેનાથી તમારા ઘરમાં ધન અને અન્નની ઉણપ ક્યારેય જોવા નહીં મળે. એક માત્ર આ ઉપાય કરવાથી જ્યોતિષી અનુસાર તમને અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત થશે. તો ચાલો જોઈએ તે કયો ઉપાય છે.
💸શાસ્ત્રોમાં શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીજીને અર્પણ કરવામાં આવ્યો છે. તો આ દિવસે શાસ્ત્રીય ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તો તેની વિધી જાણો. શુક્રવારના દિવસે ઘરની બહાર જતાં પહેલા એક ચમચી દહીં ખાવું શુભ મનાય છે. તેની તમારું કોઈપણ કાર્ય સફળ થશે. એટલું જ નહીં આખો દિવસ સારો પસાર થશે.
💸-ધન સંપત્તિ ઘરમાં આવે તેના માટે શુક્રવારના દિવસે ચાર કોડી લેવી તેને માતા લક્ષ્મીના ચરણોમાં રાખી પૂજા કરવી પછી તેને લાલ કલરના રેશમી કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દેવી જોઈએ. આ એક ઉપાય કરશો અને બની જશો માલામાલ. તમને આ કોડીઓ માન સમ્માન પણ અપાવશે.
💸-જો તમારી બધી મનોકામના પૂરી કરવી હોય તો શુક્રવારના દિવસે શ્રી સૂક્તનો પાઠ કરવો. થોડા દિવસમાં જે પણ ઇચ્છા હશે પૂરી થઈ જશે.
💸-માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે લાલ ફૂલ જરૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી લક્ષ્મીજી રાજી થાય છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ વધતી જાય છે.
💸-કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો તમારે શુક્રવારના દિવસે કીડીયારું પૂરવું જોઇએ. એટલે કાળી કીડીઓને ખાસ કરીને લોટ અને ખાંડ ખવડાવવી જોઈએ. આટલો ઉપાય કરશો તો ગમે તેવી મુશ્કેલી હશે દૂર થઈ જશે.
💸-સંતાન પ્રાપ્તિ માટે શુક્રવારના દિવસે ગજલક્ષ્મી માતાની ઉપાસના કરવી જોઈએ. જે વધારે શુભ માનવામાં આવે છે. આ માતાની કૃપા તમારા પર બનતા દુખો દૂર થાય અને સંતાનની પ્રાપ્તિ થશે.
💸-તમે શુક્રવારના દિવસે જ્યારે પણ લક્ષ્મીજીની પૂજા કરો. સવારે નાહી ધોઈ સફેદ કે લાલ કલરના વસ્ત્રો પહેરવા જોઈએ. જે ખૂબ જ શુભ મનાય છે. જો તમે લક્ષ્મીની પૂજામાં લાલ વસ્ત્રો પહેરશો તો ડબલ ફળની પ્રાપ્તિ થશે.
જો માતા લક્ષ્મીને રાજી કરવાના ઉપાય વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.