👉 રોજબરોજની જીવનશૈલીમાં લોકો એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના શરીરનું ધ્યાન રાખવાનું અમુક સમયે ચૂકી જતાં હોય છે. જેના કારણે થોડા સમય પછી અમુક બીમારી શરીરમાં થવા લાગતી હોય છે. જો તમે શરીર પ્રત્યે ધ્યાન આપવા માગતાં હોવ તો અચૂક અંજીરનું સેવન કરો. જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. સાથે સાથે ગંભીર બીમારી સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે.
👉 આપણી સાચી સંપત્તિએ આપણું શરીર છે. તેને જો સાચવીશું તો જીવન સુખ-શાંતિથી પસાર કરી શકીશું. પરંતુ તેના માટે તમારે ખાસ ડાયેટ ફોલો કરવું જોઈએ. અને તે છે અંજીરનું સેવન.
👉 જો તમે પોતાની જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માંગતાં હોવ તો રોજિંદા આહારમાં અંજીરનો સમાવેશ કરી શકો છે. તે વજન ઘટાડવા, પાચનમાં સુધારો, કબજિયાત દૂર કરે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે. તે સિવાય બીજા અનેક રોગો સામે રામબાણ ઈલાજ છે.
👉 આયુર્વેદમાં અને ડૉક્ટર્સ પણ ખાલી પેટે રોજ અંજીરનું સેવન કરવાની સલાહ આપતાં હોય છે. આજે તમને જણાવીશું અંજીર ખાવાની સાચી રીત કઈ છે….
👉 અંજીરમાં રહેલા ગુણ- તે ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે, પાચનતંત્ર સુધારે, લોહીની કમી દૂર કરે, તે ઉપરાંત એનર્જી વધારવા માંગતા હોવ અથવા સ્લો મેટાબોલિજમથી પરેશાન હોવ તો પણ અંજીરનું સેવન કરવાથી આ બધી તકલીફ દૂર થઈ શકે છે. અંજીરનું સેવન તમે ફળ સ્વરૂપે કે સૂકવીને ડ્રાયફ્રૂટની રીતે કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી નીવડશે. તેનાથી થતાં ફાયદા પણ ગજબ છે.
👉 અંજીરમાં રહેલા પોષક તત્વો– અંજીર ફળ સ્વરૂપે અને સૂકા એમ બંને પ્રકારે ખાઈ શકાય છે. તે બંનેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, પોટેશિયમ તે સિવાય પણ અનેક પોષક તત્વો રહેલા છે. જે શરીરને સ્વસ્થ રાખશે. અંજીરમાં ફેટ ઓછું અને કોપરનો ભાગ વધારે હોય છે. જે શરીરને મજબૂત બનાવે છે.
👉 તમે સૂકું અને ફળ સ્વરૂપે બંને રીતે અંજીર ખાઈ શકો છો. પણ સૂકા અંજીરમાં પાણી હોતું નથી. બીજી વાત કે સૂકાયેલા અંજીરમાં કાચા અંજીર કરતાં વધારે પોષક તત્વો રહેલા હોય છે.
👉 શરીરને એનર્જી આપે- ઘણી વખત આપણે ઓછું કામ કરીએ તેમ છતાં થાકનો અનુભવ થતો હોય છે. જાણે આપણે કંઈ કરી શકવા સક્ષમ હોતા નથી. તેવા સમયે તમે રોજ અંજીરનું સેવન કરશો તો ગુણકારી રહેશે. કેમ કે અંજીરમાં આયર્ન અને પોટેશિયમની માત્રા વધારે હોય છે. જે સ્ટેમિના વધારવા માટે મદદરૂપ સાબિત થાય છે. જો તમે રોજ સવારે દૂધમાં અંજીર ઉકાળીને પીશો તો વધારે સારું રહેશે. આ રીતે પ્રયોગ કરવાથી તમારા શરીરમાં એનર્જી પણ વધવા લાગશે.
👉 વજન ઘટાડવા- જે વ્યક્તિ વજન ઓછું કરવા માગતા હોય તેમણે અંજીરનું સેવન અચૂક કરવું જોઈએ. રોજ સવારે કાચું અથવા સૂકાયેલું અંજીર ખાશો તો વજન ઘટવા લાગશે, કારણે કે તેમાં ફાઈબર અને પ્રોટીન એમ બંને રહેલા હોવાથી પેટને વધારે સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. તમને ભૂખનો અહેસાસ પણ થતો હોતો નથી.
👉 જો રોજ રાત્રે પાણીમાં પલાળીને પછી સવારે સેવન કરવામાં આવે તો ઘણા પોષક તત્વો શરીરને સહેલાઈથી અવશોષિત કરવાનું કામ કરે છે. બીજું કે અંજીરમાં કેલેરીનું પ્રમાણ નહીવત્ હોય છે. આમ સરળ રીતથી તમારું વજન ઘટવા લાગશે.
👉 આ રીતે કરવું અંજીરનું સેવન- ઘણા લોકો કાચા અંજીરનું સેવન કરતાં હોય છે. તો 2-3 અંજીર દરરોજ ખાઈ શકો છો. જો તમે સૂકાયેલા અંજીરનું સેવન કરો છો તો રોજ રાત્રે પલાળીને રાખવા પછી સવારે તેનું સેવન કરવું જોઈએ. આ રીતે સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે.
👉 એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સૂકાયેલા અંજીર આખા દિવસ દરમિયાન 3 જ ખાવા જોઈએ. પછી જો તમને હાઈ બ્લડ શુગર, પાચનની તકલીફ, લીવરની સમસ્યા કે રક્ત સંબંધી કોઈ પરેશાની હોય તો અંજીરનું સેવન સપ્રમાણમાં કરવું યોગ્ય રહેશે.
જો આ અંજીરના સેવન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.