મિત્રો આજે આપણું જીવન એ અનેક રોગો વચ્ચે ઘેરાયેલું છે. જેના કારણે ઘણી વખત આપણે વિચારવું પડે છે કે કયો ખોરાક ખાવો અને કયો ખોરાક ન ખાવો જોઈએ. શું તમે પણ આવી મૂંઝવણ માં છો અને તમને તેનું કોઈ સમાધાન નથી મળતું. તો તમારે આ માટે કોઈ ડોકટરની સલાહ લેવી જોઈએ.
તેમજ કોઇ પણ અહારને પોતાના ખોરાકમાં સામેલ કરતા પહેલા એ ધ્યાન રાખવું જોઈએ કે તે ખોરાકથી તમને કોઈ બીમારી તો નહિ થાય ને, અથવા તો કોઈ બીમારી છે અને તેમાં વધારો તો નહી થાય ને, કોઈ જીવલેણ બીમારી તમારા શરીરને ઘેરી વળશે તો. આવા તો અનેક સવાલો તમને મૂંઝવી રહ્યા હશે.
આજના પ્રમુખ રોગોમાં જેવા કે ડાયાબીટીસ, અસ્થમા, બીપી, થાઈ રોઈડ, વગેરે પ્રમુખ છે. જેના કારણે પોતાના ખોરાક વિશે સાવચેતી રાખવી ખુબ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે જે લોકોને ડાયાબીટીસ છે તેમણે ગળ્યું ન ખાવું જોઈએ. તેમજ શરીરનું સંતુલન બની રહે તે માટે હેલ્દી ખોરાક ખાવો જોઈએ. જો તમને ડાયાબીટીસ છે અને તમે વિચારી રહ્યા છો કે મારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? ત્યારે આ સવાલનો જવાબ આજે અમે તમને જણાવીશું. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઇએ.
દોસ્તો તમે જોયું હશે કે હાલ બજારમાં ખજુર બહુ વેચાતા હશે. અને આવા સુંદર ખજુર જોઈને ખાવાનું મન પણ થઈ જાય તે સ્વાભાવિક છે. પણ જો તમને ડાયાબીટીસ છે અને તમે વિચારી રહ્યા છો કે ખજુર ખાવા કે નહિ? તો આ સવાલનો જવાબ અમે તમને આપીશું.
ખજુર એ અનેક ગુણોથી યુક્ત ખોરાક છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. તેમાંથી શરીરને ઘણું પોષણ મળે છે. જયારે ખજૂરને તમે પોતાની ડાયેટ માં પણ સામેલ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ખજુરમાં શુગર, વિટામીન બી, એ, મિનરલ્સ, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, તેમજ સોડીયમ હોય છે. જો કે ખજૂરમાં શુગરનું પ્રમાણ 85% જેટલું હોય છે.
આ વિશે તમને જણાવી દઈએ કે એક અધ્યયન માં સાબિત થયું છે કે અમુક પ્રમાણમાં ડાયાબીટીસના લેવલ પર શુગર વાળી વસ્તુઓનું સેવન કરી શકાય છે. એટલે કે તમે અમુક અંશે શુગર વાળી વસ્તુ ખાઈ શકો છો. આથી જે લોકોને ડાયાબીટીસ છે તેઓ 2 થી 3 ખજુર ખાઈ શકે છે. પણ ખજુર સારી કંપનીનો ખાવો. (છતાં તમારું શુગર લેવલ વધુ હોય તો, આનાથી દુર રહેવું જ સારું.)
પણ અહી તે યાદ રાખવું જોઈએ કે તમારું શુગર કંટ્રોલમાં રહેતું હોય તેમજ તમારી નિયમિત ની ગતિવિધિ સાથે તેનું જીવન ચાલતું હોય તો પણ તમારે ડોકટર્સ ની સલાહ વગર ખજુર ન ખાવા જોઈએ. તેમજ વધુ સુગર હોય તો પણ ખજુર થી દુર રહેવું જ સારું.
આ સિવાય તમને જણાવી દઈએ કે સૂકાયેલ ખજુરમાં કેલેરીનું પ્રમાણ વધુ હોય છે. તેમજ ખજુરની અંદર પ્રાકૃતિક રીતે શુગરનું પ્રમાણ વધુ હોય છે. જે તમારી તકલીફ વધારી શકે છે. આમ તમારે ખજૂરનું સેવન કરી શકાય છે પણ યાદ રાખવું કે 1 થી 2 નંગ જ ખજુર ખાવા જોઈએ અને તમારી ડાયાબીટીસ નોર્મલ હોવી જોઈએ.
મિત્રો આપણા શરીરમાં બ્લડ શુગર નું સ્તર નિયમન ઈન્સુલિન કરે છે. આથી જો તમારા શરીરમાં ઇન્સુલીનની ગેરહાજરી હોય તો તમારે ગ્લુકોઝ નું સેવન ન કરવું જોઈએ. આથી ડાયાબીટીસ ના દર્દીએ અમુક પ્રમાણ તેમજ પોતાના શરીરની તંદુરસ્તી અનુસાર તેમજ ડોક્ટરની સલાહ વગર શુગર નું સેવન કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
આમ તમે પણ ડાયાબીટીસ ના દર્દી છો તો તમારે પોતાની એક નિશ્ચિત ડાયેટ બનાવવી જોઈએ. પછી જ કોઈપણ ખોરાકનું સેવન કરવું જોઈએ. જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમારું બ્લડ શુગર લેવલ જળવાઈ રહેશે. અને બીજી સારી અને તમારી મનપસંદ વસ્તુઓ પણ તમે ખાઈ શકશો.