અત્યારે કાર દરેકની જરૂરિયાત બની ગઈ છે. દિવસેને દિવસે કારનું વેચાણ વધી રહ્યું છે. પહેલાના સમયમાં કોઈ વ્યક્તિ બાઈક લેતો બધાને નવાઈ લાગતી જે અત્યારે સામાન્ય બાબત થઈ ગઈ છે તેવી જ રીતે કારનું પણ એવું જ થઈ રહ્યું છે. મોટાભાગના ઘરોમાં વ્યક્તિ દીઠ વ્હિક્લ જોવા મળી રહ્યા છે. અને પાછી એક ગાડી તો દરેક ઘરમાં હોય જ ક્યારેક વિક એન્ડ પર ફેમિલી સાથે ફરવા જવું હોય તો જરૂર પડે છે.
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો કઈ કાર વધારે સારી છે, ડિઝલ કે પેટ્રોલ આ બંને વચ્ચે શું તફાવત છે તે જણાવીશું. સીએનજીના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. તો હવે બે જ ઓપ્શન બચે છે. ડિઝલ અથવા પેટ્રોલ. ઘણા લોકોને આ પ્રશ્ન મૂંઝવણમાં મૂકી દે છે કે ડિઝલ કાર સારી કે પેટ્રોલ કાર? તો આજે તમને માહિતી આપીશું કે પેટ્રોલ કે ડિઝલ કાર બંનેમાંથી વધારે સારી કઈ રહેશે. અને બંને કારમાં શું તફાવત છે તે જણાવીશું.
- ભાવમાં ફેરફાર
કોઈપણ કાર ખરીદશો પેટ્રોલ કરતાં ડિઝલ કારનું વેરિયન્ટ મોંઘુ હોય છે. તમે કોઈપણ કાર લેશો તેમાં તમને 50 હજાર કે લાખ રૂપિયાનો તફાવત જોવા મળશે. જો તમે 10 લાખથી ઓછી કિંમતની કાર ખરીદશો તો બંનેમાં તમને 1.50 લાખ રૂપિયાનો તફાવત જોવા મળશે. જેમ કે, મારૂતી સુઝુકીની સ્વીફ્ટ કાર લો. મારૂતિ સુઝુકી સ્વીફ્ટ પેટ્રોલ કારની કિંમત 4.99 લાખ અને તે જ કારની ડિઝલમાં કિંમત 6.87 લાખ હોય છે.
- સ્પાર્ક-
પેટ્રોલ કારમાં સ્પાર્ક પ્લગ હોય છે, જેને 30-40 હજાર કિલોમીટર ગાડી ચલાવ્યા બાદ તેને બદલાવો પડે છે. એ ઉપરાંત તે કારમાં 40-50 હજાર કિલોમીટર ચલાવ્યા બાદ બેટરી બદલાવી પડે છે તેનો ખર્ચ 3 હજારથી 3500 રૂપિયા જેટલો આવે છે. જ્યારે ડિઝલમાં તેનો ખર્ચ વધી જાય છે. ખાલી બેટરી બદલવાનો ખર્ચ 5500થી લઈને 6 હજાર સુધી પહોંચી જતો હોય છે.
આવી રીતે સામાન્ય માણસને ડિઝલ કાર મોંઘી પડી શકે છે. ડિઝલ કારમાં સ્પાર્કની જરૂર નથી પડતી. કારણ કે ડિઝલ એક એવું ઈંધણ છે જે પેટ્રોલની જેમ જ્વલંતશીલ હોતું નથી. તે વધારે તાપમાનમાં ઓટો ઈગ્નાઈટ થઈ જતું હોય છે. અને તેના પર જ ડિઝલ એન્જીન કામ કરતું હોય છે.
એક વાત ખાસ છે કે ડિઝલ એન્જિન ઠંડીમાં જલદી સ્ટાર્ટ થતું નથી. પણ થોડા સમયમાં ચાલુ થઈ જતી હોય છે.
- પેટ્રોલ કરતાં ડિઝલમાં ઉર્જા વધારે-
ડિઝલ એન્જિન વધારે ગરમી ઉત્પન્ન કરે છે. અને તે એન્જિન ગરમીને સહન કરી શકે તેવા વિશેષ પાર્ટસનો ઉપયોગ કરવો પડતો હોય છે. માટે તે પેટ્રોલ કારની સરખામણીમાં વધારી મોંઘી હોય છે. કહેવાય છે કે ડિઝલમાં પ્રતિ લીટર 38.6 મેગા જોલેસ ઉર્જા મળતી હોય છે, જ્યારે તેની તુલનામાં પેટ્રોલમાં એક પ્રતિ લીટરે 34.8 મેગા જોલેસ ઉર્જા મળતી હોય છે. આ કારણે ડિઝલની ગાડી વધુ માઈલેજ આપતી જોવા મળે છે. આ વાતની જાણ ઘણા લોકોને હોતી નથી.
- પાવર-
પેટ્રોલ કારને શ્રેષ્ઠ પીકઅપ કાર માનવામાં આવે છે. કેમ કે તમે એક્સિલેટર પર પગ મૂકો કે ગાડી સ્પીડ પકડીને ઝડપથી ચાલે છે. પણ આરપીએમએસ પછી કાર ધીમી થઈ જતી હોય છે. જ્યારે તેની સરખામણીમાં પેટ્રોલ કારમાં હોર્સ પાવર વધુ હોય છે. એક વાતમાં તેમાં ટોર્ક ઓછો જોવા મળે છે. હવે ડિઝલ કાર સામાન્ય રીતે ટર્બોચાર્જ સાથે આવે છે જે ટોર્કમાં સારો એવો વધારો કરવામાં મદદ કરે છે.
- માઈલેજ-
કોઈપણ વાહન ખરીદવા જઈએ ત્યારે પહેલા તે કેટલી માઈલેજ આપશે તે પૂછતા હોઈએ છીએ. તેવી જ રીતે ગાડી લેવા જઈએ ત્યારે સૌથી પહેલા કઈ કાર વધુ માઈલેજ આપશે તે ચેક કરીશું. તેવી જ રીતે પેટ્રોલ અને ડિઝલ કારની માઈલેજમાં થોડો ફરક હોય છે. કોઈ એક ગાડીના માઈલેજની વાત કરીએ તો મારૂતિ સુઝુકી સ્વીફ્ટ પેટ્રોલ વેરિએન્ટ આપણને 22 કિમી\લિટર આપે છે, જ્યારે મારૂતિ સ્વીફ્ટ ડિઝલ વેરિએન્ટ સરેરાશ 28 કિમી\લિટર માઈલેજ આપે છે.
- સર્વિસ અને મેઇનટેનન્સ-
જો તમે કાર ખરીદવાનું નક્કી જ કરી લીધું છે તો બંને કારમાં તેનો સર્વિસનો ખર્ચ મેઈનટેનન્સ કેટલું આવે તે પણ જોવું જોઈએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ કાર ખરીદે તેને થોડા દિવસો, મહિનાઓ કે પછી વર્ષ પછી તેની સર્વિસ તો કરાવી પડતી જ હોય છે.
તો આ બંને કારમાં સર્વિસનો ખર્ચ કેટલો થાય તે જાણીએ ઉદાહરણ તરીકે મારૂતિ સુઝુકીની પેટ્રોલ વાળી કારની સર્વિસ 2 હજારથી લઈને 6 હજારની વચ્ચે થાય છે. જ્યારે તે જ કાર ડિઝલમાં જોઈએ તો તેની સર્વિસ 3.5 હજારથી લઈ 7.5 હજાર સુધી થાય છે. તો આ રીતે પેટ્રોલ કાર આપણને સસ્તી પડતી હોય છે.
- મુસાફરી માટે કઈ કાર સારી-
ઘણા લોકો કાર બહાર ગામ જવાનું વારંવાર થતું હોવાના કારણે લેતા હોય છે. કેમ કે તેમને બસના ભાડા કરતાં ગાડીનું પેટ્રોલ કે ડિઝલ સસ્તું લાગતું હોય છે. ઘણાં નોકરી માટે જ અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ કે અન્ય કોઈ શહેરમાં રહેતા હોય છે. તેમના બધા સગાં સંબંધી તો બીજા કોઈ શહેર અથવા ગામડે જ રહેતા હોય છે. જેના કારણે તેમને કોઈ પ્રસંગ, તહેવાર, અથવા અન્ય કામ માટે વારંવાર ત્યાં જવું પડતું હોય છે. તેના માટે તે લોકો ગાડી ખરીદતા હોય છે. તેવા લોકો માટે આ વાત મહત્ત્વની છે.
જો તમારે અવારનવાર બહાર જવાનું થતું હોય તો તમે ડિઝલ કાર ખરીદી શકો છો. આ કાર લાંબા અંતરની મુસાફરી માટે શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે ટૂંકા અંતર માટે પેટ્રોલ કાર ખરીદી શકાય છે. જેમ કે તમારે મહિનામાં 1 હજારથી 1.5 હજાર કિલોમીટર કાર ચલાવવાની છે તો તેના માટે પેટ્રોલ કાર ખરીદી શકો છો. પરંતુ તમારે મહિનામાં 2 હજાર અથવા 3 હજાર કિલોમીટર કાર ચલાવાની હોય તો ડિઝલ કાર ખરીદવી યોગ્ય છે.
પેટ્રોલ કારમાં ડિઝલ કાર કરતાં ઓછા પાર્ટસ લગાવેલા હોય છે. કેમ કે તે ડિઝલ કારની જેમ ગરમી ઉત્ત્પન્ન કરતી હોતી નથી. અને ડિઝલ કારમાં જે ગરમી થાય છે તેને દૂર કરવા માટે કેટલાક પાર્ટસ લગાવેલા હોય છે જે ઘણાં મોંઘા હોય છે. સાથે આ કારમાં ઈગ્નીશન પ્રક્રિયા માટે કમ્પ્રેશનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે પેટ્રોલ કારમાં તે કરવું જરૂરી હોતું નથી. આ કારણે પણ ડિઝલ કરતાં પેટ્રોલ કાર સસ્તી હોય છે.
આ બધા ઓપ્શન પરથી સમજી શકાય કે બંને કારમાં શું તફાવત છે. ડિઝલ કાર પેટ્રોલ કરતાં 1થી 2 લાખ વધુ ખર્ચાળ સાબિત થાય છે. પણ તે એવરેજની નજરે જોઈએ તો વધુ સારી માનવામાં આવે છે. જો તમારે લાંબી મુસાફરી કરવાની થતી હોય તો ડિઝલ કાર શ્રેષ્ઠ છે.