👉 અંજીર અતિ પ્રાચીન કાળથી જાણીતું ફળ છે. તે ખૂબ વ્યાપારી મૂલ્ય ધરાવે છે. ખ્રિસ્તી ધર્મ બાઈબલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તેની ખેતી મુખ્યત્વે આપણા દેશ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વધારે થાય છે. અંજીરનું બે રીતે સેવન કરવામાં આવે છે એક લીલું અને બીજું સુકું. બંને શરીર માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.
👉 અંજીરનું સેવન તમારા સ્વાસ્થ્યને લાભ આપે છે. અંજીર પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેના સેવનથી પાચન સારું બને છે. સાથે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. અંજીરની સાથે તેના પાન પણ એટલાં જ ગુણકારી માનવામાં આવે છે. પરંતુ આજે આપણે વાત કરીશું તાજા અંજીરનું સેવન કે સૂકા અંજીરનું સેવન શરીર માટે ફાયદાકારક છે. આમ તો અંજીરનું સેવન આખું વર્ષ કરી શકાય છે પરંતુ સૌથી વધારે કયા અંજીર સારા તે જોઈએ…
👉 સૂકવવામાં આવે તો પોષક તત્વો પર આ રીતે અસર થાય- ઘણાં હેલ્થ એક્સપર્ટ માને છે કે જો ફળને સૂકવવામાં આવે તો તેના પોષક તત્વો પર ઘણાં ખરાં અંશે અસર પડતી હોય છે. કારણ કે જ્યારે તેને તડકામાં સૂકવવામાં આવે ત્યારે સૂર્યનો પ્રકાશ અને ઓક્સીજનના સંપર્કમાં આવવાથી તેમાં રહેલા પોષક તત્વો કેટલાક અંશે નાશ પામતા હોય છે. એટલું જ નહીં તેને સૂકવવાથી વિટામિન-સી અને ફોલિક એસિડ જેવા વિટામિન પણ ખતમ થવા લાગે છે.
👉 સૂકા અને તાજા અંજીરમાં શું ફેર છે :
👉 -સૂકા અંજીરમાં પેક્ટિન વધારે માત્રા હોય છે. જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તાજા અંજીર કરતાં સૂકા અંજીરમાં એન્ટીઓક્સિડેન્ટ વધારે જોવા મળે છે. જે નુકસાન પહોંચાડનાર કોલેસ્ટ્રોલ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. સાથે એથેરોસ્ક્લેરોસિસથી પણ બચાવે છે.
👉 -તાજા અંજીર પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ સૂકા અંજીર સહેલાઈથી તમને ગમે તે સીઝનમાં મળી રહે છે અને તેને સ્ટોર કરવામાં કોઈ તકલીફ પડતી નથી.
👉 -સૂકા અંજીરમાં ઉચ્ચ પોટેશિયમ અને સોડિયમની માત્રા એકદમ ઓછી જોવા મળે છે. જેથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
👉 કેવા અંજીર સ્વાસ્થ્ય માટે છે ગુણકારી- સૂકા અને તાજા એમ બંને પ્રકારના અંજીર સ્વસ્થ્ય માટે જરૂરી છે. એક રીતે ડાયેટિશિયન કહે છે કે સૂકા અંજીર ખાવા વધારે ગુણકારી છે. પણ તેનો મતલબએ નથી થતો કે તમારે સીઝનમાં મળતા તાજા અંજીર ન ખાવા જોઈએ. તાજા અંજીરનું સેવન પણ કરવું જોઈએ. સીઝન પછીના સમયે તમે સૂકા અંજીરનું સેવન કરો તો લાભદાયી નીવડે છે. સૂકા અંજીર આખું વર્ષ તમે ખાઈ શકો છો અને તે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે તમને એકદમ ફિટ અને હેલ્ધી રાખે છે.
જો આ અંજીર વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.