👉છોકરા અને છોકરીની ઉંમર થાય એટલે સગાઈ કરવામાં આવતી હોય છે. તેમાં સગાઈ અને લગ્ન વચ્ચે બંને જણા ઘણા ખરાં સપનાં જોતા હોય છે. ત્યાર બાદ થોડો સમય થાય એટલે ઘરના સભ્યો તેમના લગ્ન નક્કી કરતાં હોય છે. પરંતુ લગ્ન અને સગાઈ કરે તે પહેલા જન્માક્ષર મિલાવતા હોય છે. જેનાથી ખ્યાલ આવે કે તેમનું લગ્ન જીવન કેવું પસાર થશે-શુભ રહેશે કે નહીં.
👉કેટલાક પરિવાર આ કુંડળી મિલાવામાં માનતા હોતા નથી. પરંતુ કેટલાક સભ્યો કુંડળી વગર વાત પણ આગળ વધારતાં હોતા નથી. પછી લગ્નની તારીખ જ્યોતિષ જોડે નક્કી કરાવતા હોય છે.
👉પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કુંડળીની સાથે સાથે લગ્નનો મહિનો એટલે કે જે મહિનામાં તમે લગ્ન કરો છો તેની પણ અસર લગ્ન જીવન પર થતી હોય છે. તમને જણાવીએ કે કયો મહિનો તમારા લગ્ન માટે શુભ સંકેતો લાવશે.
👉જાન્યુઆરી-જાન્યુઆરી મહિનામાં ઘણા લોકો લગ્ન કરતાં હોય છે. તો જેમના લગ્ન થયા હોય તે એકબીજા થોડા સમયે સરપ્રાઈઝ આપતા રહે છે. તે સિવાય લગ્ન જીવન એકદમ ખુશીઓથી ભરેલું અને જોશવાળું રહેતું હોય છે. તે કુંભ રાશિથી ઘણા પ્રભાવિત હોય છે. આ મહિનામાં જેના લગ્ન થાય તેમનો સંબંધ અતૂટ હોય છે.
👉ફેબ્રુઆરી- આ લોકો ખૂબ જ પ્રેમાળ હોય છે. કોઈપણ વાત હોય એકબીજાને ખુશી શેમાં મળશે તેનો ખ્યાલ રાખતા હોય છે. એકબીજાની જવાબદારી પણ સારી રીતે સમજી નિભાવતા હોય છે. તે મીન રાશિથી પ્રભાવિત હોય છે. આ મહિનામાં લગ્ન થાય તે કપલ ખૂબ ભાવુક હોય છે.
👉માર્ચ- આ મહિનામાં લગ્ન કરનાર લોકો મેષ રાશિથી પ્રભાવિત હોય છે. એટલે થોડો ગુસ્સો સંબંધમાં હોય છે. તે ઉપરાંત બંને વચ્ચે થોડી ખાટી-મીઠી તકરાર થયા કરતી હોય છે. કેટલીક વખત બંનેના વિચારો એકબીજા સાથે સેટ ન થવાથી પણ ઝઘડા થતા રહેતા હોય છે.
👉એપ્રિલ-આ મહિનો લગ્ન માટે ખૂબ જ શુભ મનાય છે. જે કપલ આ મહિનામાં લગ્ન કરે છે. તેમનું લગ્નજીવન પ્રેમથી ભરેલું હોય છે. તે લગ્નજીવનનો આનંદ પણ સારી રીતે માણી શકે છે. આ મહિનામાં લગ્ન કરનારનો સંબંધ વૃષભ રાશિથી પ્રભાવિત હોય છે.
👉મે- મહિનામાં લગ્ન કરનાર લોકોનો સંબંધ તલવારની ધાર પર ચાલવા જેવો છે, કેમ કે ઘણી વખત આખી જિંદગી પસાર કરી નાખે તેવું બને અથવા થોડા સમયમાં સંબંધ તૂટી પણ જતો હોય છે. આ લોકો મિથુન રાશિથી પ્રભાવિત હોય છે. આ મહિનામાં લગ્ન કરનાર કપલ થોડી થોડી વાત પર ઝઘડતાં હોય છે. અંતે બંનેની સમજદારી એમની એમજ રહી જતી હોય છે.
👉જૂન- આ મહિનામાં લગ્ન કરનાર કપલ એકબીજાના પરિવારની લાગણીને સમ્માન આપે છે. એટલું જ નહીં એકબીજાને પણ એટલો જ પ્રેમ અને આદર આપતા હોય છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકો બીજા લોકો માટે મિસાલ સમાન હોય છે. તે કર્ક રાશિથી પ્રભાવિત હોય છે.
👉જુલાઈ-આ મહિનામાં લગ્ન કરનાર લોકો સિંહ રાશિથી પ્રભાવિત હોય છે. તે લોકોને મોટા સપનાં જોવાની આદત હોય છે. પણ તે પૂરા સારી રીતે કરતાં હોય છે. તેમનો સંબંધ આ કપલ સારી રીતે સાચવી જાણે છે. એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એકબીજા પ્રત્યે તેમને આકર્ષણ એટલું જ હોય છે.
👉ઓગસ્ટ-આ કપલ પોતાના પાર્ટનરની જરૂરિયાતને સારી રીતે સમજતા હોય છે. પરંતુ તેમનું જીવન ઘણા સંઘર્ષથી ભરેલું હોય છે. તેમને કોઈપણ વાત હોય સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે. તેમનું જીવન કન્યા રાશિથી પ્રભાવિત હોય છે.
👉સપ્ટેમ્બર-આ કપલ વચ્ચે નાની-નાની વાતે ઝઘડાં થતાં હોય છે, પરંતુ વાતને કેવી રીતે સાચવી લેવી તેને સારી રીતે જાણતા હોય છે. તેમનું જીવન સંતુલિત હોય છે. એટલું જ નહીં સંતુલિતતા જાળવાની પણ આવડત સારી હોય છે. તેમના લગ્ન પર તુલા રાશિનો પ્રભાવ હોય છે.
👉ઓક્ટોબર- આ મહિનામાં લગ્ન કરનાર લોકો પોતાનું જીવન એક પ્લાનિંગ સાથે જીવે છે. તેમના પ્લાનમાં પરિવારને પણ સામેલ કરતાં હોય છે. જીવનની દરેક ક્ષણનો આનંદ માણતા હોય છે. ગમે તેવી પરિસ્થિતિ આવે જીવન સારી રીતે પસાર કરી લેતા હોય છે. તેમના જીવન પર વૃષિક રાશિનો પ્રભાવ હોય છે.
👉નવેમ્બર-આ મહિનામાં લગ્ન કરનાર લોકોનો સંબંધ ઘણો મજબૂત હોય છે. તેમને ક્યારેય એકલતા સતાવતી નથી. તે સિવાય એકબીજાના કે પોતાના જીવનને કઈ રીતે સારું બનાવવું તેની આવડત હોય છે. ધન રાશિથી પ્રભાવિત હોય છે.
👉ડિસેમ્બર-આ લોકો પૈસાને વધારે મહત્ત્વ આપે છે, એટલે પૈસા બચાવવામાં વાતે વાતે સમજોતો કરતાં જોવા મળે છે. ભવિષ્યની વધારે ચિંતા કરતાં હોવાથી વર્તમાનના સમયને સારી રીતે જીવી શકતાં નથી. ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જે ચાલી રહ્યું છે તેમાં જીવવું જોઈએ. તેનાથી જ તેમના સંબંધ વધારે પ્રેમ ભર્યા બનશે.
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.