💁♀️ આજના સમયમાં લોકોની ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે અને બહારના ભોજનને કારણે મોટાપાની લોકોમાં વધી રહી છે. જેથી લોકો વજન ઓછો કરવા માટે અનેક પ્રયાસો કરતાં હોય છે. જેમાં જિમ, કસરત, ડાયેટ પ્લાન જેવા અનેક પ્રયાસો બાદ પણ વજન ઓછો થતો ન હોય.
💁♀️ વજન ઓછો ન થવાથી લોકો આયુર્વેદનો સહારો લે છે. જેના અસર કારક ઉપાયથી વજન ઓછો થાય છે. જેથી લોકો ગરમ પાણી સાથે લીંબુનું સેવન કરતાં હોય છે. તેનાથી વજન જલ્દીથી ઓછો થવા લાગે છે. પરંતુ આયુર્વેદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મેથી અને જીરાના પાણીનું સેવન કરવામાં આવે તો વજન ઓછો થાય છે. જેના કારણે લોકોને લીંબુ વાળું ગરમ પાણી અને મેથી જીરામાંથી કયું સર્વ શ્રેષ્ટ છે. તે જાણવા લોકો ખૂબ ઉત્સુક હોય છે.
💁♀️ તમારી આ વિડંબના દૂર કરવા માટે અમે આ આર્ટીકલમા મેથી જીરાના પાણી અને લીંબુ વાળું ગરમ પાણી આ બંને વચ્ચેના તફાવત તમને જણાવશું અને તેમાંથી કયું સૌથી શ્રેષ્ઠ અને કારગર છે તે પણ જણાવશું.
💁♀️ મેથી જીરાનું પાણી અને લીંબુ વાળું ગરમ પાણી વચ્ચેનો તફાવત :-
💁♀️ મેથી જીરાનું પાણી :- આપણા આયુર્વેદમાં મેથી જીરાના પાણીનું સેવન કરવાના ઘણા ફાયદાઓ જણાવ્યા છે. જેમાં રાત્રે મેથી અને જીરાને 1 કપ પાણીમાં પલાળી અને સવારે તેને ગાળીને સેવન કરવાથી ડાયાબિટિસના દર્દીઓને ઘણી રાહત મળે છે. ઉપરાંત શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરને ગરમી પણ મળે છે. ઉપરાંત મેથી જીરાના પાણીને પીવાથી પાચન શક્તિ પણ સારી થાય છે. પેટની સમસ્યા જેવી કે, અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે જેવી સમસ્યા દૂર થાય છે.
👉 પરંતુ, મેથી જીરાના પાણીને જો ગરમીની ઋતુમાં પીવામાં આવે તો તેનાથી નુકશાન પણ થઈ શકે છે. જેનું મુખ્ય કારણ મેથી છે. મેથીની પ્રકૃતિ ગરમ હોય છે. જેથી ઉનાળામાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. ઉપરાંત અમુક રિસર્ચ મુજબ મેથી જીરાનું પાણી વજન ઓછું કરવા માટે અસક્ષમ સાબિત થાય છે.
💁♀️ લીંબુ વાળું ગરમ પાણી :- સવારે ઉઠતાંણી સાથે ગરમ પાણીમાં લીંબુ નાખી અને તેનું સેવન કરવામાં આવે તો વજન ઓછો થવામાં ઘણો ફાયદો થાય છે. નિયમિત જો તેનું સેવન કરવામાં આવે તો સારો એવો વજન ઓછો થઈ શકે છે. લીંબુ વાળું ગરમ પાણી તમે કોઈ પણ ઋતુમાં લઈ શકો છો. જેનાથી શરીરને કોઈ પણ જાતનું નુકશાન થતું નથી.
👉 લીંબુ પાણીનું જો ઉનાળામાં સેવન કરવામાં આવે તો શરીરને લૂ લાગવાથી બચાવી શકાય છે. ઉપરાંત તેનાથી શરીરમાં એનર્જી લેવલ પણ બરકાર રહે છે અને જો શિયાળાની ઋતુમાં ગરમ પાણી સાથે લીંબુને પીવામાં આવે તો ગરમ પાણી ફેફસામાં જામેલા કફને દૂર કરે છે અને લીંબુને કોઈ પણ ઋતુમાં પીવામાં આવે તે શરીરને ફાયદો જ કરે છે.
💁♀️ વજન ઓછો કરવા માટેનું સર્વશ્રેષ્ટ પીણું :- આમ તો શરીર માટે મેથી જીરાનું ડ્રિંક અને ગરમ પાણીમાં લીંબુના રસ વાળું ડ્રિંક બંને ગુણકારી છે. પરંતુ જો ખાસ વજન ઓછો કરવાના ઉદેશ્ય પર જઈએ તો તેમાં સર્વ શ્રેષ્ટ ગરમ લીંબુ પાણી છે. જે વજન ઝડપથી ઓછો કરવામાં સક્ષમ છે. જેથી નિયમિત જો તેનું સેવન કરવામાં આવે તો મોટાપાની સમસ્યાથી બચી શકાય છે.
👉 તમને જણાવી દઈએ કે, ગરમ લીંબુ પાણી તમને વજન ઓછો કરવામાં મદદ તો કરે છે પરંતુ તેની સાથે-સાથે તમારે જમવામાં પણ કાળજી લેવાની રહેશે. જો તમે બહારનું ભોજન વધારે માત્રામાં સેવન કરશો તો વજન ઓછો થશે નહીં. ઉપરાંત તમારે કસરત પણ કરવી જોઈએ, જેથી તમારું શરીર ફિટ અને તંદુરસ્ત રહેશે.
જો વજન ઓછું કરવાના પાણી વિશે માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.