ઘણા લોકોને કે બાળકોને કોઢના દાગ થયેલા છે તેની માટે ખાસ આ આર્ટીકલ લઈને આવ્યા છીએ. જ્યારે આ કોઢ જેવો રોગ જેમ મોટા થઈએ તેમ વધતો જાય છે તેને મૂળથી કાઢવા માટે આ ઘરેલુ આયુર્વેદિક ઉપાય જરૂર કરવો જોઈએ. તમને એક વાત જણાવી દઈએ કે આ રોગ આપણે નામથી મોટો કરી દીધો છે. પણ આ રોગ મોટો નથી તેનો ઈલાજ પણ આસાનીથી થઈ શકે છે. તેની માટે કોઈ ભારે દવાઓ લેવાની પણ જરૂર નહીં પડે. આ રોગ એવો છે જેનાથી આપણી ચામડીના રંગમાં બદલાવ આવી જાય છે. બાકી આ રોગથી કોઈને ડરવાની જરૂર નથી.
ખાસ આ રોગ બાળકો માટે પરેશાની બને છે. તેની માટે આ ઉપાય એક બેસ્ટ ઉપાય છે જેનાથી આગળ વધતો કોઢ અટકી જશે. ઘણા બાળકો આ રોગથી ડરી જાય છે. એટલા માટે બાળકોને સમજાવવું કે, આ એક સમાન્ય રોગ છે જેની દવા આસાનીથી મળી જશે તેથી તેનો ડર ઓછો થશે.
નહિ તો, આ ડર તેમને વધારે પરેશાન કરશે. આ રોગનો ઈલાજ કરતાં સમયે થોડી રાહ જોવી પડે છે ધીરે ધીરે રોગનો ઈલાજ થાય છે. સફેદ દાગ છે તેને કોઢ ના કહેવાય સફેદ દાગની અંદર જ્યારે કાળા ધબ્બા થવા લાગે ત્યારે તે કોઢનો રોગ થયો કહેવાય છે. આ સફેદ દાગ થવા પાછળનું સૌથી મોટું કારણ છે. વિરોધી ભોજનનું સેવન.
જેવા કે, દૂધ અને ડુંગળી, દૂધ અને દહી, દૂધ અને ફળોનું સેવન, દૂધ અને વધારે ખાટા ફળોનું સેવન વગેરે આવા એક બીજાની વિરોધી વસ્તુના સેવનથી મુખ્ય ચામડીના રોગો ઊભા થાય છે. બીજી વસ્તુ છે રોગ થવા પાછળ, જ્યારે પણ આપણું શરીર તેની ગંદગી સાફ કરતું હોય છે ત્યારે તેને રોકવું ના જોઈએ જેમકે, પરસેવા રૂપે બાર આવતી ગંદગીને તમે પરફ્યુમ લગાવી રોકો છો. તેવું બિલકુલના કરવું. જ્યારે પરસેવો સુકાવા લાગે ત્યારે ન્હાઇ લેવું જોઈએ.
- સફેદ દાગ દૂર કરવાના ઘરેલુ ઈલાજ.
હળદર એક એવી વસ્તુ છે જે ચામડીના ઘણા રોગોમાં કારગર સાબિત થાય છે. હળદરમાં રહેલા ગુણ શરીર કે ત્વચા પર થયેલા પિગમન્ટેશનને દૂર કરવામાં મદદ કરે છે. હળદર અને કોઈ પણ ડ્રિંક જેવી કે, સ્પ્રાઇટ મિક્સ કરી સફેદ દાગ પર લગાવવાથી તે દાગ જલ્દીથી દૂર થવા લાગશે. (આ નુસખો ઈન્ટરનેટ પર ખુબ પ્રખ્યાત છે.) અડદની દાળને પલાળીને પીસીને નવા નીકળેલા સફેદ દાગ પર લગાવવાથી તે દાગ જલ્દીથી દૂર થવા લાગશે. તેમજ રોજે નિયમિત છાશનું સેવન કરવાથી પણ ચામડીની ઘણી સમસ્યા દૂર રહે છે.
લીમડાના પાન, લીંબોળી અને તેના ફૂલ આ ત્રણ વસ્તુને ભેગી કરી સુકવો બરોબર સુકાઈ જાય પછી તેને પીસીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજે સવારે અને સાંજે નિયમિત સેવન કરવાથી જૂનો કોઢ અને સફેદ દાગ દૂર કરવામાં ખુબજ મદદ કરશે. લીમડો શરીર માટે સૌથી શ્રેષ્ઠ ઔષધિ છે. ખુબજ સફેદ દાગ વાળા વ્યક્તિ જ્યારે પણ સુવે ત્યારે તેની પથારીમાં વધારે લીમડાના પાનને રાખી તેની ઉપર સુવાનું કરવું જોઈએ સફેદ દાગ જલ્દીથી દૂર થાય છે.
તુલસીના પાનથી પણ સફેદ દાગ આસાનીથી કાઢી શકાય છે. તુલસીના 50થી વધારે પાનને લેવાના તેને સારી રીતે ધોઈ તે પાનને વાટીને પેસ્ટ બનાવવું, 300 ગ્રામ જેટલું સરસોનું તેલ લેવું તેની અંદર પેલા પાનનો પેસ્ટ મિક્સ કરી ગરમ તાપ ઉપર રાખી હલાવવું તે સરખું ગરમ થઈ મિક્સ થઈ જાય પછી તેને એક બોટલમાં ભરી લેવું. આ તેલ નિયમિત એક વાર તે દાગ ઉપર લગાવવું.
આ રોગ કોઈ વ્યક્તિને કે બાળકને વારસામાં પણ મળેલો હોય છે તેવી વ્યક્તિને વધારે અખરોટનું સેવન કરવું જોઈએ. અખરોટના પોષણથી શરીરમાં રહેલા ચામડી માટે નુકસાન કારી ઝેરીતત્વો જલ્દીથી બહાર નીકળે છે. અખરોટના મૂળ પણ ખુબજ ગુણકારી હોય છે. અખરોટના ઝાડની આસપાસ કોઈ ઝેરી તત્વ રહેતું નથી. તેવી જ રીતે અખરોટના સેવનથી શરીરમાં કોઈ પણ ઝેરી તત્વ રહેતું નથી.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.