👶આપણા દેશમાં દર એક મિનિટે 25 બાળકો જન્મ લે છે. કોઈપણ બાળક હોય તેને માતા નવ મહિના પેટમાં રાખીને કષ્ટ વેઠીને બાળકને જન્મ આપે છે. પરંતુ ઘણા ખરાં ડૉક્ટરો માતાના શરીર સાથે ચેડા કરતાં થઈ ગયા છે.
👶આજની બદલાયેલી જીવનશૈલી સિઝેરિયન ડિલિવરી એકદમ સામાન્ય બાબત થઈ ગઈ છે. જેને પણ પૂછો કહેશે સિઝેરિયન થયું. પરંતુ તેનાથી માતા અને બાળક બંનેને નુકશાન પહોંચે છે. તેનાથી ડૉક્ટરોને કોઈ મતલબ હોતો નથી. તેમને તો બસ પૈસા જ કમાવવા હોય છે. તેની પાછળ આ પ્રકારના કેટલાક કારણો જવાબદાર તે તમને જણાવીશું.
👶નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર સરકારી હોસ્પિટલમાં 10 ટકા સિઝેરિયન ડિલીવરી થાય છે. ત્યારે પ્રાઈવેટમાં 31.1 ટકા સિઝેરિયન ડિલિવરી કરતાં હોય છે. સરકારી કરતાં પ્રાઈવેટમાં ત્રણ ગણા વધારે સિઝેરિયન આટલો ફરક શા માટે…?
👶-કોઈ પૈસાદાર કે મધ્યમ વર્ગનો માણસ હોય તે પોતાના ઘરના સભ્યની નોર્મલ ડિલીવરી થાય તેવું ઇચ્છતા હોય છે. પરંતુ ઘણી વખત પરિસ્થિતિ એવી ઉભી થાય છે. જેના કારણે સિઝેરિયન ડિલીવરી કરવી પડે છે. પરંતુ તેની પાછળું બીજું સત્ય આ છે.
👶-ભારતમાં વર્ષે 2.7 કરોડ બાળકોનો જન્મ થાય છે. તેમાં 17.2 ટકા બાળકોનો જન્મ સિઝેરિયન ડિલીવરીથી થાય છે. એટલે દર વર્ષે 46 લાખ 44 હજાર બાળકો સિઝેરિયન ડિલિવરીથી જન્મ લે છે. તેના ખર્ચની વાત કરીએ તો સિઝેરિયન ડિલીવરી અત્યારે 40થી 50 હજારની વચ્ચે થાય છે.
👶પ્રાઈવેટ હોસ્પિટલમાં દર વર્ષે સિઝેરિયન ડિલિવરી દ્વારા 23,220 કરોડ કમાવાય છે. આ સીધો ફાયદો પ્રાઈવેટ હોસ્પિટલોને થતો હોય છે. પરંતુ તેનાથી માતા અને બાળકને નુકસાન થાય તે ડૉક્ટરો સમજતાં હોતા નથી.
👶-ઘણી વખત આ ડિલિવરીમાં વધારે બ્લીડિંગ થઈ શકે છે. જેનાથી ઇન્ફેક્શન લાગવાનો ભય રહે છે. ઘરે આવ્યા બાદ પણ લીધેલા ટાંકા સાચવવા પડતાં હોય છે.
👶એક કે બે વર્ષ સુધી ભારે વજન ન ઉંચકવું. બીજી ડિલીવરી પણ તમારી સિઝેરીયનથી જ થાય છે. એક વાત તો ક્લીયર થાય કે અમુક પ્રાઈવેટ હોસ્પિટલ વાળા એક વખત સિઝેરિયન કર્યા બાદ બીજી વખત સિઝેરિયન કરી પૈસા કમાય છે.
👶-સિઝેરિયન કરતી વખતે એનેસ્થેસિયા અપાય છે. જેમાં વધારે કોમ્પ્લીકેશન હોય છે. તમને એક વાતની માહિતી આપીએ 2010સુધી દેશમાં માત્ર 8.5 ટકા સિઝેરિયન ડિલીવરી થતી હતી. આ ડિલીવરીનો આંક પ્રાઈવેટ અને સરકારી બંનેનો મળીને છે.
👶-હવે 2015-17 પછી આ આંક વધી રહ્યો છે. એટલે કે 17.2 ટકા થઈ ગયો છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નોર્મલ ડિલીવરી દ્વારા બાળક જન્મે છે તે તંદુરસ્ત હોય છે. જ્યારે સિઝેરિયન દ્વારા જન્મેલું બાળક મેદસ્વીતા, એલર્જી, ટાઇપ વન ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે.
👶-આજકાલ દરેક પ્રાઈવેટ હોસ્પિટલોમાં સિઝેરિયન ડિલીવરીના કેસ વધી રહ્યા છે. તેમાં તેમનો પૈસા માટેનો ચોખ્ખો સ્વાર્થ દેખાય આવે છે. તે બાળક કે માતાના સ્વાસ્થ્યની સલામતી જોતા હોતા નથી.
👶એવું નથી કે બધા ડૉક્ટરો આ પ્રમાણે પૈસા કમાય છે કેટલાક ડૉક્ટરો નોર્મલ ડિલીવરી માટે આખો દિવસ પણ રાહ જોતા હોય છે. પરંતુ તમારી આસપાસ આવા ડૉક્ટર હોય તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જો આવા કોઈ જવાબદાર ડોકટરો તમને મળી શકે તો જરૂર તેની પાસે જ ટ્રીટમેન્ટ કરાવજો..
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.