🏨દુનિયામાં દરેક વ્યક્તિની લાઈફ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે જ્યારે પણ જોઈએ માણસ દોડતો જ હોય છે. પૈસાની પાછળ તે દોડતો જ હોય છે. તેને આ કારણે જ મનની કે તનની શાંતિ મળતી હોતી નથી. એટલે જ તેને જ્યારે પણ તહેવારોની કે અન્ય રજા મળે એટલે તે શાંતિ મળે તે માટે ફરવા નિકળી જતો હોય છે. તેને બસ આરામ મળે તે જ મહત્ત્વનું છે.
🏨તે ફેમિલી સાથે ટાઈમ પસાર કરવા માટે સારી એવી હોટેલ બુક કરાવીને એન્જોય કરતો હોય છે. જે પણ હોટેલ બુક કરાવીએ તેમાં પુરતી સગવડ અને ચોખ્ખાય હોય તેનું ખાસ કરીને ધ્યાન રાખીએ છીએ. પરંતુ તમે જાણો છો હોટેલ નાની હોય કે મોટી તેની બેડશીટ કેમ સફેદ રાખવામાં આવે છે. તો આજે તમને માહિતી આપીશું કે ક્યા કારણોને લીધે કોઈપણ હોટેલમાં સફેદ ચાદર અને ફર્નિચર રાખવામાં આવે છે.
🏨-આપણે જેવા હોટેલના રૂમમાં એન્ટર થઈ કે તરત સફેદ અને ચમકદાર વસ્તુ જોઇએ કે તરત આંખને પસંદ આવી જતું હોય છે. તે આપણા મનને શાંતિ આપે છે. આમ પણ હોટેલમાં મોટા ભાગના લોકો થાકીને સુવા માટે જ જતાં હોય છે, તેથી વ્હાઇટ કલર તેના થાકને જલ્દી ઉતારે છે અને બીજા દિવસે તે લોકો ફ્રેશ થઈને ઉઠે છે.
🏨-હોટલમાં ઘણા બધા રૂમ હોય છે. જેને ક્લીન કરવામાં ખાસ ચોકસાઈ રાખવી પડતી હોય છે. તો સફેદ રંગની સફાઈ કે વોશ કરવામાં સમય ઓછો લાગે છે. તણાવવાળા માણસ માટે આ કલર શાંતિ આપે છે. તે તણાવમાંથી જલદી છુટકારો મેળવી શકે છે.
🏨-બીજું કારણ એ પણ હોય શકે કે હોટલમાં જે સફાઈ કર્મચારી હોય તેને બેડશીટ ગંદી થઈ હોય તો ઝડપથી દેખાય જાય કેમ કે અન્ય કલરમાં ગંદકી એટલી દેખાતી હોતી નથી. જેથી સફાઈ કરવી સરળ બનતી હોય છે.
🏨-સફેદ રંગ એટલે શાંતિ અને સ્વચ્છતાનું પ્રતિક ગણાય છે. માટે શાંતિ મેળવવા ગયેલા માણસને સુકુન મળતું હોય છે. કોઈપણ ગ્રાહક હોય હોટલમાં તેનો સમય આરામદાયક રીતે પસાર કરી શકે, તેને શાંતિનો અનુભવ થાય એટલા માટે ચાદર, સાથે ઘણી વસ્તુઓ સફેદ રાખવામાં આવે છે.
🏨-સફેદ રંગ મોટાભાગના લોકોને વધારે પસંદ હોય છે. તેથી હોટેલ સિવાય ટ્રેનની મુસાફરી કરીએ ત્યારે પણ આપણને કોચમાં ચાદર, નેપકીન, તકીયો દરેક વસ્તુ વાઇટ કલરની આપતા હોય છે. વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે સફેદ રંગ સાફ અને ચમકતો દેખાય છે. તેથી જે પણ મુસાફરી કરે તેને આરામદાયક વાતાવરણ મળે.
🏨-સફેદ રંગ ધોવામાં સરળતા રહેતી હોય છે. કેમ કે એકસાથે ઘણી બધી હોટેલની ચાદરો ધોવા નખાતી હોય છે. જો અલગ અલગ કલરવાળી બેડશીટ હોય તો ધોવામાં સમય બરબાદ થાય છે અને એકબીજાનો કલર બેસી જવાનો ભય રહે છે.
🏨-તે સિવાય વૈજ્ઞાનિકો માને છે કે પ્રિન્ટેડ કલર કરતાં સફેદ કલરની બેડશીટમાં ઉંઘ સારી આવે છે. તેથી કોઈપણ વ્યક્તિ ઉઠે ત્યારે ફ્રેશનેશ અનુભવે છે.
જો સફેદ રંગની બેડશીટ હોટેલમાં કેમ હોય છે આ વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.