💁♀️પૂરજોશમાં લગ્નની સીઝન ચાલી રહી છે. જેનું સગપણ થઈ ગયું છે. તે લગ્ન કરી રહ્યા છે. અને જેમનું સગપણ નક્કી નથી થયું તે છોકરી શોધી રહ્યા છે. છોકરી જોવા જઈએ ત્યારે કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે ગામડાની કે શહેરની છોકરી બંનેમાંથી કઈ છોકરી વધારે સારી તેનો ખ્યાલ નથી આવતો હોતો.
💁♀️શહેરની છોકરીમાં જે ગુણ હોય તે ગામડાંની છોકરીમાં ન હોય, અને જે ગામડાંની છોકરીમાં ગુણ રહેલા હોય તે શહેરની છોકરીમાં ન હોય. આમ જોવા જઈએ તો ઘણી વખત શહેર અને ગામડાંની બંને છોકરીઓ સારી અને સમજું હોય છે. પરંતુ કેટલાક અંશે ગામડાંની છોકરીઓ શહેરની ગોરી કરતાં વધારે ચઢીયાતી હોય છે.
💁♀️પહેલાના સમયમાં એવું હતું કે ગામડાની છોકરીને મોટાભાગના શહેરના છોકરા પસંદ નહોતા કરતાં પરંતુ તે વ્યાખ્યા હવે બદલાય ગઈ છે. આજે તમને બંને વચ્ચેના ફેરફાર જણાવશું. તેની માહિતી જણાવીએ.
💁♀️-ગામડાંની છોકરી એકદમ વિનમ્ર સ્વભાવની હોય છે. તેને મન દેખાવનું એટલું મહત્ત્વ હોતું નથી. તેને સાદગી વધારે પસંદ હોય છે. તે પરિવારનું કહ્યું માનતી હોય છે. એકસાથે પરિવારમાં પણ રહે છે. આ છોકરીઓને પ્રભાવિત કરી શકાતી નથી.
💁♀️ત્યારે શહેરની છોકરીઓ વધારે પડતી ખર્ચાળ હોય છે. તેમાં પણ ખાસ કરીને મેકઅપ અને ખાવા-પીવામાં, ફરવામાં વધારે પૈસા ઉડાડતી હોય છે. તેને સ્વતંત્રતા પહેલાથી જ એટલી મળેલી હોય છે. તે કોઈની પણ સાથે વાત કરતાં ખચકાતી હોતી નથી.
💁♀️-ગામડાંની છોકરીઓ આજકાલ સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. પંરતુ શહેરની છોકરી કરતાં ઓછું. તેની દુનિયા તેનો પરિવાર જ હોય છે. તે સંબંધોનું મહત્ત્વ જાણે છે. એટલે જ જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું પસંદ કરે છે. તે સમજણી પણ ઘણી હોય છે. જ્યારે શહેરની છોકરી વધારે પડતો સમય સોશિયલ મીડિયા પર પસાર કરતી હોય છે. તે સ્વભાવે ઘણાંખરાં અંશે જિદ્દી હોય છે. પણ એ ના ભૂલવું કે, ઘણી ગામડાંની છોકરીઓ પણ જિદ્દી હોય જ છે..
💁♀️-આ જમાનો એવો છે કે દરેક વ્યક્તિ પોતાનો સ્વાર્થ જોતો થઈ ગયો છે. ભલે પછી ગમે તે જ ન હોય. પહેલાના સમયમાં કેટલાક ગુણો એ હતા જે દરેક છોકરીમાં જોવા મળતાં જે આજના સમયમાં ગામડાં કે શહેરની છોકરીમાં બહુ ઓછા જોવા મળે છે. પરંતુ એક વાત છે શહેરની છોકરી થોડી આળસુ-જટિલ હોય છે. તેની સરખામણીમાં ગામડાની છોકરીઓ પ્રેમlળ, સંવેદનશીલ, સમજણી, મહેનતી હોય છે. તેનું ઘડતર ગામડામાં થયું હોવાથી તે ખડતલ અને મજબૂત હોય છે.
💁♀️-ગામડાંની છોકરીઓને શહેરની છોકરી કરતાં વ્યવહાર કુશળની માહિતી સારી હોય છે. પણ જમાના પ્રમાણે શહેરની છોકરી પણ સૂઝ ધરાવતી થઈ ગઈ છે. તેથી અઅ મામલે બંને પોતપોતાની દ્રષ્ટિએ યોગ્ય કહેવાય..
💁♀️-શહેરની છોકરીઓ વધારે બુદ્ધિશાળી અને કોઈપણ બહારનું વર્ક કે ઓફિસ વર્ક કરવામાં ખચકાતી નથી. તે પોતાના દેખાવને વધારે મહત્ત્વ આપે છે અને એટલે જ તે કોઈપણ છોકરીને તેની તરફ સરળતાથી આકર્ષી શકે છે. આજ કારણે તેને મહત્ત્વ પણ બધી જગ્યાએ વધારે મળતું હોય છે.
💁♀️ત્યારે ગામડાંની છોકરી વધારે બહાર નીકળવું ઓછું પસંદ કરતી હોય છે. પરિવાર સાથે રહેવું ગમતું હોય છે. તે ઘરકામમાં વધારે ધ્યાન આપે છે અને તેને તકલીફ પણ પડતી હોવા છતાં તે કાંઈ બોલતી નથી. આની સામે શહેરની છોકરીઓ સ્પષ્ટ પણે પોતાની કોઈ તકલીફ હોય તો પતિને જણાવી દેતી હોય છે.. એટલે અઅ બાબતે ઘણા છોકરાઓની પસંદ અલગ અલગ હોય શકે છે.
💁♀️-ખરેખર તો સર્વે ગુણ સંપન્ન છોકરી કોઈકને જ મળતી હોય છે. ગામડાંની હોય કે શહેરની છોકરી તેમાં કોઈક ગુણ એવો હશે જેની બાદબાકી બંનેમાં હશે.
💁♀️-કેટલીક ગામડાંની છોકરીઓ જડ અને ઝઘડાળું હોય તેવું પણ બનતું હોય છે. તે સમયે આપણને શહેરની છોકરી પસંદ આવે છે. તેથી આપણા સ્વભાવ અને ઘરને અનુરૂપ રહે તેવી છોકરી પસંદ કરવી વધારે સારું રહેશે. પછી ભલે તે ગામડાં કે શહેરની હોય.
જો ગામડાની અને શહેરની છોકરીઓ વિષેની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.