👉તમે અમુક છોકરા કે છોકરીને જોશો તો લાગશે કે ઘણાં મોટા થઈ ગયા છે. પરંતુ તે હકીકતમાં એટલા મોટા હોતા નથી. તેમનો શારીરિક વિકાસ આજકાલ એટલો ઝડપથી વધવા માંડ્યો છે કે તે 3 કે 4 ધોરણમાં હોય તો આપણને 6-7 ધોરણમાં હોય તેવું લાગતું હોય છે. આ સમસ્યા દરેક છોકરા અને છોકરીમાં જોવા મળી રહી છે.
👉જે શારીરિક વિકાસ 10-15 વર્ષની ઉંમરમાં થવો જોઈએ તેના બદલે અત્યારના સમયમાં ખૂબ ઝડપથી વિકાસ થાય છે. જેના કારણે આપણને અત્યારે લાગે છે કે છોકરીઓ ઉંમર કરતાં વધારે મોટી લાગે છે. તેનું એક કારણ માત્ર આરામની લાઈફ વધારે પસંદ કરવી અથવા ઘણી વખત તમારી અનિયમિત જીવનશૈલી પણ આ બધી વિકૃતિઓનું કારણ હોઈ શકે છે. તે સિવાય પણ કેટલાક કારણો છે તે જોઈએ.
🍔ફાસ્ટફૂડ- તેનું સૌથી મોટું કારણ છે વધારે પડતું ફાસ્ટફૂડનું સેવન કરવું. બહારના નાસ્તામાં ખૂબ જ નિમ્ન કક્ષાના તેલનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. તેની ક્વોલિટી પણ એટલી સારી હોતી નથી. તે સિવાય સાફ-સફાઈ પર પણ એટલું ધ્યાન અપાતું હોતું નથી. એટલે બને ત્યાં સુધી તમે મહિનામાં એક વખત કે બે મહિને એક વખત ફાસ્ટફૂડનું સેવન કરશો તો સ્વાસ્થ્ય માટે સારું રહેશે. તેના વધારે સેવનથી પેટની તકલીફ અને શારીરિક વિકાસમાં પણ સમસ્યા પેદા થતી હોય છે.
🍱રાસાયણિક ખોરાક- અત્યારે બજારમાં મળતી દરેક વસ્તુ દવાઓનો ઉપયોગ કરીને બનાવેલી મળતી થઈ ગઈ છે. તેમાં ખાસ કરીને અનાજ યુરિયા, ડીએપી, જંતુનાશક જેવા ઘણાં પ્રકારના રસાયણોનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવે છે. અને તે અનાજનું સેવન આપણે કરીએ ત્યારે શરીરમાં કેટલાક પ્રકારના ફેરફારો થતાં હોય છે. એટલું જ નહીં શાકભાજી અને ફળો પણ દવાઓ નાખીને પકવવામાં આવે છે.
🏋️♀️શારિરીક શ્રમ- પહેલાની ગૃહિણી દરેક કામ પોતાની જાતે કરતી હતી. તેથી એક સમયે યોગા કે વ્યાયામ ન કરે તો પણ ચાલતું હતું. જેમ કે ઘરમાં રસોઈ કરવી, કપડાં ધોવા, કચરાં-પોતા કરવા, જેવા બીજા પણ ઘણાં કામ દરેક મહિલા જાતે કરતી હોવાથી તેમને આખો દિવસ શારિરીક શ્રમ રહેતો હતો. જેનું સ્થાન હવે મશીનો અને કામવાળા એ લઈ લીધું છે. જેના લીધે પણ શરીરમાં પરિવર્તન આવી શકે છે.
👉વધતો વિકાસ- ટેક્નોલોજીનો વધતો વિકાસ પણ મહત્વની ભૂમિકા હોઈ શકે છે. ઇન્ટરનેટનો આજકાલ વધારે વપરાશ થઈ રહ્યો છે. અને તેના કારણે સમાજમાં ઘણા પરિવર્તન જોવા મળે છે. તેની પણ અસર હોઈ શકે છે.
👉સુખ-સુવિધા- વધારે પડતી સુખ-સુવિધાના કારણે પણ દરેક માણસના શરીરમાં પરિવર્તન લાવી શકે છે.આજકાલની સુવિધાઓ શરીરને વધારે ખરાબ કરે છે.
⛅વાતાવરણ- આજકાલ હવાનું પ્રદૂષણ આપણા શરીરને વધારે ખરાબ કરે છે. તેમાં પણ ફેક્ટરીઓ અને વાહનોનું પ્રદૂષણ હવાને વધારે ઝેરી બનાવે છે. તેની ખાસ અસર શરીર પર થતી હોય છે. આપણને લોકડાઉનમાં જે શુદ્ધ હવા મળતી હતી. તે ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હતી.
💧પાણી- વર્તમાન સમયમાં પાણી પણ એટલું શુદ્ધ રહ્યું નથી. ફેક્ટરીઓનું વેસ્ટ પાણી નદી, જળાશયોમાં ભળીને શુદ્ધ પાણીને પ્રદૂષિત કરી રહ્યું છે. એટલું ઓછું હોય તેમ ક્ષારવાળા પાણીનું સેવન પણ આપણું શરીર બગાડે છે. મોટાભાગના લોકો અત્યારે આરો અને વોટર ફિલ્ટરનું પાણી પીતા થઈ ગયા છે, જેનાથી પોષક તત્વો અને વિટામિન્સની ઉણપ થતી હોય છે. અને જો તેના વગર પાણી પીએ તો પ્રદૂષિત પીવું પડે છે. આ બધા કારણોને લીધે આપણા શરીરમાં કેટલાક પ્રકારનું પરિવર્તન જોવા મળે છે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.