🪰ઉનાળો અને ચોમાસું આવતાં મોટાભાગના ઘરોમાં માખીઓનો ઉપદ્નવ ખૂબ જ વધી જતો હોય છે. જેના લીધે અમુક વ્યક્તિ કંટાળી જતાં હોય છે. ખાસ કરીને તે કાનની બાજુમાં આવીને ઝીણો ગણગણાટ કરતી રહેતી હોવાથી કોઈપણ માણસને પરેશાન કરી મૂકે છે.
🪰કોઈપણ વ્યક્તિ હોય તેને માખી પસંદ આવતી હોતી નથી. આપણે તેને ઘરમાં જોઈએ કે તરત તે જગ્યા ગંદી હશે તેવો વિચાર આવવા લાગતો હોય છે. તે સિવાય તમે ઘણી વખત ધ્યાનથી જોયું હોય તો, માખી કોઈ વસ્તુ પર બેસી હોય ત્યારે વારંવાર તેના પગ ઘસતી રહેતી હોય છે. તો તેની પાછળ શું કારણ રહેલું છે તે જાણીએ.
🪰માખીને 6 પગ હોય છે અને તે આગળના બે પગનો ઉપયોગ હાથ તરીકે કરતી હોય છે. હવે જ્યારે તમે માખી બેઠી હોય ત્યારે હાથ ઘસતી જોઈ હશે. તો તમને જણાવી દઈએ કે માખી સફાઈ કરતી હોય છે. માખી આપણે વિચારીએ છીએ એટલી ગંદી હોતી નથી. જી હાં…જાણીને આશ્ચર્ય થશે કે માખી ખૂબ જ સ્વસ્છ જીવ છે. તો કેવી રીતે? વધુ વિગતો જાણીએ…
🪰આપણે તેને ખાલી બેસેલી જોઈએ ત્યારે એમ થાય કે કંઈક વિચારી રહી છે. પરંતુ તેની પાછળનું સત્ય કંઈક અલગ જ હોય છે. નાનું બાળક રમતું હોય અને તેની પાસે પણ જ્યારે માખી આવીને બેસે તો બાળક તેને એકીટશે જોવા લાગે છે. કેમ કે તે આગળના પગ ઘસતી રહેતી હોય, તે જોઈને બાળકને પણ નવાઈ લાગતી હોય છે. તો મોટા વ્યક્તિને તો નવાઈ લાગે જ.
🪰માખી જ્યારે પણ તેના બે પગ ઘસતી હોય છે ત્યારે પોતાની જાતને સાફ કરતી હોય છે. માખી તેના સુગંધિત રિસેપ્ટર્સને બરાબર સાફ કરતી રહેતી હોય છે. આ સુગંધિત પદાર્થ તેના શરીરનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેના વડે જ તે ઉડી શકતી હોય છે. એટલું જ નહીં મેટ્સને પણ તે શોધે છે સાથે ખોરાક પણ મેળવી લે છે.
🪰એક વાત સ્પષ્ટ છે કે આ સુગંધિત રિસેપ્ટર્સ પર જ માખીનો બધો આધાર રહેલો હોય છે. એટલા માટે જ તેની સ્વચ્છતાનું ખાસ કરીને ધ્યાન આપતી હોય છે.
🪰માખી માત્ર તેના બે પગ જ નથી ઘસતી તે માથા અને પાંખો પણ વારંવાર લંબાવતી જોવા મળે છે. તે સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ સજાગ છે. માખી સ્વચ્છતાની દ્રષ્ટિએ આટલી સજાગ હોવાથી યુનિવર્સિટી ઓફ રિઝોના એ કહ્યું કે, લોકોએ માખીના મોડેલ પાસેથી સ્વચ્છ રહેવાનું શીખવું જોઈએ.
🪰કેટલીક સ્ટડી દરમિયાન જાણવા મળ્યું છે કે માખી દિવસના અમુક ચોક્કસ સમયે પોતાને સાફ કરતી હોય છે. બીજું એક સંશોધન 2007માં ફ્રૂટ ફ્લાય્સ પરના જર્મન સંશોધકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં માખી સવાર અને સાંજના સમયે કલાકો સુધી માખી પોતાને સાફ કરતી હોય છે.
🪰એક સમયે જ્યારે પણ આપણે માખીને જોઈએ છીએ ત્યારે બધી સરખી જ લાગતી હોય છે પરંતુ એવું હોતું નથી. તેની અલગ અલગ ઘણી પ્રજાતી હોય છે. તેને ધ્યાનથી જોવામાં આવે તો તફાવત ખ્યાલ આવતો હોય છે. અમુક વ્યક્તિએ માખીને ધ્યાનથી નહીં જોઈ હોય તો હવે તેનું પૂરેપૂરું નિરિક્ષણ કરજો ઘણી વાતો જાણવા મળશે.
જો આ માખી વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.