👉દુનિયાની દરેક સ્ત્રી જે દર મહિને જે પીડા સહન કરે છે તે છે માસિક ધર્મ એટલે પીરિયડ આવવાં. 14 વર્ષથી 50 વર્ષની આ પીડા સહન કરે છે. અને તે સાયકલ દર મહિનાનું હોય છે. તેમાં તેને અસહ્ય પીડા સહન કરવી પડે છે. પરંતુ આવી પીડા શા માટે સહન કરવી તો તેનું કારણ છે. દેવરાજ ઇન્દ્રે કરેલી ભૂલનું પરિણામ દરેક સ્ત્રી દર મહિને ભોગવી રહી છે. તેની વાત પુરાણોમાં જાણવા મળે છે. આધુનિક યુગમાં ડૉક્ટરો આ વાતને સામાન્ય ગણાવતા હોય છે. પણ ધર્મ અનુસાર તેની સાથે એક કથા જોડાયેલી છે. આવો તે જાણીએ…
👉-દર મહિને મહિલાને માસિક ધર્મ શરૂ થાય એટલે તે શારીરિક રીતે કમજોર થઈ જતી હોય છે. પરંતુ આવું શા માટે, તો પૌરાણિક કથા અનુસાર મહિલાને આપેલો શ્રાપ છે. ભાગવતમાં જણાવે છે કે એકવખત ગુરુ એટલે બૃહસ્પતિ ઇન્દ્રદેવથી નારાજ થઈ ગયા હતા. તેનો લાભ અસુરોએ ઉઠાવ્યો. અસુરોએ દેવલોક પર આક્રમણ કર્યું.
👉-તે સમયે ઇન્દ્રદેવને ગાદી છોડી ભાગવું પડ્યું હતું. ભાગતા ભાગતા ઇન્દ્રદેવ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી પાસે પહોંચી મદદ માંગી. તેમણે કહ્યું ઇન્દ્રદેવ તમારે એક બ્રહ્મજ્ઞાનીની સેવા કરવી પડશે. જો તેનાથી તે ખુશ થશે તો સ્વર્ગ તમને પાછું મળશે.
👉-ઇન્દ્રદેવ તેમના કહ્યા અનુસાર સેવા કરવા લાગ્યા પણ તેમને એ વાતની જાણ નહોતી કે જે જ્ઞાનીની તે સેવા કરી રહ્યા છે. તેમની માતા અસુર છે. તેના લીધે તે જ્ઞાનીને અસુર સાથે વધારે સારા સંબંધ હતા.
👉આ પરિસ્થિતિને કારણે ઇન્દ્ર જે પણ હવનની સામગ્રી દેવતાને આપતા તે અસુરોને અર્પણ કરવામાં આવતી હતી. આ વાતની જાણ દેવરાજ ઇન્દ્રને થઈ તે ગુસ્સે થયા અને બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી. ત્યાર બાદ તે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને મદદ માંગી.
👉-તેમણે આ પાપની સજામાંથી બચવા ઉપાય બતાવ્યો. ઇન્દ્રને કહ્યું, તેના માટે વૃક્ષ, ધરતી, જળ, અને સ્ત્રીને તમારે થોડું પાપ વહેંચવું પડશે. એટલું જ નહીં સાથે સાથે તમારે એક વરદાન પણ આપવું પડશે.
👉-સૌથી પહેલા વૃક્ષને પાપનો હિસ્સો આપ્યો. તેના બદલામાં વરદાન આપ્યું કે મૃત્યુ બાદ વૃક્ષ સ્વયં પોતાને જીવિત કરી શકશે. જેમ કે વૃક્ષ સુકાય ગયા બાદ જાતે જ થોડા સમયમાં જીવંત થવા લાગે છે.
👉-ઇન્દ્રના કહ્યા પ્રમાણે પાણીએ પણ તેના પાપનો અમુક ભાગ લઈ લીધો અને વરદાન આપ્યું કે તેનાથી કોઈપણ વસ્તુ પવિત્ર થઈ શકશે. હિંદુધર્મમાં તમે જોયું છે કે જળને પવિત્ર માનવામાં આવે છે. ધરતીને પણ ઈન્દ્રના પાપનો ભાગીદાર બનવું પડયું. તેના બદલામાં વરદાન આપ્યું કે, ધરતી પર લાગેલી ચોટ આપોઆપ ભરાય જશે.
👉-છેલ્લે આવે છે સ્ત્રીનો વારો ઇન્દ્રદેવના કહ્યા પ્રમાણે જે પાપ બચ્યું હતું તે સ્ત્રીએ લઈ લીધું. તેના પછી જ દરેક મહિલા મહિને માસિક ધર્મની પીડા સહન કરે છે. એટલા માટે શાસ્ત્રોમાં પણ કહે છે કે ઇન્દ્રની ભૂલ કે પાપ સ્ત્રીઓને સહન કરવી પડે છે.
👉આ બદલામાં વરદાન આપ્યું કે, કોઈપણ મહિલા પુરુષોની સરખામણીમાં કામનો આનંદ વધારે મેળવી શકશે. આ રીતે મહિલા માસિકધર્મનું પાપ સહન કરી રહી છે. આ વાત પૌરાણિક કથાનુસાર ઘણી જગ્યાએ સાંભળવા મળે છે.
જો આવી જાણવા જેવી આ કથા ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.