👉આપણા હિન્દુધર્મમાં રામ ભગવાનનો દરજો શિખરે છે. શાસ્ત્રો અનુશાર જો તમે 3 વાર રામ નામ લ્યો તો 1 હજાર મંત્ર જાપની સમાન થાય છે. બધા લોકોએ સાંભળીયું હશે કે,હિન્દુ ધર્મમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની અંતિમ યાત્રામાં “રામ નામ સત્ય હે “ અથવા “હે રામ “ બોલવામાં આવે છે. પરંતુ ઘરમાં કોઈપણ ખુશીનો માહોલ હોય ત્યારે ” રામ નામ સત્ય હે “ તેવું બોલવામાં આવતું નથી ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે. કે રામ ભગવાન તો સુખ , દુખ બંનેમાં હોય છે. છતાં આવો તફાવત કેમ .
👉અંતિમ યાત્રામાં રામનું નામ એટલા માટે બોલવામાં આવે છે. કે મૃત્યુ બાદ તે વ્યક્તિની આત્મા આ સંસાર છોડી ને જતી રહે છે. આ સાંસારિક ચક્રમાંથી મુક્તિ મળે તે માટે રામ નામ બોલવામાં આવે છે.
👉આત્મા જીવનની મોહમાયાથી પરે થઈને રામ ભગવાનના ચરણોમાં જતી રહે છે. જે કારણે અંતિમયાત્રામાં રામ ભગવાનનું નામ લેવામાં આવે છે. જેનો અર્થ “ હે સર્વશ્રેષ્ટ , હે શક્તિઓના દાતા , હે દુખીઓના પાલનહાર , જીવનચક્ર પૂરું કરેલ આ આત્માને તમે શરણ આપો. “
👉માણસના મૃત્યુ બાદ અંતિમયાત્રામાં “ હે રામ “ અથવા “ રામ નામ સત્ય હે “ ના મંત્રના જાપ કરવામાં આવે છે . તેની પાછળનું કારણ છે કે, શરીરમાં રહેલી આત્માનો હવે આ દુનિયામાં કોઈ સાથે સબંધ નથી હવે તે આ દુનિયાના જીવનચક્રમાંથી મુક્ત થઈ ગયું છે. અને પૃથ્વી પર તેના કોઈ પણ સબંધ નથી. આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે , “ ઈશ્વર નામ જ સત્ય છે, બાકી આખી દુનિયા અને જીવન એક કલ્પના છે.”
👉આપણા શાસ્ત્રો અનુશાર અંતિમયાત્રામાં રામ ભગવાનનું નામ લેવામાં આવે કારણ કે રામ નામ બીજ અક્ષર છે. જેના બોલવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે. ખરાબ કર્મોથી તેની આત્માને છુટકારો મળે છે. અને એક સારા લોકમાં તેનો વાસ થાય છે અને બીજા શરીરમાં જઈને નવા જીવનની શરૂઆત કરે છે.
👉બ્રહ્મશક્તિની અભિવ્યક્તિ મુજબ “ હે રામ “ અથવા “ રામ નામ સત્ય હે” આ મંત્રનો સાચો અર્થ થાય છે. ભગવાનનું સાચું સ્મરણ. વ્યક્તિના મૃત્યુ બાદ તેને ઈશ્વરની પરમ શક્તિનો અહેસાસ થાય છે. પરમાત્માનું જ્ઞાન થાય છે. આત્મા જ સર્વસ્વ છે શરીર માત્ર એક યાત્રા સમાન છે. એમાંથી જ્યારે શ્વાસ પૂરા થઈ જાય ત્યારે આત્મા બીજા શરીરમાં સફર શરૂ કરી શરીર બદલે છે.
👉વ્યક્તિના મૃત્યુ બાદ આત્મા ભગવાનના શરણમાં જતી રહે છે. આત્માની શાંતિ માટે ઈશ્વરનું નામ લેવું પડે છે. એટલા માટે અંતિમયાત્રામાં ભગવાન રામ નું નામ લેવામાં આવે છે.
👉ઘણા લોકો એવું પણ જણાવે છે કે, જે ઘરમાં વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યાં દુખનો માહોલ હોય છે. એવામાં ભગવાનનું નામ ઘરના સભ્યોને દુખમાંથી રાહત આપે છે. જે પરિવાર વેદના ભર્યા સાગરમાં ડૂબેલૂ હોય છે. તેને રામ ભગવાનનું નામ તેમાંથી બહાર લાવે છે . મૃતકની આત્માને શાંતિ પણ આપે છે.
જો જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.