પાકિસ્તાનમાંથી ચીનને ટ્રક ભરી ભરીને ગધેડા મોકલવામાં આવે છે, આ વાત સાંભળતા જ ઘડી ભર તમે પણ વિચારમાં પડી જશો કે, આવું કેમ થઈ રહ્યું છે. અથવા શું છે આ પાછળનું કારણ. તો આવો સૌ સાથે મળીણએ જાણીએ કે, આ પાછળ શું કારણ છે.
આપ સૌ જાણો કે, હાલમાં પાકિસ્તાનમાં નાણાકીય સ્થતિ તંગ ચાલી રહી છે, તો આ સ્થિતિના પગલે તેઓને વિદેશી ઇન્કમની ખૂબ જરૂર પડી રહી છે. તો આ માટે પાકિસ્તાન સરકારે ઇન્કમ કરવાનો જબરજસ્ત અને અજીબોગરીબ રસ્તો શોધી કાઢ્યો છે. તે રસ્તો છે કે, ચાઈનાને ગધેડા વેચવા માટેનો.
પાકિસ્તાન કેમ ચાઈનાને ગધેડા વેંચે છે..?
તો હવે તમને થશે કે, “પાકિસ્તાન પાસે વેંચવા લાયક બીજું કાઇ નથી તે ગધેડા વેંચે છે.” પણ તેવું નથી. આ પાછળ એ કારણ છે કે, ચાઈના ખુદ સામેથી પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદે છે. પાકિસ્તાન અત્યારે ગધેડાઓની પોપ્યુલેશનમાં દુનિયામાં ત્રીજા નંબરે છે. અને અત્યારે પાકિસ્તાનમાં અંદાજે 57 લાખ ગધેડાઓ છે. અને આના કારણે જ ચાઈના પાકિસ્તાન પાસેથી ગધેડાઓ ખરીદવા માટે રસ દાખવે છે. (પણ ચાઈના ગધેડાઓનું શું કરશે)
ચાઈના આ ગધેડાઓનું શું કરશે.
પાકિસ્તાન પાસેથી ગધેડાઓ ખરીદીને ચાઈના શું કરશે તેનો જવાબ એ છે કે, ચાઈનામાં એક પરંપરાગત દવા બને છે અને આ દવાનું મુખ્ય ઘટક ગધેડાઓની ચામડીમાંથી મળી આવે છે. અને આ દવા વિશે ચાઈનીજ લોકોનું એવું માનવું છે કે, આ દવાથી તે લોકોનું બ્લડ સર્ક્યુલેશન વધુ સારું બનાવે છે, તેમજ રી-પ્રોડક્ટિવ સેલ્સને ઇમ્પ્રુવ કરે છે. પણ વૈજ્ઞાનિક રીતે હજુ આનું કોઈ ઠોસ સબૂત નથી મળ્યું. આ બસ તે લોકોની એક માન્યતા છે.
બસ, ચીનના લોકો માને છે કે, આ દવા બરોબર કામ કરે છે, એટલે ચીનમાં ગધેડાઓની ખૂબ ડિમાન્ડ વધી ગઈ છે, તો તમને એમ થશે કે, “ચીનમાં શું ગધેડાઓ નથી? ત્યાંના ગધેડાઓ કયા ગયા?” તો આના જવાબમાં એવું કહી શકાય કે, ત્યાં બધુ વધેલી ડિમાન્ડના પગલે મોટા ભાગના ગધેડાઓને મારી દીધા છે. એક પ્રસિધ્ધ અખબારના રિપોર્ટ મુજબ 1992 થી લઈને 2009 સુધીમાં 75% જેટલા ગધેડાઓ ચીનમાં ઓછા થઈ ગયા છે.
ચીનમાં અત્યારે ઇલીગલ રીતે ગધેડાઓને મરાઈ રહ્યા છે, એટલા માટે ચીન અત્યારે બહારથી ગધેડાઓ ઇમ્પોર્ટ કરવાનું નક્કી કર્યું અને પાકિસ્તાનને આમાં એક તક દેખાઇ આવી એટલે પાકિસ્તાને ચીનને પૈસા લઈને ગધેડા વેંચવાનું નક્કી કર્યું. આ પ્રથમ વાર નથી પણ 2019 માં પણ ચીને ગધેડાઓની સામે લોન આપવાનું પાકિસ્તાનને ઓફર કરેલી.
બીજા દેશોના ગધેડાઓનું શું.. ?
ચીનની હેવી ડિમાન્ડ જોઈને બીજા દેશો પણ ઇલીગલ રીતે ચીનને ગધેડાઓ વેંચી રહ્યા છે, તેમજ ઈન્ડિયામાં જુઓ તો કેટલાક સમયથી ગધેડાઓની પોપ્યુલેશનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવી જ સમાન સ્થતિ બીજા ઘણા દેશોની જોવા મળે છે. આ ગધેડાઓની સંખ્યામાં ઘટાડો લગભગ ચીનની હેવી ડિમાન્ડના પગલે પણ હોય શકે છે. તમારું શુ માનવું છે તે કોમેન્ટ કરો.
જો ગધેડા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.