👉 કોઇ પણ પરિવારમાં બાળકનો જન્મ થવો તે આનંદની વાત હોય છે, તે સાથે વ્યક્તિનું મૃત્યુ થવા પર દુઃખ થાય છે. પરંતુ જન્મ અને મૃત્યુ આ બંન્ને જીવનનું સત્ય છે. જે ઇશ્વરના હાથમાં હોય છે. જેનો જન્મ થયો છે, તે જીવનું એક દિવસ મૃત્યુ થવુ નિશ્ચિત જ છે. હિન્દુ ધર્મમાં જન્મથી લઇ મૃત્યુ સુધીમાં અનેક સંસ્કારોમાંથી પસાર થઇએ છીએ. જીવનના છેલ્લા સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર.
👉 આપણા હિન્દુ ધર્મમાં આદિકાળથી ચાલી આવેલી પરંપરા વિશે વાત કરીએ તો, આપણા રીત-રિવાજો અને પરંપરા હકીકતમાં તો વિજ્ઞાનની સાથે જોડાયેલાછે. જ્યારે કોઇની અંતિમ ક્રિયામાં ગયા હોઇએ તો આવીને સૌથી પહેલા સ્નાન કરીએ છીએ. તો આવો તે શા માટે કરવામાં આવે છે સાથે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ જાણીએ…
👉 વ્યક્તિના મૃત્યુ થયા બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવે છે, જે વ્યક્તિના ઘરથી સ્માશાન સુધીની હોય છે. આ યાત્રામાં જોડાવું પુણ્યકર્મ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, આ યાત્રામાં જોડાનારા વ્યક્તિને જીવનની જે વાસ્તવિકતા છે તેનો આભસ થાય છે. તે વ્યક્તિમાં આધ્યાત્મીકતાનો સંચાર થાય છે. હવે પ્રશ્ન એ થાય છે જો આ કાર્ય આટલુ જ પુણ્યવાળુ છે તો સ્મશાન યાત્રામાં ગયા પછી શા માટે સ્નાન કરવુ પડે છે?
👉 જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના શરીરમાંથી તેનો જીવ નીકળી જાય છે અને તે મૃત શરીર ધીરે-ધીરે સડવા લાગે છે. જો મૃત વ્યક્તિ કોઇ બીમારીથી પીડાતો હોય તો તેના શરીરની આસપાસના વાતાવરણમાં અતિ સૂક્ષ્મ એવા કીટાણુઓ ફેલાય છે. આ કીટાણુ મૃત દેહની આસપાસ ઉભેલા લોકોને પ્રભાવિત કરી શકે છે અને વધુમાં કીટાણુઓ તેની બાજુમાં રહેલા લોકોને પણ શિકાર બનાવી શકે છે.
👉 પહેલાના સમયમાં લોકોને શીતળા, ઓરી, અછબળા જેવા રોગો થતા હતા તેની સારવાર કે વેકિસન ન હતી. જેના કારણે લોકોનું મૃત્યુ થતુ હતુ. આ વ્યક્તિના મૃત્યુ થયા બાદ બેક્ટેરિયા હવામાં ભળીને બીજા લોકોને સંક્રમિત થવાનો ભય રહેતો હતો. તેથી સ્મશાન યાત્રા બાદ સ્નાનની પરંપરા એકદમ યોગ્ય જ હતી અને જે આજે યથાવત છે. હજી સુધી ગામડાઓમાં અને અમુક શહેરોમાં પણ સ્મશાન યાત્રામાંથી આવ્યા બાદ સ્નાન કરીને જ લોકો ઘરમાં પ્રવેશે છે.
👉 સ્મશાન યાત્રા બાદ સ્નાન કરવુ તે શા માટે જરુરી છે તેના વિશે મનોવૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો, જો કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય છે,તો વ્યક્તિના નજીકના લોકો ઘણી વખત મૃત વ્યક્તિનું દૂર થવુ તે બહુ દુઃખ સાથે સહન કરતાં હોય છે. તેઓ અંદરથી બિલકુલ અસ્વસ્થ થઇ ગયા છે. આવા સમયમાં જો પાણીથી સ્નાન કરે તો તેઓ સ્વસ્થ અનુભવે છે.
👉 આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે, જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે પાણીથી સ્નાન કરી લઇએ તો આપણને સ્ફૂર્તિ લાગે છે અને ઊંઘ ઉડી જાય છે. તે જ રીતે સ્મશાન યાત્રાથી પરત આવ્યા બાદ સ્નાન કરવુ એ આપણને લાગેલા આઘાતમાંથી બહાર આવવા માટેનું એક પગલુ છે.
👉 તાંત્રિક શાસ્ત્ર અનુસાર, સ્મશાનની ધરતી પર સતત એવી ક્રિયાઓ થતી રહે છે જેના કારણે ત્યાનાં વાતાવરણમાં એક પ્રકારની નકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહેતો હોય છે. ઘણા લોકો મનથી નબળા હોય છે, તેઓ તેનો શિકાર બને છે. સ્મશાનેથી આવીને પહેલા સ્નાન કરવાથી નકારાત્મક શક્તિ આપણા સુધી પહોંચી શક્તી નથી તથા કોઇ દુશ્પ્રહાર પડતો અટકે છે.
જો સ્મશાનેથી આવીને નાહવાના કારણ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.