👉 હિન્દુ ધર્મમાં બધા જ કાર્ય શ્રીફળ વધેરીને કરવામાં આવે છે. ઘરમાં નાની એવી કથા હોય કે ગૃહ પ્રવેશ, લગ્ન હોય કે નાની એવી પૂજા વિધિ હોય કે પછી નવી ગાડી લાવ્યા હોય. ગમે તે વિધિ હોય આપણે શ્રીફળ વધેરીને જ દરેક શુભ કાર્ય કરતા હોઇએ છીએ. આપણે જેમ શુભ કાર્ય કરતી વખતે ગણેશજીને પહેલા યાદ કરીએ છીએ એજ રીતે કોઇ કાર્ય કરતા પહેલા શ્રીફળ વધેરીએ છીએ.
👉 શ્રીફળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે શ્રીફળ ખૂબ જ ઉંચાઇએ થતુ હોવાથી કોઇ પશુ કે પક્ષી તેને અડતુ નથી. એટલે એઠું ન થતુ હોવાની તેનો ઉપયોગ ખાસ પૂજા માટે કરતા હોઇએ છીએ. તેવુ ઘણા લોકો કહેતા હોય છે.
🥥 કોઇપણ શુભ કાર્યમાં શ્રીફળ કેમ વધેરાય છે?
👉 માનવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં કોઇપણ નવું કાર્ય અથવા વેપાર શરુ કરે ત્યારે શ્રીફળ વધેરાય છે. કારણ કે તેની અંદર જે પાણી રહેલું છે તે ખૂબ જ પવિત્ર હોય છે. આપણે જ્યારે પણ શ્રીફળ વધેરી છીએ ત્યારે ચારે બાજુ તેનું પાણી વિખરાય જાય છે. જેનાથી આજુ બાજુ રહેલી નકારાત્મકતા સમાપ્ત થઇ જાય છે. તે ઉપરાંત આપણી મનોકામના પૂર્ણ કરવા માટે શ્રીફળ વધેરવામાં આવે છે.
🥥 સ્ત્રીઓ શ્રીફળ કેમ નથી વધેરતી ?
👉 તમે ક્યારેય વિચાર્યુ છે કે, માત્ર પુરુષો જ કેમ શ્રીફળ વધેરી શકે છે. સ્ત્રીઓ કેમ વધેરી શક્તી નથી. તેને પાછળ ઘણી પ્રાચીન માન્યતા રહેલી છે. વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે શ્રીફળ. તે જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે ત્રણ વસ્તુ લાવ્યા હતા. એક શ્રીફળ, બીજું લીલુ નાળિયેર અને ગાય એટલે કે કામધેનું.
👉 હિન્દુ ધર્મમાં સ્ત્રીમાં માતા લક્ષ્મીનો વાસ છે તેવું માની તેની પૂજા પણ કરવામાં આવે છે. પરંપરાગત રીતે શ્રીફળને એક ફળ નહીં પરંતુ સૃષ્ટિના સર્જનનું બીજ માનવામાં આવે છે. સ્ત્રીબીજ દ્વારા સંતાન પ્રાપ્તિ થતી હોવાથી સ્ત્રી કોઈપણ બીજને હાનિ પહોંચાડી શકતી નથી, તે માટે પુરુષને જ શ્રીફળ વધેરવાનો હક આપવામાં આવ્યો છે.
👉 પહેલાના સમયમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા નર બલિ અથવા પશુ બિલિ દેતા હતા પણ હાલના સમયમાં શ્રીફળને જ બલી સ્વરુપે વધેરવામાં આવતુ હોવાથી કોઇપણ સ્ત્રી બલી ચડાવી શકતી નથી. માત્ર પુરુષો જ બલિ ચડાવી શકે છે. એટલે પણ કોઇ સ્ત્રી શ્રીફળ વધેરી શકતી નથી. શ્રીફળની બલિને એક માનવ બલિ સમાન માનવામાં આવે છે.
નોંધઃ ઉપરોક્ત તથ્યો ઇન્ટરનેટ પરથી મળેલી માહિતી પરથી લેવામાં આવ્યા છે.
જો શ્રીફળ વધેરવાના તથ્યો વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.