હિન્દુ ધર્મમાં બધા જ કાર્ય શ્રા ફળ વધેરીને કરવામાં આવતા હોય છે. ઘરમાં નાની એવી કથા હોય કે ગૃહ પ્રવેશ, લગ્ન હોય કે નાની એવી પૂજા વિધી હોય. ગમે તે વિધી હોય આપણે શ્રીફળ વધેરીને જ દરેક શુભ કાર્ય કરતા હોઈએ છીએ. આપણે જેમ શુભ કાર્ય કરતી વખતે ગણેશજીને પહેલા યાદ કરીએ છીએ એ જ રીતે કોઈ કાર્ય કરતાં પહેલા શ્રીફળ વધેરીએ છીએ.
શ્રીફળને ખૂબ જ પવિત્ર માનવમાં આવે છે. કારણ કે શ્રીફળ ખૂબ જ ઉંચાઈએ થતું હોવાથી કોઈ પશું કે પક્ષી તેને અડકી શકતું નથી. એટલે એઠું ન થતું હોવાથી તેનો ઉપયોગ આપણે ખાસ કરીને પૂજા માટે કરતા હોઈએ છીએ. તેવું ઘણા લોકો કહેતા હોય છે.
કોઈપણ શુભ કાર્યમાં શ્રીફળ કેમ વધેરાય છે
માનવમાં આવે છે કે હિન્દુ ધર્મમાં કોઈ પણ નવું વાહન અથવા વેપાર શરૂ કરે ત્યારે શ્રીફળ વધેરે છે. કારણ કે તેની અંદર જે પાણી રહેલું છે તે ખૂબ જ પવિત્ર હોય છે. આપણે જ્યારે પણ શ્રીફળ વધેરીએ છીએ ત્યારે ચારે બાજુ તેનું પાણી વિખરાય જાય છે. જેનાથી આજુબાજુ રહેલી નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે. તે ઉપરાંત આપણી મનોકામના પૂર્ણ કરવા માટે પણ શ્રીફળ વધેરવામાં આવે છે.
સ્ત્રીઓ શ્રીફળ કેમ નથી વધેરતી –
પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર પુરુષો જ કેમ શ્રીફળ વધેરી શકે છે. સ્ત્રીઓ કેમ વધેરી શકતી નથી. તેની પાછળ ઘણી પ્રાચીન માન્યતા રહેલી છે. વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે શ્રીફળ. તે જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે ત્રણ વસ્તુ લાવ્યા હતા એક શ્રીફળ, બીજું લીલું નાળિયેર અને ગાય એટલે કે કામધેનું.
હિન્દુ ધર્મમાં સ્ત્રીને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તેની પૂજા પણ કરવામાં આવે છે. સ્ત્રી દ્વારા જ સંતાન પ્રાપ્તિ થાય છે. અને પરંપરાગત રીતે નવી સૃષ્ટિનું બીજ પણ શ્રીફળને જ માનવામાં આવે છે. શ્રીફળને એક ફળ તરીકે નહીં પરંતુ બીજ ગણવામાં આવે છે. સાથે બાળકનો જન્મ પણ સ્ત્રી બીજમાંથી થતો હોવાથી કોઈપણ સ્ત્રી બીજને હાનિ ન પહોંચાડી શકે. માટે પુરુષને જ શ્રીફળ વધેરવાનો હક આપવામાં આવ્યો છે.
પહેલાના સમયમાં દેવી-દેવતાઓને પ્રસન્ન નર બલિ અથવા પશુ બલિ દેતા હતા પણ હાલના સમયમાં શ્રીફળને જ બલી સ્વરૂપે વધેરવામાં આવતું હોવાથી કોઈ પણ સ્ત્રી બલી ચડાવી શકતી નથી. માત્ર પુરુષ જ બલી ચડાવી શકે છે. એટલે પણ કોઈ સ્ત્રી શ્રીફળ વધેરી શકતી નથી. શ્રીફળની બલીને એક માનવ બલિ સમાન જ માનવામાં આવે છે.
આ વાત તથ્યો અનુસાર અને ઈન્ટરનેટ પરની માહિતી પરથી લખવામાં આવી છે, બની શકે કે, આ માહિતી સાથે તમે સહમત ના પણ હોવ.. તો આ માહિતી દરેક વ્યક્તિ અનુસાર અલગ અલગ રીતે વિચાર કરી શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં “good” લખીને અમને જરૂર જણાવજો.
જો શ્રીફળ ની માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.