સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. તે હંમેશાં પોતાના પરિવારની સુખ દુખની સાથી હોય છે. તે હંમેશાં સુખ માટે જ વિચારતી હોય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય તે પરિવારનો સાથ છોડતી હોતી નથી. આજના જમાનામાં જ્યારે મહિલાઓ પુરૂષો સાથે કદમ મિલાવીને ચાલી રહી છે. ત્યારે તે જૂની રૂઢી પ્રમાણે ચાલી આવતી એવી કેટલીક માન્યતાઓ છે જેને આપણે ન ભૂલવી જોઈએ.
આખા દિવસ દરમિયાન જાણે અજાણે સ્ત્રી એવી કેટલીક ભૂલો કરતી હોય છે કે તેનાથી ઘરમાં અશાંતિનો વાસ થવા લાગતો હોય છે. ઘણી વખત તેના કારણે ધનની અછત પણ સર્જાવા લાગતી હોય છે. સ્વાસ્થ્યને લગતી પણ કેટલીક સમસ્યાઓ થતી હોય છે. તો આ બધું શા કારણે થતું હોય વિચાર્યું છે ક્યારેય? આજે તમને જણાવીશું કે શાસ્ત્રો અનુસાર એવા કેટલાક કામો છે જે સ્ત્રીએ લગ્ન પછી કે પહેલા ન કરવા જોઈએ. તે સમયે જો કોઈ વાર સંજોગો સર્જાય તો તેનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી તમારા પરિવાર અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે.
આટલા કામ સ્ત્રીએ ક્યારેય ન કરવા જોઈએ
-સાંજના સમયે કોઈપણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. આમ પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈપણ સ્ત્રીનું અપમાન કરવાથી આપણી સફળતા અવરોધાય છે. તેમાં ખાસ કરીને સંધ્યા સમયે ગમે તેવી સ્થિતિ હોય ઘરની કે બહારની સ્ત્રીને અપશબ્દો કે કટુવચનો બોલવા જોઈએ નહીં, કેમ કે સ્ત્રીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. સ્ત્રીનું અપમાન પાપ સમાન ગણાય છે. જો સુખી થવું હોય તો ક્યારેય પરસ્ત્રી કે ઘરમાં રહેલી સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ.
-મોટાભાગના લોકોને ખરાબ આદત હોય છે કે ગમે ત્યારે ગમે તે વ્યક્તિની ટીકા એટલે કે ઇર્ષ્યા કરવા લાગી જતા હોય છે. પરંતુ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય સાંજના સમયે તમારે ટીકા કરવી જોઈએ નહીં. જે લોકો ઈર્ષ્યા કરતા હોય છે. તેમને સજા આપવામાં આવે છે તેવું શાસ્ત્રોમાં લખ્યું છે.
-સંધ્યા સમયે પતિ-પત્નીએ સંયમ જાળવવો જોઈએ. સાંજના સમયે મંદિરો, દરેક ઘરમાં આરતી, પૂજા-પાઠ થતા હોય છે. તો તે પ્રકારનું વાતાવરણ હોય તો વધારે સારું રહે છે. જો પતિ-પત્ની શારીરિક સંબંધ બાંધે તો તેમના શરીરની પવિત્રતા ખતમ થઈ જાય છે. માટે ક્યારેય સંધ્યા સમયે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ.
-સંધ્યા સમયે આજના સમયમાં કેટલીક સ્ત્રીઓ કચરો વાળતી હોય છે. તો આ કામ ક્યારેય ન કરવું જોઈએ. જો તમે સાંજના સમયે કચરો વાળશો તો ઘરમાં સકારાત્મક ઉર્જા બહાર જશે. તમારા ઘરમાં દરિદ્રતા દસ્તક દેવાનું શરૂ કરશે.
-આપણે તુલસી માતા કહીએ છીએ. અને સંધ્યા પછી તુલસી કે કોઈ પણ બીજા ઝાડના પાંદડા તોડતા હોતા નથી. સાંજના સમયે તુલસીને દરેક સ્ત્રી દીવો કરતી હોય છે. પરંતુ તુલસીમાં પાણી ન રેડવું જોઈએ.
સવારના સમયે જ તુલસમાં પાણી રેડવું અને પાન તોડવા જોઈએ. જો તમે આ કામ રાત્રે કરશો તો ઘરમાં નુકશાન ભોગવાનો વારો આવી શકે છે. રાતના સમયે તમારે ક્યારેય તુલસીને પાણી રેડવું જોઈએ નહીં. જો કોઈ પૂજા પાઠનું પાણી હોય તો સવારે રેડવું રાત્રે મૂકી રાખવું જોઈએ.
-બીમારી હોય ત્યારે આપણને આખો દિવસ સૂવાની ઇચ્છા થતી હોય છે. પરંતુ સંધ્યા સમયે સ્ત્રીએ ક્યારેય ન સૂવું જોઈએ. ખાસ કરીને સાંજના સમયે સૂવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. માટે બીમાર હોઈએ ત્યારે સૂવું જોઈએ. જો શરીર સ્વસ્થ હોય તો સંધ્યા સમયે ન સૂવું. તેનાથી બીજી બીમારી થાય છે. શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી, આળસ આવ્યા કરે છે. આ રીતે શરીર અનેક બીમારીઓનો ભોગ બને છે.
-સંધ્યા સમયે સ્ત્રીએ માથું ન ઓળવું જોઈએ. કે પ્રાચીન કાળમાં કહેતા હતા કે ભોજન પણ સંધ્યા સમય પહેલા કે પછી કરવું જોઈએ.
-સાંજના સમયે કોઈ પણ વાતને લઈ ઝઘડો કરતાં વ્યક્તિઓએ શાંતિ રાખવું જોઈએ. કેમ કે સાંજે માતા લક્ષ્મી કહેવાય છે કે ધરતી પર ફરતા હોય છે. જો તમે ક્રોધ કરશો તો માતા લક્ષ્મી ઘરને શાપ આપે છે અને દુર્ભાગ કરી જતા હોય છે. માટે તે સમયે ક્રોધ ન કરવો જોઈએ.
-આપણે જ્યારે પણ નારિયેળ વધેરીયે છીએ ત્યારે પુરુષ વધેરે તેવો આગ્રહ રાખીએ છીએ. તેની પાછળ શાસ્ત્રોમાં કહેવાય છે કે નારિયેળ એક બીજ છે. અને તેનો સંબંધ સ્ત્રીના ગર્ભ સાથે રહેલો છો. જેના કારણે સ્ત્રીઓનું અપશુકન માનવામાં આવે છે.
-તે ઉપરાંત પણ કહેવાય છે કે વિષ્ણુ ભગવાને પહેલુ ફળ આજ મોકલેવું પૃથ્વી પર તો માતા લક્ષ્મીને વધારે પ્રિય છે. માટે તેમના સિવાય બીજી કોઈ સ્ત્રીનો નારિયેળ પર અધિકાર નથી. તેથી શ્રીફળ નામ પાડવામાં આવ્યું અને આ કારણથી સ્ત્રીઓ વધેરી શકતી નથી.
આ રીતે કેટલાક કાર્યો સ્ત્રીએ હંમેશાં વિચારીને કરવા જોઈએ. તેનાથી ઘરમાં ધન લાભ અને શાંતિ બની રહેશે. તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.