હાલના સમયમાં કમરનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાને લીધે આજે ઘણા લોકો પીડાઈ રહ્યા છે. આ સમસ્યા હાલમાં મોટાભાગના લોકોમાં જોવા મળતી હોય છે. કમરનો દુખાવો એક જગ્યા પર સતત બેસી રહેવાના કારણે થતો હોય છે. એ સિવાય પણ જો વધારે પડતી કસરત કે વજન ઉપાડવાથી પણ કમરનો દુખાવો થતો હોય છે.
નાના-મોટા દરેક આ કમરનો દુખાવો ઘરે બેઠા ઠિક કરવો હોય તો તમને જે પ્રકારની કસરત બતાવીએ તે પ્રમાણે કરશો તો જરૂર ફાયદો થશે. અને ડૉક્ટર પાસે જવાની પણ જરૂર નહીં પડે. આ એક્સરસાઇઝ તમે ગમે તે સમયે કરી શકશો. આ કસરતથી તમારી પીઠની અને પેટની માંસપેશીઓ તો મજબૂત બનશે સાથે ફેફસા પણ મજબૂત બનશે.
1️⃣સૌથી પહેલા સુખાસનની સ્થિતિમાં બેસવું – 👉(1)કરોડરજ્જુને ઉપરની તરફ ખેંચવા. 👉(2)પછી શ્વાસ લેતા લેતા બંને હાથને ઉપર બાજુ લઈ જવા જોઈએ. 👉(3) તમાર હાથની બંને આંગળીઓને એવી રીતે ફિટ કરો કે અંગૂઠાને પણ આરામથી ટચ થઈ શકે. 👉(4) હવે જોર લગાવ્યા વગર શરીરને ઉપરની બાજુ ખેંચો. 👉(5)તમારા કાનને હાથ અડાળો અને કોણી એકદમ સીધી રાખવી, વાળવી જોઈએ નહીં. 👉(6) આજ સ્થિતિમાં તમે 2થી 3 મિનિટ સુધી રહી ઉંડા શ્વાસ લો.
2️⃣કમરને ડાબી બાજુ વાળવી– 👉(1)હાથને એજ સ્થિતિમાં રાખો. 👉(2) હવે થોડો થોડો શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુએ કમર નમાવો. અને તે જ સ્થિતિમાં રહી 2થી 3 વખત ઉંડા શ્વાસ લો. 👉(3) શ્વાસ અંદર લેવાના શરૂ કરો અને સીધા સ્થિતિમાં બેસી જાવ. 👉(4)હવે તેની વિરુદ્ધ બાજુ એટલે કે જમણી બાજુ શ્વાસ લેતાં લેતાં ફરો અને 2થી 3 મિનિટ સુધી ઉંડા શ્વાસ લેવા. 👉(5)પાછા શ્વાસ લેતાં લેતાં સીધા થઈ જવું.
3️⃣કમરને ડાબી બાજુ વાળો– 👉(1)હાથ જે છે તે જ સ્થિતિમાં રાખો. 👉(2)ધીમેધીમે શ્વાસ છોડવાનું શરૂ કરો અને ડાબી બાજુ નમો. તેવી જ રીતે ઉંડા શ્વાસ લેવાનું શરૂ કરવું, વળી પાછા શ્વાસ લેતા લેતા સીધા થઈ જવું. 👉(3) પાછા જમણી બાજુ શ્વાસ લેતા લેતા નમો અને ડાબી બાજુની જેમ જમણી બાજુ પણ એ રીતે સીધા થઈ જાવ.
4️⃣કમરને આગળ-પાછળ કરો– 👉(1)શ્વાસ છોડતી વખતે આગળની તરફ સીધા રાખવા અને ખેંચવા. 👉(2)ઉંડા શ્વાસ લેવાના શરૂ કરો અને કમરના નીચેના ભાગથી ભાગથી શરીરને આગળની તરફ ખેંચવાનું રાખો. 👉(3)શ્વાસ લઈ અને છોડતા વખતે શરીરને ડાબી બાજુ ખેંચાય તે રીતે રાખવું સાથે બંને હાથ સરખા રાખવા. 👉(4)શ્વાસ પાછા લેવાનું શરૂ કરો અને સીધા થઈ જવું. 👉(5)શ્વાસ છોડતી વખતે શરીરને જમણી બાજુ વાળવાની અને કમરથી હાથ ખેંચાય તેવી સ્થિતિ ઉત્પન્ન કરો. 👉(6)હવે ફરી શ્વાસ અંદર લેવાનું શરૂ કરો અને સીધા થઈ જાવ અને ધીમે ધીમે પાછા હાથ ઉપર લઈ જાવ.
5️⃣કમરને અલગ અલગ પ્રકારે વાળો– 👉(1)જમણા હાથને ડાબા ગોઠણ પર રાખવું. એક વાર ઉંડો શ્વાસ લો અને શ્વાસ છોડતા ડાબી બાજુ શરીરને વાળવું. 👉(2)ડાબા હાથને જમીન પર ડાબા ઢીંચણ પાસે રાખવા. 👉(3) હવે ડાબા હાથને જમીન પર દબાવી શરીરને ઉપરની તરફ ખેંચવાનું શરૂ કરો આગળ કે પાછળ જરા પણ ફરવુ કે ઝુકવું નહીં. 👉(4)શ્વાસ લેતા સીધા થઈ જવું.
👉(5)શ્વાસ છોડવાનું શરૂ કરવું અને જે પ્રકારે પ્રક્રિયા કરી હતી તેનાથી ઉલ્ટી ક્રિયા શરૂ કરો એટલે કે ડાબા હાથને જમણા ઢીંચણ પર રાખવો અને જમણા હાથને જમીન પર રાખવા. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે કરોડરજ્જુ સીધી રાખવી. 👉(6)શ્વાસ અંદર લેતા લેતા સીધા થઇ જવું. 👉(7) માત્ર આ પ્રકારની ચાર એક્સરસાઇઝ કરવાની તમારા કમરના દુખાવાને ગાયબ કરી શકશો.
- ધ્યાનમાં રાખવા જેવી વાતો- 👇
💁♀️ એક્સરસાઇઝ કરવાથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે. જો તમને કામમાં સ્ટ્રેસ રહેતો હોય તો આ પ્રકારની કસરત કરવાથી દૂર થઈ જશે. સાથે કમરના દુખાવામાં પણ આરામ મળશે.
💁♀️ કસરતથી માંસપેશીઓ મજબૂત થશે, સાથે કરોડરજ્જુને પણ સારો વ્યાયામ મળતો હશે. પેટમાં પણ ખેંચાણ થવાને કારણે માંસપેશીઓમાં અસર થશે જે ફાયદો કરશે.
💁♀️ કસરત કરતી વખતે તમારા ચહેરા પર હાસ્ય રાખવું જોઈએ. હાસ્યથી પણ ઘણા દુખો દૂર કરી શકાય છે. જો તમે કમરના દુખાવાથી પરેશાન હોવ અને દુખાવો દૂર કરવા માગતા હોવ તો ઉપર બતાવ્યા પ્રકારની એક્સરસાઈઝ તમને ઘણી ફાયદાકારક સાબિત થશે.
💁♀️તેમજ જો તમને કમરનો ખૂબ વધુ પડતો દુખાવો થતો હોય, અને તેનુંકારણ કોઈ બીજી મોટી સમસ્યા હોય તો ડોક્ટરની મદદ લેવી, કેમ કે અમુક પ્રકારના દુખાવા માં કમર ને જેટલો આરામ આપવામાં આવે તે વધુ સારું હોય છે. તેથી અસહ્ય દુખાવો હોય તો તમે ડૉક્ટરની મદદ જરૂર લો. બાકી મીડિયમ દુખાવા ઉપર જણાવેલ કસરત થી જરૂર તમને મદદ કરશે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.