👉માસિક ધર્મની ક્રિયા દરેક છોકરીને નાની ઉંમરથી સહન કરવી પડતી હોય છે. પહેલાના સમયમાં છોકરી 15 કે 16 વર્ષની થાય ત્યારે માસિક ધર્મની શરૂઆત થતી હતી. જે અત્યારની ખાણી-પીણી, ફાસ્ટફૂડ, વધારે ગરમ વસ્તુના સેવનના કારણે છોકરીઓને 10 વર્ષે માસિક ધર્મ શરૂ થાય છે અને તેની પીડા અસહ્ય હોય છે.
👉આખો દિવસ મૂડ રહેતો નથી, પેઢુમાં દુખાવો, ઘણાં લોકોને તો હોર્મોન્સ ચેન્જ થતા હોય તો માથામાં ઝિણું ઝિણું દુખવા લાગતું હોય છે. તે સિવાય પણ ઘણા ફેરફાર બોડીમાં જોવા મળતાં હોય છે. પહેલાના સમયમાં કોઈપણ સ્ત્રીને માસિક ધર્મ આવે ત્યારે 3 કે 4 દિવસ સુધી ઘરના કામ કરવા દેવામાં આવતું નહોતું.
👉જ્યારે આધુનિક યુગમાં આ દિવસોમાં પણ દરેક મહિલા જોબ કરતી હોવાથી ઓફિસ જાય, ઘરના અન્ય કામ કરે વગેરે. જેના કારણે આ દિવસોમાં જે ધ્યાન રાખવું જોઈએ તે રાખતી હોતી નથી. જેના કારણે કેટલીક ગંભીર બીમારીઓ પણ થતી હોય છે. માસિક ધર્મ વખતે તો શિક્ષિત મહિલાઓ પણ કેટલીક ભૂલો કરી બેસતી હોય છે. તેને સુધારવામાં આવે તો તમે વધુ સ્વસ્થ રહી શકશો.
👉ગોળી લેવી- દુખાવાની ગોળી લેવાની સૌથી મોટી ભૂલ કરતી હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે પીરીયડ્સનો દુખાવો ખૂબ અસહ્ય હોય છે. પરંતુ તેના માટે પેઈન કિલર ન લેવી જોઈએ. તેનાથી પેટની માંસપેશીઓ સંકોચાય જાય છે. જેના કારણે સામાન્ય પેટમાં દુખાવાનો અનુભવ થવા લાગતો હોય છે. જો કોઈને વધારે દુખતું હોય તો પેઈન કિલર લઈ શકે છે. પરંતુ તે પણ દર મહિને ન લેવી જોઈએ. શરીર માટે પેઈન કિલર નુકસાનકારક છે.
👉ખોરાક– માસિક ધર્મ વખતે ખાસ કરીને દરેક સ્ત્રીએ ખોરાકનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. તે દુખાવો થતો હોવાથી વધારે ખોરાક લેવાનું પસંદ કરતી હોતી નથી, પરંતુ આ પ્રકારની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, કેમ કે શરીરમાં પીરીયડ્સ વખતે લોહીની ઉણપ વર્તાય છે. અને જો આયર્નયુક્ત ખોરાકનું સેવન કરવામાં ન આવે તો એનિમિયાની બીમારી થઈ શકે છે. તો પીરીયડ્સના પાંચ દિવસોમાં લીલા શાકભાજી, ખજૂર, ફળોનું સેવન વધારે કરવું જોઇએ. જેથી આયર્ન બોડીને મળી રહે.
👉પાણી ઓછું પીવું- આ દિવસોમાં વધારે પડતું પાણી પીવું જોઈએ. ઘણી મહિલા કોફી-ચા જેવા પદાર્થોનું સેવન કરતી હોવાથી તે સમયે પણ પીવાનું ચાલું રાખે છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેફીન પદાર્થોથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ જાય છે. જેથી પાણીની કમી ઉભી થાય છે. જેના લીધે પેટમાં દુખાવો આ સમયે વધી જાય છે. શરીરમાં બેચેનીનો અનુભવ પણ થતો હોય છે. માટે બને તો પાણી નોર્મલ દિવસોમાં પીતાં હોય તેના કરતાં વધારે પીવું જોઈએ.
👉પ્રાઈવેટ પાર્ટ વોશ- અમુક મહિલા પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરવા માટે ઇંટિમેટ વોશીસનો ઉપયોગ કરતી હોય છે. જેના કારણે ત્યાં ઇન્ફેક્શન થતું હોય છે. એટલા માટે જો તમારે પ્રાઈવેટ પાર્ટમાં ઇન્ફેક્શનથી બચવું હોય તો ખાલી ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો.
👉સુગંધિત પેડ- આજકાલ બજારમાં સુગંધિત સેનેટરી પેડ મળવા લાગ્યા છે. અને કોલેજ ગર્લ ઉપરાંત દરેક મહિલા આ પ્રકારના સેનેટરી પેડનો ઉપયોગ કરતી હોય છે. જેના કારણે રક્ત સ્ત્રાવ દરમિયાન ખરાબ સ્મેલ ન આવે. પણ તમે એ વાત જાણો છો? આ સ્મેલ વાળા સેનેટરી પેડ બનાવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી તમને ઇન્ફેક્શન લાગે છે. માટે સુગંધિત સેનેટરી પેડનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.
👉રક્ત સ્ત્રાવમાં ધ્યાન ન આપવું- માસિક ધર્મ વખતે લાલ કલરનું એકદમ ઘાટું રક્ત આવતું હોય છે. પરંતુ જો તે નારંગી જેવા કલરનું આવવા લાગે તો બેદરકારી કર્યા વગર ડોક્ટરનો સંપર્ક અચૂક કરવો જોઈએ. કોઈ વખત એવું બને કે સામાન્ય રક્ત આવે અથવા અચાનક વધારે રક્ત સ્ત્રાવ થવા લાગે, સોજો આવી જાય તો પણ ડૉક્ટર પાસે જવું જોઈએ. જેથી તમને કોઈ બીમારી ન થઈ શકે.
જો આ માસિક ધર્મ વખતે થતી પ્રોબ્લેમ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.