👨દોસ્તો, આજના સમયમાં આપણે કોઈ વ્યક્તિને પારખવા છે તો તે ખૂબ જ કઠિન વિષય છે તેમ કહીએ તો તે જરા પણ ખોટું નથી. કેમ કે આજનો માનવી પેલી કહેવત સમાન છે કે ‘હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા’ આપણને વ્યક્તિ જેવો દેખાય છે તે હકીકતમાં એવો નથી હોતો. પરંતુ અહી જ્યારે કોઈ છોકરી પોતાના માટે જીવનસાથીની પસંદગી કરતી હોય અને તેને પોતાને લાયક છોકરો ના મળે તો તેની પૂરી જિંદગી બરબાદ થઈ શકે છે.
👨તો તેના માટે આપણે એવું શું કરવું જોઈએ કે પુરુષની યોગ્યતાને પારખી શકાય. આ વાતમાં આપણે ચાણકય નીતિને અપનાવી શકીએ જેનાથી પુરુષને ખૂબ જ સારી રીતે પારખી શકાય છે. અને છોકરીઓ પોતાનું જીવન બચાવી શકે છે.
👨આ આર્ટીકલ ખાસ સ્ત્રીઓ માટે છે કે જે પોતાના જીવનમાં આવતા પુરુષને તેના લક્ષણો વડે પારખી શકે અને તેના જીવનને બરબાદીથી બચાવી શકે. ચાણક્ય નીતિ અનુસાર તો એવું કહેવામાં આવ્યું છે કે એ પ્રકારના પુરુષોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. તેના પર ભૂલથી પણ ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ. નહીં તો આવા પુરુષો જિંદગી બગાડી શકે છે. તો ચાલો જોઈએ કે કેવા પ્રકારના પુરુષો બની શકે છે બરબાદીનું કારણ.
👨1- આ નીતિ અનુસાર જે પુરુષ બાહ્ય દેખાવને ખૂબ જ મહત્વ આપતો હોય તેવા પુરુષનો ક્યારેય ભરોસો ના કરવો. કેમ કે આવા પુરુષો સુંદરતાને મેળવવા માટે અન્ય સ્ત્રીઓ તરફ પણ આકર્ષિત થઈ શકે છે. જે તમારા માટે દુઃખનું કારણ બની શકે છે. પરંતુ આનાથી વિપરીત જે પુરુષ માત્ર ગુણને જ પ્રાધાન્ય આપતો હોય છે તે પોતાની સ્ત્રીને ક્યારેય દુઃખી કરતો નથી.
👨2- જે પુરુષ આળસુ પ્રકૃતિનો હોય, ખૂબ જ મોડું જાગવું, પોતાના દરેક કામને ખૂબ જ ઠંડી રીતે કરવા. આવા પુરુષો જીવનમાં કોઈ પ્રગતિ કરી નથી શકતા માત્ર પોતાનો થોડો ખર્ચ જ ઉઠાવી શકે છે, અને વાતો તો એવી કરે જાણે તે જ દુનિયાનો મહાન માણસ કેમ ના હોય. એવા પુરુષો પોતાના પરિવારને હંમેશા દુઃખ શિવાય બીજું કઈ આપી શકતા નથી. તેઓના કોઈ વિશેષ સપનાઓ પણ નથી હોતા.
👨3- જે પુરુષ વિશેષ ક્રોધી સ્વભાવનો હોય તેનાથી પણ દૂરી જ બનાવીને રાખવી. તેનું કારણ છે કે જ્યારે જ્યારે તે ક્રોધમાં હશે તે સમયે તેના ક્રોધનું નિશાન તેની સ્ત્રી જ બનશે. માટે આવા પુરુષોથી બને ત્યાં સુધી દૂર જ રહેવાનું પસંદ કરવું જોઈએ.આ સ્વભાવના કારણે તેના જીવનમાં હંમેશા કંકાસ જ રહે છે. અને તેનું ઘર જ કજિયાનું ઘર બની શકે છે.
👨4- જે પુરુષને પોતાની સુંદરતાનું, પોતાના પૈસાનું એટલે કે પોતાની જાતનું જ અભિમાન હોય તેવા પુરૂષથી હંમેશા દૂર જ રહેવાનું પસંદ કરજો. આ પ્રકારના સ્વભાવવાળા પુરુષો ક્યારેય કોઈને પણ સાચો પ્રેમ કરી શકતા નથી, અને તેથી તેને સાચો પ્રેમ મેળવવાનો પણ કોઈ અધિકાર નથી હોતો.
👨5- જે પુરુષ કોઈ પણ પ્રકારની જવાબદારી વગરનો છે તેવા પ્રકારના પુરુષોને પોતાનાથી હંમેશા દૂર જ રાખવા જોઈએ. આવા જે પુરુષો હોય છે તેનું સમગ્ર જીવન જ એક સરનામા વગરની ટપાલના જેવુ હોય છે. તેને કોઈ ધ્યેય જ નથી હોતો. આવા વ્યક્તિ ક્યારેય જીવનમાં સફળતા મેળવી શકતા નથી. તો તેનાથી દૂર રહેવાનું જ તમારા માટે હિતકારી છે તેમ કહી શકાય. ધ્યેય વિનાનું જીવન જીવવાવાળા લોકો ક્યારેય પોતાની પ્રગતિ કરી શકતા નથી.
👨6- જે પુરુષને પોતાનું જ ઘમંડ હોય તે જ સર્વ શ્રેષ્ઠ છે તેવું માનવ વાળા પુરુષનો સાથ ક્યારેય ના આપવો કેમ કે તે પોતાની સ્ત્રીને તુચ્છ જ સમજે છે પોતે જ તમામ ગુણોનો ભંડાર છે તેંમ તે પોતાની જાતને માને છે. તેવા પુરુષો પોતાની સ્ત્રીને વરંવાર ઉતારી પાડે છે, તેનું અપમાન કરે છે. આમ તે જીવનમાં પોતાની સ્ત્રીને ક્યારેય સુખ આપી શકતો નથી. તેનાથી દૂર રહેવામાં જ પોતાનું હિત છે.
👨7- જે પુરુષ માત્ર પોતાના દુખને જ મહત્વ આપતો હોય તેવા પ્રકારના પુરુષોથી હંમેશા દૂર જ રહેવું આ પ્રકારના પુરુષો પોતાની સ્ત્રીને પોતાની કોમ્પિટિટિવ સમજે છે. પોતાની સ્ત્રીનું દરેક કામ તેનાથી શ્રેષ્ઠ હોવા છતાં તેને નીચી દેખાડવાની કોશિષ્ કર્યા કરે છે. આવા પુરુષો જીવનમાં ક્યારેય સુખી થતાં નથી અને તેની સાથે જોડાયેલ લોકોને પણ ક્યારેય સુખી થવા દેતા પણ નથી.
જો પુરુષો વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.