સંસ્કાર…આ શબ્દ એવો છે જે ક્યારેય કોઈ શીખવાડે, ભણાવે, વાંચે, સાંભળે, બોલીને આવતા નથી. તે માણસની સમજ ઉપર જતું હોય છે. ઘણા પરિવાર એવા હોય છે કે જેમના માતા-પિતા ખૂબ ધાર્મિક સ્વભાવના હોય, પરંતુ બાળકો તેનાથી તદ્દન વિપરિત હોય છે. એ જ રીતે જીવનમાં પણ કેટલાક શબ્દો એવા હોય છે જે આપણે ક્યારેય બોલવા જોઈએ નહીં. જેનાથી આપણી અધોગતિ શરૂ થઈ જતી હોય છે. એવા કેટલાક શબ્દો એવા હોય છે જે નેગેટિવિટી ફેલાવતા હોય છે.
એવા કેટલાક શબ્દો છે જે આપણે રોજિંદા જીવનમાં બોલતા હોઈએ છીએ, પરંતુ આપણી પર તે શબ્દોની કેવી અસર પડે છે તેનો ખ્યાલ હોતો નથી. તે બોલવાથી જીવનમાં સકારાત્મક પાસા પણ પડે છે સાથે સાથે કેટલાક વાક્યોના નકારાત્મક પરિણામો જાણે અજાણે શરૂ થઈ જતા હોય છે. તો ચાલો એક નજર કરીએ એવા શબ્દો પર જે તમને બરબાદ થતા બચાવશે અને સાથે એ વાત પણ જણાવીશું જે તમને સાચી દિશા બતાવશે.
-આ રીતે જ આપણે જે શબ્દ બોલીએ છીએ તેની અસર અવચેતન મન ગ્રહણ કરી લે છે. અને કેટલીક વસ્તુ તે જ રીતે થતી હોય છે. આપણી ઇચ્છા ન હોવા છતાં પણ નેગેટિવ વિચારણસરણી અને બોલવાના કારણે આપણી જિંદગી બગડવા લાગતી હોય છે.
(1) પ્રથમ શબ્દ – “મારાથી આ નહીં થાય” આ એક એવો શબ્દ છે કે, જેનાથી 80% એવા લોકો પણ હારી ગયેલા છે કે, જેઓ ખરેખર જીતને કાબિલ છે. તેઓ મનથી હારી ગયેલા છે. તેથી જ જો તમને જીવનમાં કાઈક કરી બતાવવાનો પાક્કો ઇરાદો હોય તો જીવનમાંથી “મારાથી આ નહીં થાય” એ શબ્દ ડિલેટ જ કરી નાખો.
“મારાથી આ નહીં થાય” ના બદલે “આ હું કેવી રીતે કરી શકીશ” એ શબ્દ બોલતા થઈ જાવ. કેમ કે, તેનાથી તમને કોઈ પણ સમસ્યા હાલ થઈ જશે. આ શબ્દ બોલવા માત્રથી સમસ્યાના કોઈને કોઈ સ્ટેપ તમારા મનમાં જરૂર આવવા લાગશે. આ વાત ફક્ત લખવા કે, બોલવા ખાતરની નથી પણ ઘણા અનુભવી લોકોના અનુભવ પરથી તમને કહેલી છે.
-(2) બીજો શબ્દ – આપણે ક્યારેય કાશ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. જેને આપણે અંગ્રેજીમાં I Hope કહેતા હોઈએ છીએ. કોઈ માણસ પાસે કોઈ વસ્તુ ન હોય અને તે કહે કે કાશ મારી પાસે આ વસ્તુ હોત તો, સ્ટુડન્ટ હોય તો કહે કાશ હું સારા માર્ક્સ લાવી શક્યો હોત, કાશ મારી પાસે પૈસા હોત, કાશ મારી પાસે કાર હોત, તે વ્યક્તિને હું ગીફ્ટ આપી ખુશ કરી શક્યો હોત. વગેરે જેવા શબ્દોનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી છીએ. જે ક્યારેય ન બોલવા જોઇએ.
-આ શબ્દ પરથી સામેલી વ્યક્તિને ખ્યાલ આવી જતો હોય છે કે તે વ્યક્તિને પોતાના પર ભરોસો નથી. જો તમે આ વસ્તુ બોલશો તો તમને જોઈતી વસ્તુ ક્યારેય નહીં મળે પરંતુ કોન્ફિડન્સ સાથે તે વસ્તુ બોલશો અને વિશ્વાસ રાખશો તો જરૂર તે વસ્તુ થોડા સમય પછી પણ તમને મળશે.
-જો તમે આ શબ્દની જગ્યા પર મને વિશ્વાસ છે. તે શબ્દનો ઉપયોગ કરી શકો છો. જેને અંગ્રેજીમાં આપણે I Know કહીશું. એટલે કે મને વિશ્વાસ છે કે જીવનમાં હું મોટો બિઝનેસમેન જરૂર બનીશ. આ રીતે રોજિંદા જીવનમાં તમે જે શબ્દો બોલો છો. તેમાં I Know શબ્દનો ઉપયોગ કરશો તો તમારું જીવન આખું બદલાઈ જશે.
દિવસેને દિવસે તમે વિચાર્યું પણ નહીં હોય તેવા કામ કરી શકશો. તમારી પ્રગતિ થવા લાગશે. કેમ કે જેમ કાશ શબ્દ અવચેતન મન પર અસર કરે છે, એવી જ રીતે અવચેતન મન મને વિશ્વાસ છે કે આમ હું કરી શકીશ. તે શબ્દને મગજમાં સેટ કરે છે. અને તમે તે વસ્તુ કરવા પ્રેરાવા લાગો છો.
શબ્દો વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.