🪔હિન્દુ ધર્મ અલગ-અલગ ધર્મથી ભરેલો છે. દરેકમાં અલગ-અલગ પ્રકારના રીત-રિવાજો રહેલા હોય છે. તેમાંથી એક રિવાજ દરેકના ઘરે જોવા મળે છે. અને તે છે રાંદલમાંના લોટા તેડવા. તેમાં ખાસ કરીને ગુજરાતમાં લોકો રાંદલમાંના લોટા તેડાવતા હોય છે.
🪔કોઈ વ્યક્તિના ઘરે દીકરાનો જન્મ થાય અથવા દિકરો લગ્ન કરવા જાય કે દિકરાની વહુનું સીમંત હોય ત્યારે તો ખાસ કરીને રાંદલમાના લોટા તેડાવતા હોય છે.
🪔દરેક ગુજરાતી ખુશીથી રાંદલમાં તેડાવે ત્યારે દીકરીઓને જમાડતા હોય છે. રાંદલમાંના બાજોઠ પર બેસાડી શણગાર કરતા હોય છે. અખંડ દીવો કરી ઘોડો પણ ખુંદતા હોય છે. માતાજીના ગરબા પણ ગવાય છે. પરંતુ રાંદલમાં કેમ તેડાવામાં આવે છે. તેની આજે માહિતી મેળવીશું.
🪔રાંદલમાં સૂર્યદેવની પત્ની છે. અને યમરાજા તથા યમીનીની માતા છે. તે સિવાય શનિદેવ અને તાપી નદીની માતા છાંયા છે. એક વખત સૂર્યદેવની માતા અદિતિ રાંદલમાંની માતા કંચના પાસે હાથ માંગવા જાય છે. તે વખતે કંચના રાંદલમાંનો સંબંધ સૂર્યદેવ સાથે કરવાની ના પાડે છે. કારણ કે તેમનો દિકરો આખો દિવસ બહાર રહે અને તેમની દીકરી ભૂખે મરે એટલા માટે.
🪔પછી એક દિવસ કંચના સૂર્યદેવની માતા અદિતિ પાસે તાવડી માંગવા જાય છે. ત્યારે તાવડી તૂટી જાય તો તેના બદલામાં દીકરી આપવાની શરત મૂકે છે. થાય છે પણ એવું જ રસ્તામાં બે આખલા ઝઘડા અથડાય છે. અને તાવડી તૂટી જાય છે. રાંદલમાંના લગ્ન આ રીતે સૂર્યદેવ સાથે થઈ જાય છે.
🪔રાંદલમાં પતિનું આટલું બધું તેજ સહન કરી શકતી નથી. તેથી તેમનું બીજું સ્વરૂપ પ્રગટ કરે છે. જે છાંયા કહેવાય છે. પોતાનું બીજું સ્વરૂપ આવતા રાંદલમાં માતાના પિયર જતા રહે છે. પરંતુ પિતા એક દિવસ કહે છે કે દીકરી સંસારે જ શોભે.
🪔આ પ્રકારના શબ્દો સાંભળી રાંદલમાં પૃથ્વી પર ઘોડીનું સ્વરૂપ ધારણ કરી અને એક પગે ઊભા રહીને તપ કરે છે. હવે સૂર્યદેવ છાંયાને રાંદલમાં સમજે છે. તેનાથી પુત્ર શનિદેવ અને તાપીનો જન્મ થાય છે.
🪔જ્યારે એક દિવસ યમ અને શનિ વચ્ચે લડાઈ થાય છે ત્યારે છાયા યમને શ્રાપ આપે છે. આ વાતની જાણ સૂર્યદેવને થતાં તેમને વિચાર આવે છે કે માતા પુત્રને શ્રાપ ન આપે. જરૂર કોઈ વાત છુપાયેલી છે. ત્યારે સૂર્યદેવ છાંયા પાસે જાય છે અને સત્યની જાણ થાય છે.
🪔છાંયા કહે છે કે હું તે રાંદલમાંની છાંયા છું, રાંદલમાં તો પૃથ્વી પર ઘોડી સ્વરૂપે તપ કરી રહ્યા છે. વાતની જાણ જેવી સૂર્યદેવને થઈ કે તરત ઘોડાનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર ગયા. રાંદલમાંનું તે તપ ભંગ કરે છે. તે વખતે અશ્વિની ઘોડાના નસકોરામાંથી અશ્વિની કુમારો ઉત્પન્ન થાય છે.
🪔પછી સૂર્યદેવને તેજ ઓછું કરવા રાંદલમાં કહે છે. અને સૂર્યદેવ તેજ ઓછું કરે છે. એટલું જ નહીં તે પૃથ્વીને પણ આ પ્રચંડ તાપથી બચાવવાનું વચન આપે છે.
🪔અંતે સૂર્યદેવ રાંદલમાંના તપથી ખુશ થાય છે અને વરદાન આપે છે કે જે રાંદલમાંના લોટા તેડાવશે તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ થશે. એટલે આજે પણ રાંદલમાંનો જ્યારે પ્રસંગ હોય બે લોટા તેડાવાય છે. એક રાંદલમાંનો. બીજો છાયાનો. સાથે સૂર્યદેવની કૃપા પણ તેમના પર બની રહે છે. કોમેન્ટમાં “જય રાંદલમાં” જરૂર લખજો..
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.