👉દોસ્તો, તમે આર્થિક પ્રશ્નોથી ચિંતામાં છો ? વરંવાર કોઈને કોઈ આર્થિક પ્રોબ્લેમ અચાનક આવીને ઊભો રહે છે ? તો હવે તમારા એ તમામ પ્રશ્નો ઉકેલ આવી ગયો છે. આજે અમે તમને એ વાત જણાવી રહ્યા છીએ કે જેને તમે ઘરમાં રાખશો અને પૂજા કરશો એટલે તમારા તમામ દુઃખ દૂર થશે.
👉આપણા હિન્દુ ઘરોમાં તુલસીમાતાનો છોડ તો હોય જ છે. આદિ અનાદિ કાળથી ઘરની લક્ષ્મી એટલે ઘરની સ્ત્રીઓ આ તુલસીની પૂજા કરે છે તેને સવાર-સાંજ દીવો કરે છે, તેને નિત્ય પાણી આપે છે આમ તેની ઘણી સંભાળ રાખે છે. પરંતુ તુલસીની સાથે સાથે જો શાલિગ્રામની પણ પૂજા થાય તો ઘણો લાભ થાય છે.
👉શાલિગ્રામ કોનું રૂપ મનાય છે : દોસ્તો, તમે કદાચ આ નામથી તો પરિચિત હશો જ. શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું પ્રતિરૂપ મનાય છે. તે હિન્દુ લોકોની પવિત્ર એવી ગંડકી નદીમાંથી પ્રાપ્ત થાય છે. આ નદીના પ્રત્યેક પથ્થરને ભગવાન વિષ્ણુનું જ રૂપ માનવામાં આવે છે. તે કળા રંગના અને ગોળાકાર આકારના દેખાય છે. જેને શીલા ના નામથી પણ ઓળખવામાં આવે છે.
👉હિન્દુ ધર્મમાં શાલિગ્રામ શીલના પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. જો શાલિગ્રામની શીલાનું પૂરી શ્રધ્ધાની સાથે નિત્ય પૂજન કરવામાં આવે તો તે ઘરોમાં ક્યારેય અશાંતિ નથી આવતી, એટલું જ નહીં પરંતુ જો નિયમથી પૂજા કરવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરે છે.
👉તમારા ઘરમાં એક જ શકિગ્રામની શીલા હોવી જોઈએ એક થી વધારે શાલિગ્રામ હોય તો ઘણા બીજા સંકટો પણ આવી શકે છે. શાલિગ્રામની એક જ શિલાની ભક્તિ ભાવથી તમારે પૂજા કરવાની છે. પુરાણોમાં તો કહેવાયું છે કે જે ઘરમાં શાલિગ્રામનો વાસ છે તે ઘર સર્વ તીર્થો બરાબર સ્થાન ધરાવે છે. ભગવાન ભોળાનાથે સ્કંદપુરાણના કાર્તિક મહાત્મ્યની સ્તુતિમાં શાલિગ્રામની સ્તુતિ કરેલી છે.
👉જે ઘરોમાં હંમેશા કજિયા-કંકાસ થતાં જ રહે છે, તેના ઘરમાં આર્થિક પણ ઘણા મોટા મોટા પ્રશ્નો ઊભા થાય છે, તો તેનું કારણ છે તેના ઘરનો વાસ્તુદોષ. પરંતુ દોસ્તો, જે ઘરમાં હંમેશા શાલિગ્રામની પૂજા થાય છે તે ઘરના તમામ વાસ્તુદોષ નસ્ટ થાય છે.
👉શાલિગ્રામની પૂજાની વિધિ : દોસ્તો, ભગવાન વિષ્ણુનું રૂપ એવા શાલિગ્રામની પૂજા સાફ મનથી કરવી જોઈએ. તેની પૂજા નિયમિત થવી જોઈએ શાલિગ્રામની પૂજા સ્ત્રી કે પુરુષ ગમે તે કરી શકે છે. નિત્ય નહીને ભગવાન શાલિગ્રામની પૂજા કરવી, માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ સાફ કરવાનું છે.
👉શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવીને પછી સાફ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ શાલિગ્રામને સ્નાન કરાવેલ પંચામૃતને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું, સ્નાન કરાવીને ચંદનનું તિલક કરવું અને તુલસી દલ અર્પણ કરવું. આમ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર રહે છે. શાલિગ્રામને નિયમિત ભોગ લગાવવો. તેમાં તમે સાદું ભોજન અર્પણ કરી શકો છો.
👉એકાદશીના દિવસે પૂજાનું મહાત્મ્યમ્ : એકાદશીના દિવસે જો શાલિગ્રામની પૂજા કરવામાં આવે તો તેનું ફળ વિશેષ મળે છે. કોઈ પણ સ્ત્રી -પુરુષ એકાદશીના દિવસે વિધિવત પૂજન અર્ચન કરે તો તેના ભાગી ચમકી ઉઠે છે. તેના પર આવતા તમામ સંકટો ટળે છે, આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે.
જો આવી જાણવા જેવી માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.