☀️ આપણે બધા ભગવાનની આરાધના કરતાં હોઈએ છીએ. તેમાં કોઈને કોઈ વારે મંદિરમાં દર્શન કરવા પણ જતાં હોઈએ છીએ. આપણા ઋષિમુનિ અને શાસ્ત્રોમાં પણ વાર પ્રમાણે ભગવાનની પૂજા કરતાં આવ્યા છે. શનિવારે હનુમાનજી, મંગળવારે ગણપતિ દાદા વગેરે વગેરે. એવી રીતે રવિવારના દિવસે માતાજીની પૂજા-અર્ચના વધારે પ્રમાણમાં લોકો કરતાં હોય છે.
☀️ પરંતુ સાથે સાથે જો સૂર્યદેવની આરાધના કરવામાં આવે તો ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. જો તમે રવિવારના દિવસે સૂર્ય દેવની આરાધના કરશો તો ઉત્તમ ફળ મળશે. તેમને ગ્રહોના અધિપતિ માનવામાં આવે છે.
☀️ જો કોઈની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો તેને જીવનમાં સૂર્ય, સંપત્તિ અને યશની પ્રાપ્તિ થતી હોય છે. અને તેમાં ખાસ કરીને રવિવારના દિવસે આરાધના કરે તો કેટલીક સમસ્યાનું નિવારણ થાય સાથે જીવન સુખમય પસાર થતું હોય છે. તો જોઈએ તેના ઉપાય વિશે.
👉 રવિવારના દિવસે સૂર્ય દેવને અર્ધ્ય(જળ) આપો ત્યારે ઓમ સૂર્યાય નમ: ઓમ વાસુદેવાય નમ: ઓમ આદિત્ય નમ: મંત્રનો ઉચ્ચાર જરૂર કરો.
👉 ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ દેશી ઘીનો દીવો કરવો અને સૂર્ય દેવની સાથે સાથે મા લક્ષ્મીને પણ યાદ કરવા. માતા લક્ષ્મી પ્રસન્ન થશે.
👉 જો તમે કોઈ કામ માટે બહાર જતાં હોવ તો ચંદનનો ચાંદલો કરવો અને લાલ રંગના કપડાં અવશ્ય પહેરવા જોઈએ. આમ કરવાથી શુભ થશે.
👉 રવિવારના દિવસે સૂર્ય દેવને પ્રસન્ન કરવા માટે ગોળ, દૂધ, ચોખા અને કપડાંનું દાન જરૂર કરવું. જેથી તમને કામમાં સફળતા પ્રાપ્ત થશે.
👉 તમારી કોઈ ઇચ્છા હોય તો રવિવારના દિવસે પિપળના વૃક્ષનું પાન લઈ તેના પર લખી વહેતા પાણીમાં પધરાવી દો, તેનાથી તમારી કોઈપણ ઇચ્છા હશે જલદી પૂરી થશે.
👉 રવિવારના દિવસે 3 સાવરણી ખરીદવી અને તે સાવરણીને સોમવારના દિવસે નજીકના મંદિરમાં દાન કરી દેવી. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે.
👉 જો જીવનમાં સુખ-સમૃદ્ધિ અને યશ મેળવવા માગતા હોવ તો રવિવારના દિવસે તમારે પીપળના ઝાડ નીચે લોટનો ચાર મુખ વાળો દીવો કરવો. અને તે દીવામાં સરસવના તેલનો ઉપયોગ કરવો.
👉 જો તમે ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માગતા હોવ તો રવિવારની રાત્રે સૂવાના સમયે માથાની પાસે એક ગ્લાસ દૂધ ભરીને મૂકવું. બીજા દિવસે સવારમાં દૂધનો ભરેલો ગ્લાસ બાવળના ઝાડમાં રેડી દેવો. આ પ્રકારે સૂર્ય દેવની આરાધના કરવાથી તમે અત્યંત સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરશો.
જો આ ઘરેલુ ઉપાય વિશે માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.