ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એવી ઘણી બધી સાઈનો છે જે આપણી નજર સામે આવતી હોય છે. બાળપણથી અત્યાર સુધી ટ્રેનમાં ઘણી વખત ફરવા ગયા હોઈશું અથવા તો કોઈ સંબંધી બહારગામ રહેતું હોય તો ટ્રેનમાં બેસીને તેમના ઘરે ગયા હોઈશું. તે વખતે આપણને ટ્રેનમાં બેસવાની મજા આવતી હોય છે. તેમાં પણ બારી પાસે બેસીને બહારનો નજારો જોવો કંઈક અલગ જ વાત છે.
ટ્રેનમાં એવા કેટલાક વ્યક્તિ હોય છે, રોજ અપ-ડાઉન કરતા હોય છે. ટ્રેનમાં જ નોકરી જવાનું થતું હોય છે. તે વખતે આપણા મનમાં ટ્રેનની પાછળ આપેલા X ને લઈ ઘણા પ્રશ્નો થતાં હોય છે. આ પીળા અને સફેદ કલરનો X શા માટે કરવામાં આવતો હોય છે. તેની પાછળ કારણ શું હોય છે. X ટ્રેનની પાછળ શા માટે લખવામાં આવે છે તે કોઈને ખબર હોતી નથી. Xની પાછળનું રહસ્ય જાણીને તમને પણ નવાઈ લાગશે. અને તે X ન કરવામાં આવે તો ટ્રેન પર કયા પ્રકારની અસર પડતી હોય છે. તેના વિશે જાણકારી મેળવીએ.
શા માટે X લખવામાં આવે છે, જાણો તે પાછળનું કારણ..॥
-ટ્રેન પાટા પરથી પસાર થતી હોય ત્યારે આપણે જોઈએ છીએ કે પાછળ છેલ્લો ડબ્બો હોય ત્યાં X લખેલું હોય છે. તે જોઈને સ્ટેશન માસ્તરને ખ્યાલ આવતો હોય છે કે આ ટ્રેનનો છેલ્લો ડબ્બો છે.
-આપણને ખબર હોય છે કે ટ્રેનમાં પણ અકસ્માત હોય છે. તે દુર્ઘટના ઘણી મોટી હોય છે. કેમ કે તેમાં હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હોય છે. તો જ્યારે પાટા પરથી ટ્રેન પસાર થાય ત્યારે સ્ટેશન માસ્તર લીલી ઝંડી બતાવે ત્યારે તેમનું ધ્યાન પાછળ X લખેલા ડબ્બા પર પડે, જો પાછળ X લખેલો ડબ્બો નથી તો તેનો મતલબ કે બીજા ડબ્બાનો અકસ્માત થયો છે. અને આ Xની ગંભીરતા ત્યારે સમજાય જ્યારે ડબ્બા છૂટા પડી ગયા હોય અને તે જ પાટા પર બીજી ટ્રેન આવતી હોય તો તેને આગળના સ્ટેશનોમાં જાણ કરીને રોકી શકાય. જેથી મોટો અકસ્માત થતી બચી જાય છે.
-આ રીતે જો લીલી ઝંડી સ્ટેશન માસ્તર બતાવે અને પાછળ X લખેલો ડબ્બો ન હોય તો બીજા રેલ્વે સ્ટેશન પર જાણ કરી શકાય કે અકસ્માત થયો છે. અને ડબ્બા છૂટા પડી ગયા હોવાથી આ પાટા પર આવતી બીજી ટ્રેનનો સમય અથવા કેન્સલ કરી શકાય.
-દિવસે તો આટલો મોટો X સૌ કોઈની નજરમાં આવી જતો હોય છે. પરંતુ રાત્રે જ્યારે પણ ટ્રેન પસાર થાય ત્યારે શેના પરથી ખ્યાલ આવે તો આ છેલ્લા ડબ્બાની પાછળ લાલ કલરની લાઈટ હોય છે. જે ઝબુક ઝબુક થતી હોય છે. આ જોઈને સ્ટેશન માસ્તર સમજી જાય કે ટ્રેનનો છેલ્લો ડબ્બો છે.
-તે સિવાય પણ દરેક ડબ્બાની પાછળ LV લખેલું હોય છે. જેના પરથી સમજી શકાય કે આ લાસ્ટ વિહિકલ છે. -તે ઉપરાંત પણ ટ્રેનની પાછળ લાલ રંગની લાઇટ ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓને નિર્દેશ આપે છે કે ટ્રેન તે જગ્યા પરથી પસાર થઈ ગઈ છે. ફરી કામ ચાલુ કરી શકાશે. આ રીતે ટ્રેનની પાછળ X લખેલાનું ઘણું મહત્ત્વ હોય છે. તેને સામાન્ય માણસો જોઈને ઇગ્નોર કરે છે. પરંતુ તે ઇગ્નોર કરવા જેવી વસ્તુ નથી.
આશા છે કે, તમને કાઈક નવું જાણવા મળ્યું હશે.. તમને આ માહિતી ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good ” જરૂર લખજો. આવી બીજી માહિતી જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.