સામાન્ય રીતે વિદેશ ફરવા જવું હોય તો પહેલો વિચાર વિઝાનો આવે છે. પરંતુ જો કોઇને પૂછવામાં આવે કે કયો દેશ એવો છે કે જ્યાં તમે વિઝા વિના ફરવા જઈ શકો છો, ત્યારે ફક્ત નેપાળ અને ભૂટાનનું જ નામ યાદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એશિયામાં એવા અન્ય દેશો પણ છે જ્યાં ભારતીયોને ફરવા જવા માટે વિઝાની જરૂર નથી. જી હાં, ફક્ત તમારા પાસપોર્ટ સાથે રાખીને આ દેશોમાં ફરવા જઇ શકો છો.
મોરિશિયસ – મોરેશિયસને બીજો ભારત દેશ કહેવામાં આવે તો નવાઈની કોઇ વાત નથી. આ સુંદર દેશમાં મુસાફરી કરવા માટે તમારે સંપૂર્ણ ત્રણ મહિના સુધી વિઝા વિના રહી શકાશે. તેથી જો તમે બીચની સાથે સમુદ્રમાં એડવેન્ચર કરવાનું વિચારી રહ્યાં છો તો તો આ દેશ માં ફરવા જવા ચોક્કસ વિચારો. અહીં તમે વિઝા 60 દિવસ સુધી રહી શકો છો.
હોંગકોંગ – આ દેશ ખૂબ જ સુંદર અને બુદ્ધ ધર્મની સંસ્કૃતિ ધરાવતો ખૂબ જ મણોરમ્ય સ્થળ છે. આ દેશમાં તમે વગર વિઝાએ 14 દિવસ સુધી રહી શકો છો. હોંગકોંગ આમ પણ ખૂબ જ સરસ અને ફાસ્ટ લાઇફ સ્ટાઇલ ધરાવતો દેશ છે. ત્યાંના સિટી, પાર્ક અને મ્યુઝીયમ ખૂબ જ મહત્વની ફરવા જેવા સ્થળો છે.
ફીજી – આ દેશ સુંદર બીચના કારણે જાણીતો છે. તે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તરફ આવેલો અહીંના બીચ પર બ્લુ પાણી જોઇ તમે ખૂબ જ ઉત્સાહ અને રોમાન્સ અનુભવશો. અહીં ફરવા જવા માટે વિઝાની જરુર પડતી નથી. અહીંના બીચ ખૂબ જ સુંદર છે. સાથે જ પરિવાર સાથે રજાઓ માણી શકો છો.
મકાઉ – મકાઉ દક્ષિણ ચાઇના નજીક આવેલો એક નાનો દેશ છે. અહીંની ચમકદમક અને લક્ઝરી લાઇફના કારણે ટુરિસ્ટ આ દેશમાં પરવા આવું ખૂબ જ પસંદ કરે છે. મકાઉમાં તમે વિઝા વગર ત્રીસ દિવસ આરામથી ફરી શકો છો.
નેપાળ – નેપાળ પાડોશી દેશ છે. અહીં કુદરતી અને મનોરમ્ય વાતાવરણ ખૂબ જ આકર્ષક અને પ્રકૃતિક છે. ઉંચા ઉંચા પહોડોની વચ્ચે બૌદ્ધ તથા હિન્દુ ધર્મના મહત્વના ધાર્મિક સ્થળ અહીં જ આવેલા છે. નેપાળ ફરવા માટે વિઝાની જરુર નથી.
માલદીવ – બોલિવૂડ સ્ટાર્સ આ સુંદર દેશમાં વારંવાર ફરવા જાય છે. આ દેશ 90 દિવસ સુધી ભારતીય પાસપોર્ટ ધારકોને ફ્રી વિઝા રહેવાની પરમિશન આપે છે. સફેદ દરિયા કિનારા અને અમેઝિંગ પાણીની નીચેની દુનિયા જ માલદીવને અન્ય દેશોથી અલગ કરે છે. દુનિયામાં સૌથી સુંદર દરિયા માટે માલદીવ ફેમસ છે. આ દેશમાં 1200 ટાપુ સામેલ છે.
કમ્બોડિયા – આ દેશમાં પણ તમે વિના વિઝએ ફરવા જઇ શકો છો. આ દેશમાં તમે વિઝા વિના 30 દિવસ સુધી રહી શકો છો. આ દેશમાં અંકોરવાટ નામનું હિન્દુ મંદિર આવેલું છે. આ મંદિર જોવા માટે લોકો દુર દુરથી આવે છે.
જમૈકા – આ દેશમાં પણ તમે વિઝા વિના રહી શકો છો. આ દેશમાં તમે સુંદર બીચ અને મણોરમ્ય સ્થળોની પણ માહિતી લઇ શકો છો. આ દેશમાં ભારતીય લોકો વગર વિઝાએ ફરી શકે છે અને ત્યાંના જંગલના દ્રશ્યો, ધોધ ફરવા લાયક છે.
ઇન્ડોનેશિયા – ઇન્ડોનેશિયાનું સુંદર શહેર એટલે કે બાલી ભારતીયોમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં આવનારા ભારતીય પ્રવાસી શાંતિથી ફરી શકે તે માટે થઇને ફક્ત પાસપોર્ટ સાથે, વિઝા વિના 30 દિવસ સુધી વિતાવી શકાય છે. ઇન્ડોનેશિયામાં ઘણા સુંદર ટાપુઓ અને દરિયાકિનારા છે.
સેનેગલ – તમારે સેનેગલની મુલાકાત લેવા વિઝાની જરૂર નથી અને તમે અહીં 90 દિવસ રહી શકો છો. ફક્ત ધ્યાનમાં રાખો કે તમારો પાસપોર્ટ તમારા આગમનની તારીખથી 3 મહિના માટે માન્ય હોવો જોઈએ.
તમને આ લેખ કેવો લાગ્યો, જો સરસ લાગ્યો હોય તો કોમેન્ટમાં “સરસ” તેમ લખો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.